Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 209
________________ ૨૩ તપાગચ્છાધિષ્ઠાયક શ્રી મણિભદ્રવીર ૫૦૦ વર્ષ પહેલાંની પ્રાયઃ વાત છે. મારવાડના પ્રખ્યાત પાલી શહેરમાં તપાગચ્છાધિપતિ આચાર્યશ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજા ચાતુર્માસ બિરાજમાન હતા. તેમના તપ-ત્યાગે, જ્ઞાન-વૈરાગ્યે અને પ્રવચન-પટુતાએ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ચાતુર્માસ પછી આચાર્યશ્રીએ પાલીતાણા તરફ પ્રયાણ કર્યું. એમના વિશિષ્ટ કોટિના તપ-ત્યાગથી આકર્ષિત થયેલા માણેકચંદ નામના ઉત્તમ કોટિના શ્રાવકે પણ પદ-યાત્રા કરીને સિદ્ધગિરિની યાત્રા કરવાનો નિર્ણય કર્યો. પૂજ્ય આચાર્યદેવ પાસે જ્યાં સુધી તીર્થનાયક શ્રી આદિનાથ ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી ઉપવાસનો સંકલ્પ કર્યો. પૂજ્ય આચાર્યશ્રી સાથે વિહાર કરતાં કરતાં સાતમા દિવસે પાલનપુર અને સિદ્ધપુરની વચ્ચે રહેલા મગરવાડા ગામે આવી પહોંચ્યા. ગુરુદેવના સાંનિધ્યમાં સાંજનું પ્રતિક્રમણ વગેરે કરી શ્રમિત થયેલ માણેકચંદ સૂઇ ગયા. રાત્રિના સમયે કોઇ લૂંટારાઓ આવી પહોંચ્યા. સૂતેલા માણેકચંદ પર ઉપરા ઉપરી છરીના ઘા કરી મારી નાખી બધો જ બજે મધુર બંસરી * ૪૦૮ માલ (જો કે ખાસ કંઇ હતું નહિ, પણ પૂજા વગેરેનો જે સામાન હતો તે) લૂંટીને ચોરો ભાગી ગયા. સિદ્ધગિરિના શુભ ધ્યાનમાં મૃત્યુ પામીને એ જ માણેકચંદ ‘મણિભદ્રવીર’ દેવ બન્યા. તે જ રાત્રે ધ્યાનાવસ્થામાં (મગરવાડામાં) આચાર્યશ્રીને દર્શન આપ્યા અને કહ્યું : ‘ઓ મારા ઉપકારી ગુરુદેવ ! આપના ચરણોમાં કોટિશઃ વંદન. મને ઓળખો છો ?’ ‘ના... તમે કોણ છો ?' ‘હું માણેકચંદ મરીને મણીભદ્રવીર દેવ થયો છું. આપની જ કૃપાનું આ ફળ છે. નહિ તો લૂંટારાઓ છરીના ઘા ઝીંકે ત્યારે સમાધિ ક્યાંથી ટકે ? હું આપના ઉપકારનો બદલો શી રીતે વાળી શકીશ ? જો કે ઉપકારનો બદલો કોઇ પણ રીતે વાળી શકાય તેમ નથી, છતાં પણ હું આપને વચન આપું છું કે હું હવે આજીવન આપનો સેવક બની રહીશ. માત્ર આપનો જ નહિ, આપની પાટ-પરંપરાએ આવેલા તમામ આચાર્ય ભગવંતોનો-તપાગચ્છ માત્રનો હું સેવક બનીશ. હે સૂરિદેવ ! હું આપના તપાગચ્છની દિન-પ્રતિદિન ચડતી જોઇ રહ્યો છું. હવેથી તપાગચ્છના ઉપાશ્રયમાં મારી મૂર્તિની પ્રતિષ્ઠા કરાવજો અને આપના શિષ્ય આચાર્યો મને ધર્મલાભ આપવા આવે એવું કરશો અને આપ આપના શિષ્યોના નામ પાછળ ‘વિજય’ શબ્દ લગાડશો. બધા ગચ્છોમાં શ્રેષ્ઠ ગચ્છ, તપાગચ્છ સદા ચમકતું રહેશે. જ્યાં સુધી મને ધર્મલાભ મળતો રહેશે ત્યાં સુધી હું આપના ગચ્છની રક્ષા કરતો રહીશ.' આમ કહીને ‘મણિભદ્રવીર' અદૃશ્ય થઇ ગયા. ત્યારથી તપાગચ્છના ઉપાશ્રયમાં મણીભદ્રવીરની મૂર્તિ બનવા લાગી. સાધુઓના નામ પાછળ ‘વિજય' શબ્દ લાગવા માંડ્યો, તપાગચ્છની દિન-પ્રતિદિન ચડતી થવા લાગી. તેમાં પણ અકબર બજે મધુર બંસરી * ૪૦૯

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234