Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 201
________________ તેણે બીજા દિવસે પણ જોરદાર સ્વાગત કરી ‘નગર પ્રવેશ મહોત્સવ' કર્યો અને સાથે સાથે ‘લધુ સંઘ પૂજા' પણ કરી અને તેમાં પણ ૫૬ હજાર ટકા ખરચ્યા. લોકો તેની ઉદારતાના બે મોઢે વખાણ કરવા લાગ્યા. તે તપાગચ્છીય આચાર્યોનો ભક્ત હોવા છતાં સૌનું સન્માન કરતો. એક વખતે મલ્લધાર ગચ્છના આ.શ્રી રત્નશેખરસૂરિને દિલ્હીમાં પોતાના મકાનમાં ઉતાર્યા હતા. આચાર્યશ્રીએ ત્યાં મહણસિંહની વિનંતીથી ચતુર્વિશતિ પ્રબંધ કોશની રચના કરી. (વિ.સં. ૧૪૦૫, જેઠ સુ. ૭) મહણસિંહમાં દાન, સત્ય, શાસનભક્તિ વગેરે અનેક ગુણોનો વાસ થયેલો હતો. ર૦) દેપાલની કમાલ રાતા મહાવીર તીર્થમાં ઉપધાનમાળ વખતે (વિ. સં. ૨૦૩૨) એક મિનિસ્ટર સભામાં જરા આડુંઅવળું બોલેલા, મને તે જ વખતે પ્રતિવાદ કરવાનું મન થયું, પણ વડીલોની હાજરીમાં તો કાંઈ બોલાય નહિ. પછી મેં પૂ. પં. ભદ્રંકર વિ. મ.ને પૂછ્યું : આપણા તરફથી કેમ કાંઈ જવાબ નહિ ? ‘એના વિચારો હતા તે તેણે જણાવ્યા. એ સ્વીકારવા આપણે કાંઈ બંધાયેલા નથી. એમની વાત સમજે, એવા સભામાં કેટલા હતા ? હવે જે વિરોધ કરીએ તો એમની જ વાત વધુ મજબૂત બને. પહેલા કદાચ બે જણા જાણતા હોય, વિરોધ કરીએ તો બધા જ જાણતા થઈ જાય. આપણે જ વિરોધ દ્વારા એની વાતને મજબૂત શા માટે બનાવવી ?” પૂ. પંન્યાસજી મહારાજે આ પ્રમાણે જવાબ ત્યારે આપેલો. આજે પણ આ જવાબ મને બરાબર યાદ છે. એમની આ નીતિ હું પણ અપનાવું છું. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં. ૨૯૨), તા. ૦૭-૧૧-૨000, કા.સુ. ૧૧ પંદરમા સૈકાના પૂર્વાર્ધની ઘટના છે. સલક્ષણપુર (શંખલપુર)માં કોચર શાહ નામના મહાન ધર્મશીલ શેઠ રહે. જીવદયા તો એમની રગેરગમાં વહે. એના હૃદયમાં પરમાત્મા હતા અને એની નાડીઓના ધબકારમાં જગતના સર્વ જીવો પ્રત્યે અપાર મૈત્રી હતી. તે જિનનો ભક્ત અને જીવોનો મિત્ર હતો. તે જીવોને થતું કોઇ પણ પ્રકારનું દુઃખ જોઇ શક્તો નહિ. શંખલપુરની બાજુમાં બહુચરાજીના મંદિરમાં ધર્મના નામે ભયંકર પ્રાણી સંહાર થતો. અંધશ્રદ્ધાળુ લોકો એમ કહેતા કે અહીંના મંદિરના એકવાર સ્વેચ્છાએ કૂકડો મારીને ખાધો... બીજે દી સવારે પેટમાંથી કૂ..ક..ડે કૂ...કૂ...ક............ એવો અવાજ આવવા માંડ્યો. કૂકડો ખાનારા પ્લેચ્છો એવા ડર્યા... એવા ડર્યા... કે ફરીવાર કદી મંદિરમાં પેઠા જ નહિ અને આજે પણ નથી પેસતા. આવી વાતો ચલાવવાથી આમ-જનતામાં એ મંદિરની દેવીનો ખૂબ જ પ્રભાવ ફેલાઇ ગયો. મંદિરના પુરોહિતો ત્યાં બેફામ હિંસા કરતા. બકરા-પાડા વગેરે કેટલીયે જાતના બલિદાનો અપાતા. કોચર શાહ જયારે આવી ભયંકર હિસા-લીલા સાંભળતો – નજરે જોતો ત્યારે અપાર દુઃખ અનુભવતો... આ હિંસા કઈ રીતે અટકાવવી ? અંધશ્રદ્ધાળુ લોકોને દયામય ધર્મના માર્ગે કઇ રીતે લાવવા ? વગેરે પર એ હંમેશા વિચાર કર્યા કરતો. બજે મધુર બંસરી * ૩૯૩ બજે મધુર બંસરી * ૩૯૨

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234