________________
પૂ. ઉપા. શ્રી યશોવિજયજીની સાધકને ૨૯ શિખામણ
ध्येयात्मबोधनिष्ठा२४ सर्वत्रैवागमः पुरस्कार्य:२५ । त्यक्तव्याः कुविकल्पा:२६ स्थेयं वद्धानवत्त्या च२७ ॥ ६ ॥ “साक्षात्कार्य तत्त्वं चिद्रूपानंदमेदुरैर्भाव्यम् । हितकारी ज्ञानवतामनुभववेद्यः प्रकारोऽयम् ।। ७ ।।
- અધ્યાત્મસાર (આત્માનુભવાધિકાર ૨૦) પૂજય ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આત્મસાધકોને માર્ગદર્શન આપવા અધ્યાત્મસાર નામના અદ્ભુત ગ્રંથની રચના કરી છે. તેમાં આત્માનુભવ નામના વીસમા અધિકારના અંતે ઉપાધ્યાયજીએ આત્મસાક્ષાત્કાર કરી માનવ-જીવન સફળ બનાવવા માંગતા સાધકોને બહુ જ સુંદર હિતશિક્ષા આપી છે, જે જીવનમાં ઉતારવા જેવી છે. અહીં જે જે હિતશિક્ષા (પ્રાયઃ ૨૯ જેટલી છે) આપી છે તે બધી જ પૂ. ઉપાધ્યાયજીએ જીવનના અનુભવથી આપી છે. અહીં કોઇ વાણી-વિલાસ નથી, સ્વાનુભવનો રણકાર છે, જે સીધો જ આપણા હૃદયને સ્પર્શે છે.
આપણે હિતશિક્ષાના મુદ્દાઓ પર ક્રમશઃ વિચારીએ.
-: ચિંતન :
અધ્યાત્મયોગી પૂજ્ય આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.
-: આલેખન :પંન્યાસ મુક્તિચન્દ્રવિજય ગણિ / પંન્યાસ મુનિચન્દ્રવિજય ગણિ
निन्द्यो न कोऽपि लोके' पापिष्ठेष्वपि भवस्थितिश्चिन्त्या' । पूज्या गुणगरिमाढ्या धार्यों रागो गणलवेऽपि ॥ १ ॥ ग्राह्यं हितमपि बाला'दालापैर्दुर्जनस्य न द्वेष्यम् । વ્યt Oા ૨ પરીણા, પાશા વ્ર સંસામાં જ્ઞયા:* || ૨ | स्तुत्या स्मयो न कार्य: कोपोऽपि च निन्दया जनैः कृतया । सेव्या धर्माचार्या"स्तत्त्वं जिज्ञासनीयं च१२ ॥ ३ ॥ शौच स्थैर्यम"दम्भो५ वैराग्यं चात्मनिग्रह: कार्य:१० । दृश्या भवगतदोषाश्चिन्त्यं देहादिवैरूप्यम्" ।। ४ ।। भक्तिर्भगवति धार्या२०, सेव्यो देशः सदा विविक्तश्च२९ । स्थातव्यं सम्यक्त्वे२२, विश्वायो न प्रमादरिपुः ॥ ५ ॥
ભગવાન માત્ર માર્ગદાતા જ નથી, માર્ગ પણ છે. સમજ્યા ? ભગવાન સ્વયં માર્ગ છે. એમના માધ્યમથી જ મોક્ષે જઈ શકાય ! આનો અર્થ એ થયો કે ભગવાન કેવળ ઉપાય દર્શક નથી, પણ સ્વયં ઉપાયરૂપ છે. માત્ર ઉકેલ દર્શક નથી, પણ સ્વયં ઉકેલ છે. બધી સમસ્યાઓનું સમાધાન, બધી મુશ્કેલીઓના ઉપાયો, બધી મૂંઝવણોના ઉકેલો... પ્રભુ મળતાં મળી જાય છે. પ્રભુ માત્ર આ જગતનું ઉચ્ચતમ સમાધાન છે. પ્રભુ નહિ મળે ત્યાં સુધી આપણે બેચેન અને મુંઝાયેલા જ રહેવાના.
- કહે કલાપૂર્ણસૂરિ
ઉપદેશધારા * ૧૬૮
ઉપદેશધારા + ૧૬૯