Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 212
________________ જો કે એક વખતે (વિ.સં. ૧૬૭૦-૭૧માં) એક એવો પ્રસંગ બની ગયો કે જેથી સિદ્ધચંદ્રજીને આગ્રા છોડી માલપુરા જતા રહેવું પડ્યું. વાત એમ બનેલી કે ૨૫ વર્ષના રૂડા, રૂપાળા, વિદ્વાન સિદ્ધિચંદ્રજીને જોઇને એક શાહજાદીએ નિર્ણય કર્યો કે મારે આમની સાથે જ નિકાહ (વિવાહ) પઢવા ! આ માટે બાદશાહે સિદ્ધિચંદ્રજીને પાંચ હજાર ઘોડેસ્વારોનું ઉપરીપણું વગેરે આપવાની લાલચ બતાવી... પણ શાસનભક્ત સિદ્ધિચંદ્રજીએ સાફ-સાફ ના પાડતાં જણાવ્યું કે– આખી દુનિયાનું રાજ્ય મળી જાય તોય મારે ન જોઇએ. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીએ જે બાદશાહત (દીક્ષા) આપેલી છે. એના સિવાય કાંઇ ન જોઇએ. આથી ગુસ્સે ભરાયેલા બાદશાહે રાજ્ય બહાર જવાનો હુકમ આપ્યો. સિદ્ધિચંદ્રજી માલપુરા તરફ જતા રહ્યા. સમય વ્યતીત થતાં જહાંગીર પસ્તાયો અને સિદ્ધિચંદ્રને બોલાવી ક્ષમા માંગી. બાદશાહ જહાંગીરે ઉ.શ્રી ભાનુચંદ્રજી પર ખુશ થઇને વિ.સં. ૧૬૭૬ ચૈ.સુ. ૧૫ના દિવસે અહિંસાનું ફરમાન લખી આપેલું. તેમાં જણાવ્યું છે કે— “બાદશાહ અકબરે પળાવેલ ૬ મહિનાની અહિંસાનું પાલન કરવું. શત્રુંજય તીર્થનો યાત્રાવેરો (જજિયાવેરો) માફ કરવો. ઉનામાં જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરિજીના સમાધિસ્થાનનું રક્ષણ કરવું. સોરઠની સરકારને આ હુકમનો અમલ કરવાની સન્નાઇ કરવામાં આવે છે. મરેલાના ધન-માલ લેવાનું બંધ કરવું. મારા જન્મનો એક મહિનો વધુ અહિંસા પાળવી.” જે જગ્યાએ (ખંભાત-અકબરા) આ. વિજયસેનસૂરિજી કાળધર્મ પામ્યા ત્યાં ૧૦ વિઘા જમીન આગરાના ચંદ્રપાલ નામના તપાગચ્છીય જૈન શ્રાવકને ભેટ આપેલી (વિ.સં. ૧૬૭૧). બાદશાહે કોઇ મહત્ત્વના કાર્યપ્રસંગે વિ.સં. ૧૬૭૪માં તપાગચ્છાચાર્ય વિજયદેવસૂરિજી મહારાજને રાધનપુરથી માંડવગઢ બોલાવ્યા... બજે મધુર બંસરી * ૪૧૪ તેમના તપ, ત્યાગ અને અદ્ભુત જ્ઞાનથી ઓવારી જઇ જહાંગીરી મહાતપા'નું બિરુદ આપ્યું તથા સાથે આવેલા નેમિસાગર ગણિને ‘વાદિજીપક’ બિરુદ આપ્યું. બાદશાહ જહાંગીર અમદાવાદના શેઠશ્રી શાંતિદાસ ઝવેરીને ‘મામા’ કહીને બોલાવતો. કારણ કે તેની માતા જ્યારે અમદાવાદમાં આવેલી ત્યારે શાંતિદાસ ઝવેરીએ તેની ખૂબ બરદાસ્ત કરેલી. આથી ખુશ થયેલી માતાએ તેને ‘ધર્મનો ભાઇ’ બનાવેલો. જ્યારે જહાંગીર બાદશાહ બનેલો ત્યારે શાંતિદાસ ઝવેરીને ગુજરાતનો સૂબો બનાવવાનું વિચારેલું. પણ ધર્માત્માને આવી રાજકીય ખટપટ કેમ પાલવે ? તેમણે ના કહી. આથી બાદશાહે ગુજરાતના સૂબાઓ શેઠનું પૂરું સન્માન કરે એવો પ્રબંધ કરેલો હતો. આમ જહાંગીરનો જૈનો સાથે સારો ધરોબો હતો. આ કિ પારમાર્થિક જીવનની ત્રિસૂત્રી (૧) સત્ય (સત્યમ્) (૨) સંયમ (શિવમ્) (૩) સેવા (સુંદરમ્) આળસ અને એકલાપણું તમે આળસુ છો ? એકલા રહેશો નહિ. તમે એકલા છો ? આળસુ રહેશો નહિ. બજે મધુર બંસરી × ૪૧૫

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234