Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 206
________________ ‘કેમ આ ઝાડને ફળ નથી ?” બાદશાહે સેવકને પૂછ્યું : ‘જહાંપનાહ! આ વાંઝિયો આંબો છે. આને ફળ ક્યાંથી હોય ?' ‘તો કાપી નાખો એને. વાંઝિયો ઝાડને ઊભું રાખીને બગીચાની જગા કાં બગાડો ? એ દૂર થશે તો આ જગાએ બીજું કોઇ સુંદર ઝાડ વાવી શકાશે.' બાદશાહની આજ્ઞાથી સેવકો કુહાડી લઇને કાપવાની તૈયારી કરે છે, ત્યારે ત્યાં ઊભેલો સંગ્રામસિંહ બોલી ઊઠ્યો : બાદશાહ સલામગ્ર ! જરા મારી વાત સાંભળો. આ દુનિયામાં વાંઝિયા માણસને જો જીવવાનો અધિકાર છે તો વાંઝિયા ઝાડને નહિ ? મારી વાત આપ સાંભળો. આ ઝાડ કાપવાનું રહેવા દો. મને વિશ્વાસ છે કે આવતા જેઠ મહિને આ ઝાડ પર ફળ લાગશે.” સંગ્રામની વાત સાંભળીને બાદશાહને હસવું આવ્યું : જો સંગ્રામ ! તારી વાતથી આ ઝાડ કપાવતો નથી, પણ યાદ રાખજે કે આવતા જેઠ મહિને આ ઝાડ પર ફળ લાગવા જ જોઇએ. ન લાગ્યા તો જે હાલત આ ઝાડની થવાની હતી તે હાલત તારી થશે. સમજયો? સંગ્રામે આ બધું સાંભળી લીધું. એ કંઇ ન બોલ્યો. બીજે જ દિવસે તેણે એ ઝાડ નીચે ઠાઠમાઠથી સ્નાત્રપૂજા ભણાવી, ધૂપ-દીપ વગેરે કર્યા. આથી વૃક્ષનો અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ થઇને – પ્રસન્ન બનીને બોલ્યો : હે મહાનુભાવ ! હું તારા આવા કાર્યથી પ્રસન્ન થયો છું. પૂર્વભવમાં પણ હું વાંઝિયો હતો. આ ભવમાં પણ વાંઝિયો રહ્યો. મેં મારું વાંઝિયાપણું ફેડ્યું. વત્સ ! નીચેની ભૂમિ ખોદજે. અંદરથી નિધાન નીકળશે. તે તું લઇ જજે.” દેવના કહેવા મુજબ સંગ્રામે વૃક્ષ નીચેની જમીન ખોદી. નિધાન નીકળ્યું. ઝાડનું વાંઝિયાપણું અને સંગ્રામનું દરિદ્રપણું ટળ્યું. જેઠ મહિનો આવતાં આંબા પર પુષ્કળ કેરીઓ આવી તે કેરીઓ ચાંદીના એક મોટા થાળમાં ભરી ઉપર રેશમી વસ્ત્ર ઢાંકી વાજતે-ગાજતે બાદશાહ પાસે લઇ ગયો. આથી બાદશાહ ખુશ થયો. ખૂબ ધન આપ્યું અને પોતાનો માનીતો ‘કામદાર' બનાવ્યો. આ નિર્ધન સંગ્રામ જોતજોતામાં અતિ ધનવાન બની ગયો. પણ ધન આવતાં તે ધર્મને ભૂલ્યો નહિ. વધુને વધુ ધર્મ તરફ ધ્યાન આપવા લાગ્યો. આ બધા ધર્મનાં જ મીઠાં ફળ છે, એમ માનવા લાગ્યો. એક વખતે તેણે તપાગચ્છાચાર્યશ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજનું માંડવગઢમાં ચોમાસું કરાવ્યું. આ ચાતુર્માસ દરમ્યાન પ્રવચનમાં ભગવતી સૂત્ર વંચાયું. તેમાં પ્રત્યેક ‘ગોયમા’ શબ્દ દીઠ તેણે ૧ સોનામહોર મૂકી. (ભગવતીમાં ૩૬ હજાર પ્રશ્ન છે. ગૌતમના દરેક પ્રશ્નમાં જવાબ આપતાં ભ, મહાવીરદેવ ‘ગોયમા' કહે છે.) તેની માતાએ બા અને પત્નીએ | મૂકી. એટલે કુલ ૬૩ હજાર (૩૬ + ૧૮ + ૯ = ૬૩) સોનામહોરોનો વ્યય કર્યો. એ પૈસામાંથી સુવર્ણાક્ષરે કલ્પસૂત્રની પ્રતો લખાવી તથા કાલિકાચાર્ય કથાની પણ ઘણી પ્રતો લખાવી. પૂજય આચાર્ય ભ. સાથે રહેલા દરેક સાધુ મહારાજને વહોરાવી અને અનેક પ્રતો જ્ઞાનભંડારમાં મૂકાવી. (વિ.સં. ૧૪૭૧) તેણે તે પૂજય આચાર્યશ્રીના ઉપદેશથી માંડવગઢમાં શ્રીસુપાર્શ્વનાથ ભ.નો જિનપ્રાસાદ બંધાવ્યો. (વિ.સં. ૧૪૭૨) મક્ષીજીમાં મક્ષી પાર્શ્વનાથનો પ્રાસાદ કરાવ્યો. ભેદ મંદસોર, બ્રહ્મમંડળ, સામલીઆ, ધાર, નગર ખેડી, ચંડાઉલી વગેરે ૧૭ સ્થાનોમાં ૧૭ મોટા જિનમંદિરો બંધાવ્યા. ૫૧ જિનમંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. બીજા પણ અનેક ધર્મકાર્યો કર્યા. સંગ્રામસિંહ બારવ્રતધારી સમ્યક્ત્વધારી શ્રાવક હતો. તે ધાર્મિક, દાની, કવિ અને વીર હતો. માંડવગઢના બાદશાહ મહમૂદ બજે મધુર બંસરી + ૪૦૨ બજે મધુર બંસરી કે ૪૦૩

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234