Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 213
________________ શાંતિદાસ શેઠની સૂઝ જયારે ભારતવર્ષ પર સમ્રાટ અકબરનું શાસન તપી રહ્યું હતું ત્યારે વિ.સં. ૧૬૫૫માં અમદાવાદના ઢીંગવાપાડાની પાસે જમીનમાંથી શ્યામવર્ણી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા નીકળી. શ્રી જૈન સંઘમાં આનંદ-આનંદ છવાઇ ગયો. શ્રીસંઘે અમદાવાદ શકંદરપુર પાસેના બીબીપુરામાં મોટું મંદિર બનાવી તેમાં પ્રભુજીને પ્રતિષ્ઠિત કર્યા. આ પ્રતિષ્ઠા વિજયસેનસૂરિજીના વરદ હસ્તે વિ.સં. ૧૯૫૬ માગ સુ. ૧પના શુભ દિવસે થઇ. અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને એક વખતે વિચાર આવ્યો કે આ મંદિર જો તીર્થરૂપ બને તો કેટલું સારું ? આ વિચારને માત્ર વિચારરૂપ ન રાખતાં તરત જ અમલ પણ કરી દીધો. ધનાઢ્ય માણસોના મનોરથો અને પ્રાપ્તિ બંને તરત જ થતા હોય છે. એમણે તરત જ પોતાના મોટા ભાઇ વર્ધમાનને આ કાર્ય શરૂ કરવાનું કહી દીધું. સં. ૧૬૭૯માં કાર્ય શરૂ થયું. થોડા જ વર્ષોમાં તે મંદિર ૩ શિખર, ૩ ગર્ભગૃહ, ૬ રંગમંડપ, ૩ શૃંગાર ચોકી આદિથી વિશાળકાય બની શોભવા લાગ્યું. ચારે બાજુ બાવન દેરીઓ પણ બનાવી અને તેને ફરતો મજબૂત કિલ્લો બનાવ્યો. બજે મધુર બંસરી + ૪૧૬ શુભ દિવસે તપાચ્છાચાર્ય વિજયદેવસૂરિજીના આજ્ઞાવર્તી ઉ.શ્રી વિવેકહર્ષ ગણિવર તથા ઉ.શ્રી મુક્તિસાગર ગણિવરના વરદ હસ્તે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ આદિ ઘણી પ્રતિમાઓની અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી. શાંતિદાસ શેઠ બહુ અગમચેતી હતા. તેમની દીર્ધદર્શિની બુદ્ધિએ વિચાર્યું : મૂર્તિભંજકોનું શાસન અત્યારે ભારતવર્ષમાં ચાલે છે. કદાચ કોઇ એવો ઉપદ્રવ આવી જાય તો ? મંદિરની મૂર્તિઓની સુરક્ષા શી રીતે કરવી ? જમાનાના જાણકાર શેઠશ્રીએ જિનમંદિરથી પોતાની હવેલી સુધી મોટી સુરંગ તૈયાર કરાવી. જેથી અવસરે પ્રતિમાઓને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય. આ જીર્ણોદ્ધાર તથા સુરંગના કાર્યમાં શેઠને નવ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. શેઠની ધારણા પ્રમાણે એક વખતે આ તીર્થધામ પર ખરેખર આપત્તિ આવી પડી. બાદશાહ જહાંગીર પછી શાહજહાં આવ્યો. તેના શાસનમાં એક ઘટના ઘટી. શાહજહાંના શાસન દરમ્યાન ગુજરાતમાં ૧૩ સૂબાઓ આવ્યા હતા. તેમાં આઠમો સૂબો બાદશાહનો જ શાહજાદો આવ્યો. શાહજહાંની રૂપાળી બેગમ મુમતાઝ (જેની યાદમાં તાજમહાલ બંધાયેલું છે.)ની કુક્ષીએ તા. ૨૪-૧૦-૧૬૧૮ (વિ.સં. ૧૬૭૫)નાજન્મેલો આ શાહજાદો તમે ઓળખ્યો ? એ હતો : ઇતિહાસ પ્રસિદ્ધ ઔરંગઝેબ. લગભગ વિ.સં. ૧૬૯૯માં તે ગુજરાતના સૂબા તરીકે નિમાયો. એક દિવસે સરસપુરનું આ સુંદર જિનમંદિર જોઇ એના મનમાં વિચાર આવ્યો : આ મંદિરને જો મજીદમાં ફેરવી નાખીએ તો કેટલું સારું ? અને ખરેખર એ મંદિર પર તૂટી પડ્યો. જોતજોતામાં મંદિર મજીદ રૂપે ફેરવાઇ ગયું અને અંદર ફકીરોને ઉતરાવ્યા. ધર્માધતા કોનું નામ? બજે મધુર બંસરી + ૪૧૭


Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234