Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 225
________________ ખૂબ જ શ્રેષ્ઠ ગ્રંથ છે. જાણે વાંચ્યા જ કરીએ એવું થાય છે. આપનો શ્રમ સફળ જ છે... - સા.શ્રી નિર્મલગુણાશ્રીજી (બેંગ્લોર : તા. ૧૧-૦૭-૨૦૦૬) પ્રભુ પ્રેમની પાછળ પાગલ બનનારા સાધક પૂ. ગુરુદેવની વાતો આ ગ્રંથમાં વાંચતા તો હૃદય દ્રવી ઉઠ્યું... દિલ ઓવારી ગયું... આંખોમાંથી અશ્રુધારા ‘સાવન-ભાદો'ની જેમ વરસી રહી... મધુરાધિપતેરખિલમ્ મધુરમ્' પંક્તિના ન્યાયે આ આખો ય ગ્રંથ મધુર ને મધુર જ લાગ્યો છે. અમૃત વરસાવનારી પૂજયશ્રીની વિધ-વિધ મુદ્રાઓથી અંકિત ફોટોગ્રાફી જોતાં જ મન, આંખો, હૃદય ત્યાં જ સ્થિર થઇ જાય છે. ગ્રંથમાં વચ્ચે વચ્ચે સંવેગરંગશાળા - ચંદાવિઝયમયશા વિ. ગ્રંથોના સુવાક્યો રૂપી મોતીઓથી આ ગ્રંથ જાણે કેવો ચળકી રહ્યો છે ! તો દીપકની - ફૂલોની તથા અન્ય આકર્ષક ફોટોગ્રાફીથી જાણે આ ગ્રંથ ઝળકી રહ્યો છે ! તો વિધ-વિધ લેખકોના લેખો દ્વારા પૂજયશ્રીનાં અભુત ગુણોની સુવાસથી આ ગ્રંથ જાણે મહેંકી રહ્યો છે એવું લાગે છે...! આ ગ્રંથ વાંચતા આપનો સખત અને કઠોર પરિશ્રમ જરૂર સમજાય છે... એ કઠોર પરિશ્રમમાં, આપના હૃદયમાં રહેલી અદ્ભુત ગુરુભક્તિ, ગુરુસમર્પિતતા રૂપી પવિત્ર ભાગીરથીના દર્શન થતાં જ હૃદય નાચી ઉઠે છે... છેલ્લે ‘સ્મરણ યાત્રા'માં સાલવાર માહિતી આપવા દ્વારા આપનું ‘ફળદ્રુપ મગજ” જોઇ હૃદય સહસા જ પોકારી ઉઠ્ય.. ગુરુદેવ ! આપ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો પચાસ હજાર...” આમ, અદ્ભુત ગુરુભક્તિ અને અનુપમ જ્ઞાન દ્વારા આપ જિનશાસન ઉપર ચાર-ચાર ચાંદ લગાવો.. અદ્દભુત શાસન પ્રભાવના કરો... ને અનેક - સેંકડો ભવ્ય જીવોના આપ તારણહાર બનો... એજ એક હૃદયની અભીપ્સા... - સા. સુવર્ણરેખાશ્રીજી (ભચાઉ) આ પુસ્તક આપે કઇ રીતે તૈયાર કર્યું તે કલ્પના પણ હું કરી શકતી નથી. મોટા-મોટા આચાર્યોના... બીજા સમુદાયના ફોટાલખાણ વિ. ભેગા કરવા અને બધાના લખાણોમાં સુધારા-વધારા કરી વ્યવસ્થિત કરીને પછી તૈયાર કરવા... જેના જેના લખાણો છે તેમના તેમના ફોટા સહિત લખાણો તૈયાર કરવા... ખરેખર ! આ બધું કરવામાં આપે ઘણી-ઘણી મહેનત કરી... તેની ખૂબ-ખૂબ અનુમોદના કરું છું... આપશ્રીએ તો આ પુસ્તક તૈયાર કરીને અનેક આત્માઓને માટે સાહેબજીનો આદર્શ પૂરેપૂરો આ પુસ્તકમાં ઠાલવી દીધો છે. આપે સાથે રહી, અનેક રીતે, દ્રવ્ય ભાવથી પૂજયશ્રીની - સમુદાયની – શાસનની ભક્તિ કરી છે. આવી ભક્તિ કરનારા બીજા કોઇ તૈયાર થયા નથી...! ખરેખર ! કેટલાય વર્ષોની તૈયારી હશે ત્યારે આ પુસ્તક બહાર પડ્યું ! ખરેખર ! સખત શ્રમ લઇને ‘કલાપૂર્ણમ્' ગ્રંથ તૈયાર કરી આપશ્રીએ પૂ. દાદાગુરુદેવના ઉપકારનો બદલો વાળ્યો છે ! ખૂબખૂબ ધન્યવાદ...! - સા.શ્રી ચારૂપ્રજ્ઞાશ્રીજી (માધાપર) ‘કલાપૂર્ણમ્' ગ્રંથના બંને ભાગ વાંચ્યા. વાંચતા ખૂબ આનંદનો અનુભવ થયો. પૂજયશ્રી તો મહાન ગુણોથી વૈભવશાળી હતા, પરંતુ બજે મધુર બંસરી * ૪૪૧ બજે મધુર બંસરી + ૪૪૦

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234