Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 193
________________ કુમારપાળને આ વાત વજૂદવાળી લાગી. તેમણે નમ્રતાપૂર્વક તે મહાત્માને નગર છોડી જવા જણાવ્યું. તે મહાત્માએ રાજાને કહેવડાવ્યું કે મારે વ્યાખ્યાનમાં મંત્રાધિરાજ શ્રી નવકારના પાંચ પદોનાં વર્ણન ચાલે છે. જો તમે સંમતિ આપો તો હું વર્ણન પૂરું કર્યા પછી વિહાર કરું. મહામના મહારાજાએ સંમતિ આપી દીધી. મહારાજાને એમ કે ૫-૧૫ દિવસમાં વર્ણન પૂરું થશે અને મહાત્મા વિહાર કરશે, પણ આ વિદ્વાન મહાત્માએ પાંચ પદો પર ૧-૨ વર્ષ સુધી નહિ, પણ લગાતાર ૧૬ વર્ષ સુધી વ્યાખ્યાન આપ્યા કર્યું. તો પણ વચન-બદ્ધ કુમારપાળ મહારાજા જરા પણ અકળાયા નહિ... અને તે મહાત્મા પર લવલેશ પણ ગુસ્સો કર્યો નહિ. કેવા હશે પ્રતિજ્ઞા-પાલક મહારાજા ? પ્રતિજ્ઞાપાલક કુમારપાળ અમે નાના હતા, ત્યારે ફલોદીમાં ઈલેક્ટ્રીક નહોતી. દરેક શેરીમાં ફાનસની વ્યવસ્થા હતી. માણસો આવીને રોજ સાંજે ફાનસ સળગાવી જય. દીવો કિસ્સોથી પ્રકાશ ફેલાવે, તેમ ભગવાન દેશનારૂપી કિરશ્નોથી પ્રકાશ ફેલાવે છે. - કહે કલાપૂર્ણસૂરિ-૪, તા. ૩૦-૦૯-૨૦૦૦ પાટણ નગરી ધર્મપુરી હતી. કુમારપાળના વખતમાં લોકોની ધાર્મિકતા સોળે કળાએ ખીલી ઊઠી હતી. ધાર્મિક પુરુષોમાં ક્યારેક ચર્ચા પણ ચાલતી હતી અને ચર્ચા જ્યારે અતિ ઉગ્રતાનું રૂપ લઇ લેતી ત્યારે મરચા પણ ખરતા હતા અને આગળ વધતાં ક્યારેક ધાર્મિક ચર્ચા સંઘર્ષનું રૂપ પણ લેતી હતી અને એના કારણે જૈનોની એકતામાં પણ ગંભીર ફટકો પહોંચતો હતો. એક વખતે વાત બહુ આગળ વધી ગઇ. કોઇ ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ લીધું અને સંઘની એકતા જોખમાઇ. મહારાજા કુમારપાળને લાગ્યું કે આ એકતા તૂટી જાય તે ઠીક નથી. જો આમ સંઘર્ષો ચાલ્યા કરશે તો સંઘને ભારે નુકશાની વેઠવી પડશે. ગમે તે રીતે સંગઠન તો જળવાઇ જ રહેવું જોઇએ. આથી સમસ્ત સંઘને બોલાવવામાં આવ્યો અને એમાં સંગઠન ન તૂટે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. તેમાં કોઇએ સલાહ આપી. “અમુક મહાત્મા જયાં સુધી આપણા નગરમાં છે, ત્યાં સુધી સંગઠન કદી શક્ય જ નથી. કારણ કે એ મહાત્મા બોલવામાં એટલા કાબેલ છે કે ભલભલા લોકો પણ એનાથી અંજાઇ જાય છે અને આ વિદ્વાન મહાત્મા સંઘમાં કોઇને કોઇ મુદ્દો લાવીને વિવાદનો વંટોળ ચાલુ જ રાખતા હોય છે. આથી જો આપણી સંગઠનની વ્યવસ્થા મજબૂત બનાવવી હોય તો એ મહાત્માને નગરમાંથી વિદાય આપવી પડે. બજે મધુર બંસરી * ૩૭૬ આપણે બધા ભણવાની પાછળ પડી ગયા, જ્ઞાનાવરણીયના સૂર્યોપશમ માટે મંડી પડ્યા, પણ માત્ર એટલાથી શું થશે ? મોહનીય કર્મ પર ફટકો નહિ પડે ત્યાં સુધી કાંઈ નહિ વળે... હું ભક્તિ ઉપર એટલે જ જોર આપું છું, ભક્તિ જ એવું વજ છે, જેથી મોહનો પર્વત ચૂર ચૂર થઈ જાય. ભક્તિથી તમે ‘સદાગમ'ના ઉપાસક બનો છો. સદાગમનો ઉપાંસ કોને મોટું કાંઈ ન કરી શકે. મારી પાસે તો આવી જ વાતો હોય. તમને ગમે તેવું બોલવું એવું હું શીખ્યો નથી. સંખ્યા ઘટી જાય તેની ચિંતા નથી. - કહો કલાપૂર્ણસૂરિ-૪ (પ.નં. ૧૯૪), તા. ૧૯-૧૦-૨000, અt. . બજે મધુર બંસરી * ૩૭૭

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234