Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 207
________________ ખીલજી (વિ.સં. ૧૪૯૨ થી ૧૫૨૫)નો મોટો ખજાનચી પણ બની ચૂક્યો હતો. તે માંડવગઢનો શણગાર હતો. અનેક કેદીઓને છોડાવેલા હતા. બાદશાહે તેને ‘નગ-દલ-મલિક’ તથા ‘જગત વિશ્રામ'ના બે બિરૂદો આપેલા હતા. તેને ગુરાઇ અને રત્નાઇ નામની બે પત્નીઓ હતી. તેણે વિ.સં. ૧૫૨૦માં ‘બુદ્ધિસાગર’ નામના ૪૧૪ શ્લોક પ્રમાણ ગ્રંથની રચના કરેલી છે. તેના ૪ તરંગો (ધર્મશુદ્ધિ તરંગ, નયતરંગ, વ્યવહાર તરંગ, પ્રકીર્ણક તરંગ)માં ઘણાં વિષયો જાણવા મળે છે. વીરતા, વિદ્વત્તા અને વિતરણના ગુણથી ખરેખર સંગ્રામસિંહ માંડવગઢનો શણગાર હતો. ના... માત્ર માંડવગઢનો નહિ, શાસનનો પણ શણગાર હતો. પોતાના શીલના પ્રભાવથી વાંઝિયા આંબાને ફળવાન બનાવનાર આ મહાનુભાવને બિરદાવતાં પૂ.ઉપા.શ્રી વિનયવિજયજીએ શાંતસુધારસ ગ્રંથમાં કહ્યું છે : “यश इह सम्प्रत्यपि शुचि तेषां विलसति फलिताफलसहकारम्" “અફળ આંબાને ફળવાળો બનાવનાર સોની સંગ્રામસિંહનો યશ હમણા પણ ગવાઇ રહ્યો છે.” મૃત્યુ અજ્ઞાની લોકોની ભ્રાંતિ છે. વાસ્તવમાં જે આપણે છીએ, તેનો નાશ કદી થઈ શકે નહિ. આપણું અસ્તિત્વ અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેવાનું છે. - પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. બજે મધુર બંસરી * ૪૦૪ શત્રુંજયનો ૧૬મો ઉદ્ધાર d∞, ૨૨ મહમદ બેગડાના પુત્ર અહમદ સિકંદરે... વિ.સં. ૧૫૨૫-૧૫૨૭માં સોમનાથ, ગિરનાર, દ્વારકા, શત્રુંજય વગેરે તીર્થોનો નાશ કરી નાંખ્યો. મંદિરો અને મૂર્તિઓ તોડી-ફોડી નાંખી. આમ શત્રુંજય પર સમરાશાએ કરેલા ૧૫મા ઉદ્ધારને માંડ ૧૫૦-૨૦૦ વર્ષ થયા હશે, ત્યાં જ ૧૬મા ઉદ્ધારની આવશ્યકતા ઊભી થઇ. એ અરસામાં આચાર્યશ્રી ધર્મરત્નસૂરિજી યાત્રા-સંઘ સાથે ચિત્તોડમાં પધાર્યા. ત્યાંના રહેવાસી દોશી તોલાશાહ, શત્રુંજય તીર્થના નાશના સમાચાર સાંભળ્યા ત્યારથી ખૂબ જ દુ:ખી બની ગયા હતા. તેમણે પોતાનું દુ:ખ આચાર્યશ્રી પાસે રજૂ કર્યું ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે, ‘મહાનુભાવ ! કાળ કાળનું કામ કરે છે. ચડતી અને પડતીના પ્રસંગો નિરંતર ચાલ્યા જ કરતા હોય છે. આવા અવસરે નિરુત્સાહ થઇને બેસી ન રહેતાં ઉદ્યમી થવું જોઇએ અને તમારા માટે શુભ સમાચાર આપતાં મને આનંદ થાય છે કે તમારો જ પુત્ર કર્માશાહ શ્રી શત્રુંજય તીર્થનો મોટો ઉદ્ધાર કરાવશે.' આ સાંભળીને તોલાશાહ આનંદિવભોર બની ગયા. બજે મધુર બંસરી * ૪૦૫

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234