Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 223
________________ પૂજયશ્રીના દર્શન થયા છે. તેમની અદ્દભુત વાતો ખૂબ જ સાંભળવા મળતી હતી. હવે આ બે પુસ્તકો દ્વારા સાંગોપાંગ જાણી શકાશે. હવે તો સાક્ષાતુ મળ્યા જેટલો આનંદ થાય છે. નિકટનો પરિચય થશે. દરરોજ મળાશે. તેમ વધુ નિકટતા આવશે. ભક્તિયોગનો અમૂલ્ય વારસો મળ્યો તેવો આનંદ થાય છે. મારો મુખ્ય વિષય ભક્તિયોગ જ છે. હવે તેમાં વિશેષ પાવર આવશે. અનુભૂતિના દર્શન થશે... - પૂ.પં.શ્રી પુંડરીકવિજયજી મ. (શ્રા.સુ.-૭ : મુલુંડ) સંપાદનમાં લીધેલી સંનિષ્ઠ સખત સાધના ઉડીને આંખે વળગે છે. તેની ખૂબ ખૂબ અનુમોદના - ધન્યવાદ... પૂજયશ્રી પાર્થિવ દેહે ઉપસ્થિત નથી, પણ પુસ્તક દેહે તેઓશ્રીને અવતરિત કરી આપશ્રીએ આત્માર્થી જીવો પર ઉપકારની હેલી વરસાવી છે... ફરી ફરી ધન્યવાદ... - પૂ. મુનિ મુક્તિવલ્લભવિ. (પંકજ સોસાયટી, અમદાવાદ) પૂજયશ્રીની ભક્તિ તેમજ જ્ઞાન અદ્ભુત હતું... અનુમોદનીય હતું... - ગણિવર્યશ્રી ગુણચંદ્રસાગરજી મ. (સુરત : તા. ૨૭-૦૮-૨૦૦૬) ‘કલાપૂર્ણમ્’ સ્મૃતિગ્રંથ જોતાં જ આંખ ભરાઈ આવી. ખૂબ સરસ મહેનત આપે કરી છે. પૂ. ગુરુદેવના ફોટોગ્રાફ્સ પણ ગુરુદેવના જીવન-કવનની સાખ પૂરે છે. એક-એક લેખ વાંચતા અને ફોટોગ્રાફસ જોતાં ગુરુદેવના ચિંતનમાં મન ખોવાઇ જાય છે. - મુનિ મહાયંસવિ. મ. (આનંદધામ, અમદાવાદ : તા. ૦૨-૦૯-૨૦૦૬) અદ્ભુત મહેનત, કલાત્મક પ્રિન્ટીંગ અને મિત્રોની વિશાળ શૃંખલાએ પ્રકાશનમાં ચાર ચાંદ લગાવી દીધા. ઉપરોક્ત બંને ગ્રંથો પૂ. આચાર્ય ભ.શ્રીને સમજવા ઇચ્છતા મુમુક્ષુઓ માટે અણમોલ નજરાણું છે. અમે પણ આ પુસ્તકનું વાંચન કરવા દ્વારા પૂજયશ્રીનાં જીવનપુષ્પો હૃદયમાં કંડારીશું... - પૂ. ગણિવર્યશ્રી વિશ્વરત્નસાગર મ. (ઇન્દોર) સંપાદન સુંદર થયેલ છે. વિદ્વાન મહાત્માના હૃદયમાં કાર્ય હોય એટલે કાંઈ જ બાકી ન રહે... સ્વ. પૂજયશ્રીને દિલથી ચાહનારો – માનનારો વર્ગ ચતુર્વિધ સંઘમાં ઘણો મોટો છે. તેથી તમારે કાપ-કુપ કરીને ગ્રંથનું ગૌરવ જાળવવું પડ્યું તે બરાબર છે... પણ જેના લેખો પુનરૂક્તિ દોષને ટાળવા માટે નથી લીધા... પણ તેના નામો માત્ર લીધા હોત તો તેમને સંતોષ થાત... - મુનિ હર્ષબોધિવિજય મ. (અમદાવાદ : તા. ૧૩-૦૮-૨૦૦૬) ‘કલાપૂર્ણમ્' સ્મૃતિગ્રંથ મળ્યા.. પૂજયશ્રીના ભવ્ય જીવનનું આ પ્રેરક સંભારણું ખૂબ ખૂબ ગમ્યું. બજે મધુર બંસરી + ૪૩૬ બજે મધુર બંસરી + ૪૩૭

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234