________________
ગણવામાં આવે છે. માળાઓ ગણતી વખતે મૌન તો જોઇએ જ. મૌન રાખ્યા વિના માળા શી રીતે ગણાય ? તદુપરાંત મૌનનો નૈયિક અર્થ થાય છે : પુદ્ગલભાવોમાં પ્રવૃત્તિ ન કરવી. આવો ઊંચો અર્થ કદાચ આપણે આપણા જીવનમાં ન ઉતારી શકીએ, પણ સામાન્ય અર્થ તો ઉતારી શકીએને ?
વચનના વેડફાટના કારણે આપણો કેટલો અમૂલ્ય સમય વેડફાઇ જાય છે ? આપણી કેટલી શક્તિઓ વ્યર્થ વેરાઇ જાય છે? સંબંધો કેવા બગડે છે ? આ બધા પર જો આપણે વિચારીએ તો ‘મૌનં સર્વાર્થ સાધનમ્’નું સૂત્ર આત્મસાત્ કર્યા વગર ન રહીએ.
‘જીભ જીતી તેણે જગત જીત્યું' એ કહેવતમાં માત્ર ભોજનનિયંત્રણની વાત નથી, વચન-નિયંત્રણની પણ વાત છે. બે આંખ, બે કાન, નાકના બે છિદ્ર આ બધા બબ્બે હોવા છતાં કામ એક જ કરે છે, જ્યારે જીભ એક હોવા છતાં કામ બે કરે છે. બંને કાર્યો મહત્ત્વના છે. બંનેમાં માણસ નિયંત્રણ નથી રાખી શકતો, એટલે ઘણી બધી આપત્તિઓ ઊભી કરી બેસે છે. માણસ ખાવામાં ભાન નથી રાખતો એટલે પેટ બગડે છે, રોગોને આમંત્રણ આપે છે. ફલતઃ એને ડૉકટરના શરણે જવું પડે છે. માણસ બોલવામાં ભાન નથી રાખતો, એટલે ઝગડો ઊભો કરી બેસે છે. ઝગડાનું સ્વરૂપ આગળ વધતાં વકીલના શરણે જવું પડે છે. ડૉકટર અને વકીલ આ બંનેનો ધંધો જીભના કારણે ચાલે છે ! બંનેને પેદા કરનાર જીભ છે, એમ કહીએ તો પણ કદાચ અતિશયોક્તિ નહિ ગણાય.
રામાયણ અને મહાભારત પણ જીભનાં જ સર્જનો છે. કૈકેયીની જીભે રામાયણનું સર્જન કર્યું. તો દ્રૌપદીની જીભે (‘આંધળાના દીકરા આંધળા જ હોય ને !' દ્રૌપદીના આ વાક્યે દુર્યોધનના હૃદયમાં આગ લગાડી હતી.) મહાભારતનું સર્જન કર્યું છે. ઘર-ઘરમાં ચાલતા રામાયણો અને મહાભારતોનું મૂળ પણ આ
ઉપદેશધારા * ૧૪૬
જીભ જ છે, એમ જો સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરશું, તો લાગ્યા વિના નહિ રહે. જીભના મહત્ત્વના બે કાર્યોમાં પણ વધુ મહત્ત્વનું કાર્ય બોલવાનું છે. કારણ કે માણસ ખાવામાં ભાન ન રાખે, તો ફક્ત એને જ નુકશાન થાય, પણ બોલવામાં ભાન ન રાખે, તો બીજાને પણ નુકશાન થાય. શરીરનો વ્યવહાર ભોજન સાથે સંકળાયેલો છે, જ્યારે જગત સાથેનો વ્યવહાર વચનો સાથે સંકળાયેલો છે. શરીરને થયેલા નુકશાન માટે હજુ દવાઓ છે, પણ આપણા વચનના ઘાથી સામાના હૃદયને જે ઘા વાગ્યો, એને રૂઝવવાની કોઇ દવા નથી.
અધબોલ્યા બોલડે, થોડે અબોલડે, પોચા શા હૈયાને પીંજવામાં વાર શી ? માનવીના હૈયાને નંદવામાં વાર શી ?
વચનના તીરોથી ન જાણે આપણે કેટલા હૃદયોમાં તિરાડ પાડતા હોઇશું ? કેટલાની સાથે સંબંધો બગાડતા હોઇશું ? કેટલી શક્તિઓનો વેડફાટ કરતા હોઇશું ? ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે, વધુ બોલીશું, તો વધુ પ્રિય બનીશું, વધુ નામ કમાઇશું, પણ આવા માણસો તો બોલીને ‘બોળી’ નાખતા હોય છે ! વધુ બોલવાથી વધુ સન્માન મળે છે, એ વાત સાચી નથી, કદાચ સન્માન ઘટે છે, એ વાત સાચી હશે !
ઘરેણાના બોક્ષમાં ઝાંઝરે બોલવાનું શરૂ કર્યું : રૂમઝૂમ... રૂમઝૂમ... વાહ ! મારો કેટલો મીઠો અવાજ ! અરે હાર ! તું મૌન કેમ છે ? જરા બોલે તો ખરો. પણ હાર ક્યાંથી બોલે ? બોલતાં આવડે તો બોલ ને ? સાવ બોધો છે બોધો ! અને ઓ મુગટ ! તું પણ કેમ ચૂપ છે ? તનેય બોલતાં નથી આવડતું ? ક્યાંથી આવડે ? સંગ તેવો રંગ ! આખરે તું હારની પાસે બેસે છે ને ? બંનેના મોંમાં મગ ભર્યા છે ! બોલ્યા વગર આ જગતમાં કોઇની કિંમત નથી. એ ભૂલતા નહિ. બોલે તેના બોર વેચાય ! ઝાંઝરે ઘણા મેણાંટોણાં માર્યા, પણ મુગટ ન બોલ્યો, તે ન જ બોલ્યો. હારે થોડોક
ઉપદેશધારા * ૧૪૭