Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 205
________________ (૨૧) સોની સંગ્રામસિંહ હોય. દીવાનું અજવાળું અંધકારના આધારે જ ટકેલું હોય. અંધકારની હાજરી જ દીવાને ચમકતો રાખે છે. સૂરજ ઊગ્યા પછી દીવાની સામુંય કોણ જુએ છે ? તો દીવો સુર્યની હાજરીને શા માટે ઇચ્છે ? એ તો પોતાની આસપાસ સદા અંધકાર રહે એમ જ ઇચ્છે ને ? આ જગતના ઘણા માણસો આ દીવા જેવા હોય છે, જેઓ પોતાની ક્ષુદ્ર મોટાઈનો પ્રકાશ આસપાસ રહેલા સ્વ-પ્રશંસા અને પરનિંદાના અંધકારના કારણે ટકાવી રાખે છે. સજજનસિંહ સ્વપ્રશંસાથી ખુશ-ખુશ થઇ ગયો, પણ દેપાલ માત્ર તેને ખુશ કરવા ન્હોતો આવ્યો. તે તેને સ્પષ્ટ વાત કહેવા પણ આવ્યો હતો. અવળી ગાડીને સવળી કરવા પણ આવ્યો હતો. ખૂબ-ખૂબ પ્રશંસાની સાથે તેણે સર્જનસિંહને કહી દીધું : “ઓ સજજનસિંહ ! તમારી કુપાના પ્રભાવે અત્યારે બહુચરાજીના પુજારીઓ પાડા અને બકરા કાપે છે. તારી મહેરબાનીથી આજે ત્યાં અવળી મૂઠે અહિંસા પળાય છે.” આ સાંભળીને સજ્જનસિંહ ખૂબ જ શરમાયો. એને પોતાની ભૂલ માટે ખૂબ જ પશ્ચાત્તાપ થયો. ગમે તેમ તોય એ ધાર્મિક માણસ હતો. કોઇ નબળાઇના કારણે એ માર્ગ ભૂલ્યો હતો, પણ એથી કાંઇ એના હૃદયમાંથી ધર્મ ચાલ્યો ગયો ન્હોતો. સ્ટેજ ટકોર થતાં તરત જ એને પોતાની ભૂલ સમજાઇ. તેણે ફરી બાદશાદ દ્વારા કોચર શાહને છોડાવ્યો અને બાર ગામનો ફોજદાર બનાવ્યો. બહુચરાજી વગેરે બાર ગામોમાં ફરીથી અહિંસાની દેવી પૂજાવા લાગી. ફરી બધા પરમસુખ, શાંતિ અને આનંદનો અનુભવ કરવા લાગ્યા. કવિ દેપાલે પોતાના કાવ્યો દ્વારા ખરેખર કમાલ કરી. આ ઘટના વિ.સં. ૧૪૪૨માં પ્રાય: ઘટેલી છે. નિર્ધનતાના કારમા દુ:ખથી કંટાળી ગયેલા લોલાડાના (શંખેશ્વર પાસેનું ગામ) સંગ્રામસિંહે વિચાર્યું : આવા ગામડા ગામમાં રહીને કાંઇ ઠેકાણું નહિ પડે. નિર્ધનતા નહિ ટળે. નિર્ધનતા ટાળવા કોઇ સાહસ તો કરવું જ પડશે. સાહસ વિના સિદ્ધિ ક્યાં છે ? અને એ પોતાની પત્ની-પુત્રી વગેરેને લઇને ચાલી નીકળ્યો માલવા તરફ. તે જમાનામાં માલવામાં માંડવગઢ પ્રખ્યાત હતું. બે પાંદડે થવાની ઇચ્છાથી સંગ્રામસિંહે માંડવગઢમાં પ્રવેશ કર્યો. ત્યાં એની નજરે વિચિત્ર દેશ્ય ચઢયું અને સ્તબ્ધ થઇ ગયો. પ્રવેશદ્વાર પર સાપના મસ્તક પર એક દુર્ગા (ચકલી) બેઠી'તી. આ જોઇને તે ત્યાં જ ઉભો રહી ગયો. ત્યારે કોઇ શકુન-શાસ્ત્રને જાણનારા પુરુષે કહ્યું : ઓ મહાનુભાવ ! આમ જોઇને ઉભા શું છો ? ચાલવા માંડો. તમારાથી પહેલાં તમારું નસીબ પહોંચી ગયું છે. આ તો ઉત્તમોત્તમ શુકન છે. તમને મહાન ધન-લાભ કરાવશે. આ સાંભળીને આનંદિત થયેલા સંગ્રામસિંહે માંડવગઢમાં પ્રવેશ કર્યો. એક મકાનમાં રહેવા લાગ્યો. ત્યારે ગ્યાસુદ્દીન બાદશાહનું રાજય ચાલતું'તું. એક દિવસ બાદશાહ રાજવાડીએ ફરવા નીકળ્યા. બગીચાનું નિરીક્ષણ કરતાં એમની નજરે એક એવો... આંબો ચડ્યો જેમાં ફળો ન્હોતા. બજે મધુર બંસરી + ૪૦૧ બજે મધુર બંસરી + ૪૦૦

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234