________________
ગમાં અને અણગમા પર વિજય મેળવવો એ જ ખરી સાધના છે. જેમણે એ વિજય મેળવ્યો તેઓ પામી ગયા, બીજા હારી ગયા.
દમદત મુનિને કૌરવોએ ગાળો આપી, પાંડવોએ સ્તુતિ કરી, પણ દમદત મુનિ ન કૌરવો પર નારાજ થયા, ન પાંડવો પર રાજી થયા.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ દુર્મુખ દ્વારા પોતાની નિંદા સાંભળીને નારાજ થયા. એવા રૌદ્રધ્યાને ચડ્યા કે સાતમી નરક સુધી પહોંચી શકાય તેવા કર્મો બાંધી લીધા. એ તો સારું થયું કે પછીથી મનઃસ્થિતિ સંભાળી લીધી અને કેવળજ્ઞાન મેળવી લીધું. પણ એક વખત તો કર્મ બાંધ્યા જ.
ગમાં અને અણગમા પર વિજય મેળવવો મહર્ષિઓ માટે પણ મુશ્કેલ છે. કારણ કે અનાદિકાળથી આપણા આત્માને સુખનો તીવ્ર રાગ છે અને દુ:ખનો તીવ્ર દ્વેષ છે. આથી અનુકુળતામાં આનંદ અને પ્રતિકૂળતામાં દ્વેષ આપણા માટે જન્મજાત છે. આ કારણે જ આપણે આત્માના આનંદને પ્રાપ્ત કરી શકતા નથી. આત્માનો આનંદ ગમા અને અણગમાથી પર છે. જ્યાં સુધી ચિત્તમાં ‘આ ગમે છે' ‘આ નથી ગમતું” એવી લાગણીઓ ઊડ્યા કરશે ત્યાં સુધી આત્માનંદની ઝલક મળી શકવાની નથી. ચિત્તના સરોવરમાં આ જ તરંગો છે. આ વૃત્તિઓના તરંગો શાંત પડે ત્યારે અંદર પડેલું આનંદનું મોતી દેખાય છે.
કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધિવેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દષ્ટિ સ્થિર મેલ રે.
એમ ઉપા. યશોવિજયજીએ કહ્યું છે. કર્મની કલ્પના તે ગમાઅણગમાની કલ્પના છે. આ સંકલ્પ-વિકલ્પના તરંગો એકધારા અંદર ઊછળી રહ્યા છે. જે ક્ષણે એ શાંત થાય તે જ ક્ષણે આત્મસ્વરૂપના દર્શન થાય. ઉપા.મ. કહે છે કે તે ક્ષણે તું ત્યાં નજર કર. એ ક્ષણને ઝડપી લે. તું ધન્ય બની જઇશ.
આત્મસાધકે એ ધન્ય ક્ષણની પ્રાપ્તિ માટે લોકસ્તુતિ કે લોકનિંદા - આ બંને દોષોથી બચવું પડશે.
સામાન્ય લોકો લોક-અભિપ્રાય પ્રમાણે ચાલનારા હોય છે. બીજાઓ તરફથી સારો અભિપ્રાય મળે તો પોતાને ‘સુખી’ માની લેતા હોય છે; ખરેખર સુખી ન હોવા છતાંય. બીજાઓ તરફથી ખરાબ અભિપ્રાય મળે તો પોતાને દુ:ખી માની લેતા હોય છે; ખરેખર દુ:ખી ન હોવા છતાંય.
પોતાના દરેક કાર્યની પાછળ એ જુએ છે : આમાં લોકો નારાજ તો નહિ થાય ને ? લોકો મારી ટીકા તો નહિ કરે ને ! તેઓ લોકોથી સતત ડરતા રહે છે.
આ જ લોકસંજ્ઞા છે. આ જ લોકેષણા છે. સાધક માટે આ બહુ મોટું વિઘ્ન છે.
ત્રણ પ્રકારની એષણાઓ સંસારી જીવોને હોય છે : (૧) વિક્વેષણા : ધનની ઇચ્છા (૨) પુષણા : પુત્રની ઇચ્છા (૩) લોકેષણા : લોકસંગ્રહની ઇચ્છા, લોકોમાં પ્રિય બનવાની ઇચ્છા
વિક્વેષણા અને પુત્રષણાના ત્યાગ પછી પણ લોકેષણાનો ત્યાગ કરવો મુશ્કેલ હોય છે. જે એમ કરી શકે તે જ સત્ય માર્ગનો રાહી બની શકે.
તમે જો ખરેખર આત્મસાક્ષાત્કાર કરવા માંગતા હો તો લોકોની બહુ પરવા (નફફટ થઈને ખરાબ કામ કરવા, લોકોની પરવા ન કરવી, એવો આશય નથી.) કરવા જેવી નથી. લોકો ભૌતિકતાના પ્રેમી છે. તમારી આધ્યાત્મિકતાની જીવન-પદ્ધતિ એમને ન ગમે તે સ્વાભાવિક છે, પણ એમની નારાજગીથી તમે અકળાઈ ઊઠશો નહિ.
લગભગ આખું નગર પોતાની નિંદા કરતું હતું ત્યારે પણ મયણા અકળાઇ હોતી, લોકનિંદાથી તેણે જરાય ગુસ્સો કર્યો જોતો. સાચે જ મયણાએ લોકેષણા ઉપર વિજય મેળવ્યો હતો.
ઉપદેશધારા * ૨૦૮
ઉપદેશધારા + ૨૦૯