Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 202
________________ એક વખતે તે કોઇ વેપારના કારણે ખંભાત જઈ ચડ્યો. ચૌદશનો દિવસ હતો. આથી તે વિશેષ ધર્મક્રિયા કરવા ઉપાશ્રય જઈ ચડ્યો. ઉપાશ્રયમાં પૂ.આ.શ્રી દેવસુંદરસૂરિજીના શિષ્ય, સાધુરત્નસૂરિજીનું વ્યાખ્યાન ચાલતું હતું. ખંભાત એટલે ધર્મનગરી ! પૌષધ, પ્રતિક્રમણ, પૂજા, પ્રવચન, પરોપકાર વગેરે પ્રવૃત્તિઓથી ધમધમતી નગરી ! ચાલુ દિવસોમાં પણ પ્રવચન-સભા હકડેઠઠ ભરાયેલી હોય. આજે તો ચૌદશનો દિવસ હતો. નગરના અનેક મહાનુભાવો સભામાં બિરાજમાન હતા. કોચર. શાહ એ વિશાળ સભામાં જેવો દાખલ થયો તેવો જ સૌએ તેને આગળ બેસાડ્યો. એની ધર્મ પરાયણતાની સુવાસ અહીં પણ ફેલાયેલી હતી. તે વખતે સાધુરત્નસૂરિજીએ પણ ભાગ્યયોગે જીવદયાનો મહિમા સમજાવ્યો. એમણે કહ્યું : જિનેશ્વર દેવનો તે જ ભક્ત બની શકે છે જીવોનો મિત્ર બની શકે. ભગવાને કહ્યું છે કે જગતના સર્વ જીવો એ મારો જ પરિવાર છે. એમનું અપમાન એ મારું જ અપમાન છે. જીવોનું અપમાન કરીને તમે ભલે મારી ગમે તેટલી ભક્તિ કરો, પણ એ બધી એળે જશે. એક પણ જીવનો ધિક્કાર એ મારો જ ધિક્કાર છે અને એક પણ જીવ પ્રત્યેનો પ્રેમ એ આખરે મારો જ પ્રેમ છે.' આ પ્રવચન સાંભળતાં જ કોચર શાહને જાણે પોતાના જ મનના વિચારો વ્યક્ત થઇ રહ્યા છે–એવો અનુભવ થયો. પ્રવચન પૂરું થતા તેણે સભા સમક્ષ પોતાનું વક્તવ્ય રજૂ કરતાં કહ્યું : પ્રિય સાધર્મિક બંધુઓ ! આજે પૂજય ગુરુદેવે જીવદયા વિષયક જે પ્રવચન કર્યું તે સાંભળીને આપણે સૌ ભાવવિભોર બની ગયા. મને તો મારા જ વિચારો આ પ્રવચનમાં પ્રતિબિંબિત થતા લાગ્યા. પણ બંધુઓ ! મારે આજે આપની સમક્ષ એક વાત કરવાની છે. અમારા ગામ શંખલપુરની બાજુમાં બેચરાજીના મંદિરમાં બેફામ હિંસા ચાલી રહી છે. મંદિરના પૅધા પૂજારીઓ ધર્મના નામે પાડા અને બકરાઓ કાપી રહ્યા છે. આ જોઇને મારું હૃદય તો ઊકળી રહ્યું છે. પણ શું કરું ? મારા એકલાથી થાય પણ શું ? પરંતુ જો આપ સૌનો સહકાર મળે તો હિંસા અટકાવવાની મારી ભાવના છે.' આ સભામાં દેશલહરા વંશનો અરડકમલ સાધુ સજજનસિંહ બેઠો હતો. તે ખૂબ જ ધનાઢ્ય અને રાજમાન્ય માણસ હતો. તેણે કોચર શાહને સાંત્વના આપતાં કહ્યું : આપ કોઇ ચિંતા કરશો નહિ. હવેથી બહુચરાજીના મંદિરમાંથી હિસા ગઇ જ સમજો . કોચર શાહ આ સાંત્વનાથી રાજી થયો. તે વખતે ગુજરાતમાં સુલતાનનું શાસન હતું. સજજનસિંહને સુલતાન સાથે સારી ઓળખાણ હતી. તે સુલતાન પાસેથી ધાર્યું કામ કરાવી શક્તો. સજજનસિંહ કોચર શાહને સુલતાન પાસે લઇ ગયો... અને બહુચરાજીની તમામ પરિસ્થિતિથી સુલતાનને વાકેફ કર્યા. આથી સુલતાને કોચર શાહને શંખલપુર વગેરે બાર ગામોનો ફોજદાર બનાવ્યો. તે બાર ગામો આ પ્રમાણે છે : (૧) શંખલપુર (૨) હાંસલપુર (૩) વડાવલી (૪) સીતાપુર (૫) નાવિયાણી (૬) બહિચર (બહુચરા) (૭) ટૂઅડ (૮) દેલમાડુ (૯) દેલમાલ (૧૦) મોઢેરા (૧૧) કાલહરી (૧૨) છમીછુ. આ બારેય ગામના ફોજદાર બનેલા કોચર શાહે સૌ પ્રથમ કાર્ય હિંસાનિવારણનું કર્યું. તેને ફોજદારીમાં રસ નહોતો, પણ અમારિ પ્રવર્તનમાં રસ હતો. બાકી તો તે સમજતો હતો કે આ ફોજદારી અહંકારનું કારણ બની શકે છે. એના દ્વારા લોકોનું શોષણ કરી જાત માટે નરકનો માર્ગ તૈયાર કરી શકાય છે... સામાન્ય લોકોને સત્તાપ્રાપ્તિ પર-પીડનનું કારણ બને, પણ જૈન ધર્મશને તો પરોપકારનું કારણ બને, અમારિ પ્રવર્તનનું નિમિત્ત બને. આજ કારણે તેણે ફોજદારી સ્વીકારી હતી. બજે મધુર બંસરી * ૩૯૪ બજે મધુર બંસરી * ૩૯૫

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234