Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 204
________________ સુલતાન મારફત કોચર શાહને ફોજદાર બનાવ્યો હતો. તે કોચર શાહની પ્રશંસા સાંભળી શક્યો નહિ. એના પેટમાં દિવેલ રેડાયું : આ કોચર શાહને મેં જ ફોજદાર બનાવ્યો છતાં મારું જરાય નામ જ નહિ ? બધી એની જ પ્રશંસા ? આ શી રીતે ચાલે ? સાધુ સજજનસિંહ બહુ મોટો માણસ હતો. પરમ ધાર્મિક શ્રાવક હતો, પણ મોટા માણસોના પણ ક્યારેક કેવા મન થઇ જતા હોય છે ? ઇર્ષાની રાક્ષસી તેમને પણ કેવા નચાવે છે ? ઓલા સિંહગુફાવાસી મુનિને આ ઇર્ષાએ જ સળગાવ્યા હતા ને ? ઇર્ષાના અવગુણથી મોટા-મોટા માણસો પણ મુક્ત થઇ શકતા નથી. એમાંય ઇષ્ય હંમેશાં સમકક્ષ, સમગુણી, સમવયસ્ક અને સમધર્મીની જ થાય છે. દુનિયામાં તમે નજર કરો. બે સમોવડીઆ કવિ, બે સમોવડીઆ નેતા, બે લેખકો કે બે વક્તાઓ વચ્ચે ભાગ્યે જ ઘર્ષણ નહિ હોય. બે સમકક્ષ વ્યક્તિ વચ્ચે જો ઘર્ષણ જોવા ન મળે તો જગતનું એક આશ્ચર્ય માનજો . સાધુ સજજનસિંહ ઇર્ષ્યાથી સળગી ઊઠ્યો. તેણે કોચર શાહ પાસેથી ફોજદારી પડાવી લેવા નિર્ણય કર્યો. પોતાના નિર્ણયને પાર પાડવા તે બાદશાહ પાસે પહોંચી ગયો. ઓહ ! સજ્જનસિંહ આજે દુર્જનસિંહ બની ગયો હતો. બાદશાહ પાસે આડી અવળી વાતો કરી તેણે આખી ગાડી ઊંધે પાટે ચડાવી દીધી. સુલતાન મારફત કોચર શાહની ફોજદારી જપ્ત કરાવી દીધી અને તેને જેલમાં પુરાવ્યો. કોચર શાહ કેદી થતાં બહુચરાજી વગેરેમાં પાછી હિંસા ફેલાઇ ! મંદિરોમાં પોડા-બકરા કપાવા લાગ્યા. તળાવોમાં માછલા પકડાવા લાગ્યા. જંગલોમાં શિકાર થવા લાગ્યા. આ બાબતની જાણ થતાં દેપાલને ખૂબ જ દુઃખ થયું. અર૨૨... મેં આ શું કર્યું? કરવા ગયો કંસાર, પણ થઇ ગયું થૂલું ! હું તો માત્ર કોચર શાહની જીવદયાની પ્રશંસા કરવા માંગતો હતો. મને સ્વપ્રય કલ્પના ન્હોતી કે આથી સજજનસિંહ નારાજ થશે અને આવું કરી બેસશે ? હવે શું થાય ? હજુ પણ કાંઈ વાંધો નથી. હજુ પણ બાજી સંભાળી લઊં... જે કવિતાથી બાજી બગડી એ જ કવિતાથી બાજી સુધરી શકશે. દેપાલ સીધો ખંભાત પહોંચ્યો અને સર્જનસિંહ પાસે જઇ તેની પ્રશસ્તિ કરતા જોરદાર કાવ્યો લલકાર્યા... આથી સજજનસિંહ ખુશ-ખુશ થઈ ગયો. સ્વપ્રશંસા-શ્રવણ કરતાં ગળી વસ્તુ આ જગતમાં બીજી કોઈ નથી. સુંદરમાં સુંદર મીઠાઇઓથી એનો સ્વાદ ચડિયાતો છે. એક બાજુ દુનિયાભરની સારામાં સારી વાતો મૂકો અને બીજી બાજુ તમારી પ્રશંસા કરતા માત્ર બે વાક્યો મૂકો. આ બંનેમાંથી તમને શું સાંભળવું ગમશે ? કદાચ એટલા માટે જ પેલી કહેવત પડી હશે. ખુશામત ખુદા કો ભી પ્યારી હૈ” આપણે બહુ ગજબના માણસો છીએ. આપણા ચિત્તમાં થતાં સંવેદનો આપણને થતી લાગણીઓ ઇશ્વરમાં પણ આરોપિત કરી દઇએ છીએ. ઇશ્વરને પણ આપણા જેવો માની બેસીએ છીએ, માણસ જાતને મારી નાખનાર ખતરનાકથી પણ ખતરનાક બે ઝેર છે. એક તો પરનિંદા અને બીજું ઝેર સ્વપ્રશંસા. જયાં એક હોય ત્યાં બીજું ઝેર અવશ્ય હોવાનું. વિચિત્રતા એ છે કે આ ઝેર સ્વાદમાં બહુ ગળ્યા લાગે છે... આથી જ એના પરિણામોનો ખ્યાલ નથી આવતો. આખીયે દુનિયામાં આ બંને જાતના ઝેર ભયંકર રીતે ફેલાયેલા છે. પરનિંદાનું શ્રવણ અને સ્વપ્રશંસાનું શ્રવણ કોને નહિ ગમતું હોય એ જ એક મોટો સવાલ છે. એમાં પણ માણસ જેટલો મોટો (દુનિયાની દૃષ્ટિએ) તેટલો જ તે સ્વપ્રશંસાનો વધુને વધુ ભૂખ્યો ! અને પરનિંદામાં પણ એટલો જ તરસ્યો ! એની “મોટાઇ’ પરનિંદાના અંધકારના આધારે જ ટકેલી બજે મધુર બંસરી * ૩૯૯ બજે મધુર બંસરી + ૩૯૮

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234