Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 188
________________ વિદ્વાન એ વાદીને ખાળી શકે તેમ નથી. મારી નજર માત્ર આપનામાં ઠરે છે અને આપે જન્મભૂમિ ખાતર પણ અહીં આવવું જોઇએ. માળવા જો જીતશે તો તેમાં આપની જીત છે અને જો હારશે તો આપની પણ હાર છે. માટે જન્મભૂમિના ગૌરવ ખાતર પણ અહીં પધારશો. મને નારાજ કરશો નહિ.” ભોજરાજાની અતિ આગ્રહભરી વિનંતીથી અને જન્મભૂમિના પ્રેમ ખાતર ધનપાલ ધારામાં આવ્યો. ધનપાલના આગમનની સાથે જ ધારામાં જાણે ચેતનાનો સંચાર થયો. પંડિતોના જીવમાં જીવ આવ્યો. સૌએ પંડિતજીનું આનંદપૂર્વક અભિવાદન કર્યું. રાજસભામાં વાદ શરૂ થયો. કોલાચાર્ય ધર્મપંડિતે મંગલાચરણ કરતાં કહ્યું : "सारस्वते श्रोतसि मे प्लवन्तां, पलालकल्पा धनपालवाच: " ‘મારા વાણી-પ્રવાહમાં ધનપાલની વાણી તણખલાની જેમ તણાઇ જાવ...' આ સાંભળતાં જ ધનપાલ તરત ઊભો થયો અને વળતો ફટકો લગાવ્યો. એનું જ તીર એની સામે ફેંક્યું. એ જ શ્લોકનો જરા જુદી રીતે પદચ્છેદ કર્યો. ‘ધનપ’ કે ધનપતિ રાજન્ ! ‘મે. આવાવ:’ મારી લબાડ વાણી. ‘સારસ્વતે શ્રોતસિ’ સિદ્ધસારસ્વત ધનપાલની વાણીના પ્રવાહમાં ‘પત્તાતત્ત્વા:’ તણખલા જેવી બની, ‘પ્લવન્તામ્’ તણાઇ જાવ. ધનપાલનો આ પહેલો જ ધડાકો સાંભળીને ધર્મપંડિત તો ડઘાઈ જ ગયો. બજે મધુર બંસરી * ૩૬૬ પછી શાસ્ત્રાર્થ શરૂ થયો. જોત-જોતામાં ધનપાલે ધર્મપંડિતને જીતી લીધો. પાણીના જબરજસ્ત પ્રવાહમાં તણખલાને તણાતાં વાર કેટલી ? સિદ્ધસારસ્વત... કૂચલ સરસ્વતી પંડિતવર્ય શ્રી ધનપાલનો જય હો... જય હો... જય હો...ના નારાથી ભોજરાજાની આખી સભા ગાજી ઊઠી. વિદ્વાનોએ ધનપાલના કંઠમાં વિજયમાળા પહેરાવી. ધર્મપંડિતનો ચહેરો પરાજયથી કાળો ભઠ્ઠ થઇ ગયો. ઝંખવાણા પડી ગયેલા ધર્મપંડિતને જોઇ ધનપાલને દયા આવી. કારણ કે તે જેમ ભગવાનનો ભક્ત હતો, તેમ જીવોનો પણ પરમ મિત્ર હતો. કોઇનું દુઃખ તે જોઇ શકતો નહિ. આથી જ વિજયના મદથી છકી જઇ પરાજિત વાદી પર કાદવ ઊછાળે તેવો ઉન્માદ તો ધનપાલને ન હતો... પણ ઉલ્ટું હારી ગયેલા પર તેને અપાર સહાનુભૂતિ હતી... ધનપાલે ભોજરાજાને કહ્યું : રાજન્ ! ભલે આ ધર્મપંડિત હારી ગયો. પણ આપણી સભામાંથી કોઇ નારાજ થઇને ન જવો જોઇએ. આપણે તેને કાંઇક આપવું જ જોઇએ અને તેની વિદ્વત્તાની યોગ્ય કદર કરવી જ જોઇએ. ધનપાલની પ્રેરણાથી રાજાએ તેને એક લાખ દ્રમ્પનું દાન કર્યું. ધર્મપંડિતે આખરે કહ્યું : ખરેખર ધનપાલ જેવો પંડિત મેં ક્યાંય જોયો નથી. એની વિદ્વત્તા, વાદ-શક્તિ વગેરે અજોડ છે. એ સાચે જ ‘સિદ્ધ સારસ્વત' છે. ધનપાલે કહ્યું : પંડિતજી ! બહુરત્ના વસુંધરા. આ ધરતી પર તો અનેક નરરત્નો છૂપાયેલાં છે. આ પૃથ્વી પર જો કોઇ માણસ પોતાને જ મહાન ગણતો હોય તો તે મૂર્ખાઓના સ્વર્ગમાં વસે છે. મારામાં તમને અજોડ પાંડિત્ય દેખાયું ? પણ સાચું પાંડિત્ય જોવું હોય તો જાવ પાટણમાં શાંતિસૂરિજી મહારાજ પાસે. તેમને મળશો તો ખ્યાલ આવશે કે પાંડિત્ય કોને કહેવાય ? બજે મધુર બંસરી * ૩૬૭

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234