Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 199
________________ (૧૯) મહાન સત્યવાદી મહણસિંહ હું ખોટું કરી રહ્યો છું. પણ શાસ્ત્રમાં અપવાદમાર્ગ પણ હોય છે. એકાંતે કોઇ બાબતમાં વિધિ કે નિષેધ નથી. દ્રવ્ય-ક્ષેત્રાદિને જોઇને તેમાં ગીતાર્થ પુરુષો પરિવર્તન પણ લાવી શકે છે. અત્યારે હું ભીલડીઆ નગર પર મોટું સંકટ જોઇ રહ્યો છું અને તેથી જ પ્રથમ કારતકે વિહાર કરવા હું તૈયાર થયો છું. બાકી તમે જેમ સિદ્ધાંતના ભક્ત છો, તેમ હું પણ સિદ્ધાંતનો ભક્ત છું.” - આચાર્યશ્રીની આવી દલીલોની કોઇ જ અસર સિદ્ધાંતવાદીઓ પર થઇ નહિ. તેઓ પોતાની વાત પર અડગ રહ્યા. વધુમાં તેમને બીજા અગિયાર ગચ્છનાયક આચાર્યોનો ટેકો પણ મળી ગયો હતો. ખરેખર તો તે ગચ્છનાયકોએ જ તેમને આ માટે તૈયાર કરેલા હતા. મહાગીતાર્થ આચાર્યશ્રી સોમપ્રભસૂરિજીએ તો પોતાના નિર્ણય મુજબ પ્રથમ કારતક માસમાં જ વિહાર કર્યો. એમની સાથે એમના કેટલાક ભક્તો પણ ચાલ્યા. થોડે દૂર એક સ્થાને નગર વસાવીને તે બધા જૈનો વસ્યા. એ નગરનું નામ પાડવામાં આવ્યું રાજધન્યપુર (અત્યારનું રાધનપુર). આ બાજુ પાછળથી થોડા જ સમયમાં ત્યાં (ભીલડીઆમાં) ભયંકર આગનો તાંડવ ખેલાયો. નગરના લોકો સહિત અગિયાર ગચ્છનાયક આચાર્ય ભગવંતો પણ તેમાં બળી ગયા. જાનમાલની ભારે ખુવારી થઇ. આમ એક વખતની મહાનગરી આગમાં સાફ થઇ ગઇ. અધૂરામાં પૂરું એના બીજા જ વર્ષે (વિ.સં. ૧૩૫૪) અલ્લાઉદ્દીનનો સેનાપતિ અલફખાન આવી ચડ્યો અને તેણે બેફામ લૂંટ ચલાવી અને નગરીનો સંપૂર્ણ ધ્વંસ કરી નાખ્યો. પંદરમાં સૈકાના પૂર્વાર્ધની ઘટના છે. તે વખતે દિલ્હીનો બાદશાહ હતો : ફિરોજશાહ તઘલખ. ત્યાં મહણસિંહ નામનો મહાન શ્રાવક રહે. અપાર વૈભવ હતો એની પાસે. સમસ્ત દિલ્હીમાં એનું નામ ગાજતું હતું. પણ ઈર્ષાળુઓને આ ગમે ખરું? પોતાનું સુખ એમને એટલું ગમતું નથી જેટલું બીજાનું દુ:ખ એમને ગમે છે. બીજાના દુ:ખમાં રાજી થાય તેનું નામ ઇર્ષાળુ ! ઉનાળામાં જયારે બીજા બધા ઝાડ સૂકાઇ જાય ત્યારે જવાસો ખીલી ઉઠે. ઇર્ષાળુ પણ આવા જ હોય. ગમે તે રીતે મહણસિંહનું કાટલું કાઢવા તેઓ કટિબદ્ધ થઇ ગયા. તેઓએ બાદશાહ પાસે જઇ કાન ભંભેરણી કરી : જહાંપનાહ ! આ મહણસિંહ વાણિયો છે ને ? તે બહુ જ પૈસાદાર છે. લૂંટવા જેવો ખરો. નહિ નહિ તોય પાંચેક લાખ રૂપિયા તો એની પાસે હશે જ. આપ જો ગમે તે બહાને તેને પકડીને તેના પર દંડ કરો તો ખરેખર આપની તિજોરી તર થઇ જશે. આવા વાણિયાને તો લૂંટવા સારા. જેથી માથે ચડી ન બેસે.' બાદશાહે વિરોધીઓની વાત સાંભળી લીધી. બીજે દિવસે મહણસિંહને બાદશાહે પૂછ્યું : ‘તારી પાસે કેટલું ધન છે ?* બજે મધુર બંસરી + ૩૮૮ બજે મધુર બંસરી * ૩૮૯

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234