________________
મહિના સુધી દર મહિનાની સુદ અગિયારસની આરાધના કર. આ આરાધનામાં મૌનપૂર્વક ઉપવાસ કરીને તીર્થંકરદેવોના કલ્યાણકોની આરાધના કરવાની હોય છે. બીજા દિવસે જિનાલયમાં જઇને નૈવેદ્યપૂજા, જ્ઞાનની પૂજા કરીને સાધુ મહારાજને વહોરાવીને પછી પારણું કરવાનું હોય છે.
મુનિ ભગવંતની આ વાણી શુરના હૃદયમાં આરસમાં અંકિત અક્ષરોની જેમ કોતરાઇ ગઇ. સ્વાતિ નક્ષત્ર જેવા અનુકૂળ સમયમાં મુનિ-મેઘના મુખમાંથી વરસેલું વાણીનું પાણી ખરેખર એના હૃદયની છીપમાં મોતી બની ગયું. શ્રાવક શૂરે તરત જ મૌન એકાદશીની આરાધનાની પ્રતિજ્ઞા લઇ લીધી.
‘મર્થ શાસ્ત્રમ્' શુભ કામ કરવું હોય તો તાત્કાલિક કરી લેવું જોઇએ. પછીનો કોઇ ભરોસો નહિ. કારણ કે પછી ઉત્સાહ ક્યારે ચાલ્યો જાય, તે કાંઇ કહેવાય નહિ. આ વાત તે સારી રીતે સમજતો હતો. આથી ડાહ્યા માણસો હંમેશા ધર્મના કાર્યો તાત્કાલિક કરી લેતા હોય છે અને પાપના કાર્યોમાં વિલંબ કરતા રહે છે. અગિયાર વર્ષ અને અગિયાર મહિના પછી તપ પૂરો થતાં શ્રાવક શુરે પરમાત્મ ભક્તિનો જબરદસ્ત મહોત્સવ કર્યો. અંતે સમાધિથી મૃત્યુ પામીને શૂરા શેઠ અગિયારમા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા . - શ્રીપાળના જીવનમાં જેમ નવનો આંકડો જોડાયેલો જોવા મળે છે, તેમ શુર શેઠના જીવનમાં અગિયારનો આંકડો જોવા મળશે. આ વાત એમ બતાવે છે કે, જેની સાથે આપણે પ્રેમ કરીએ છીએ, તદનુકૂળ સામગ્રી કુદરતી રીતે આપણને મળતી રહે છે. શ્રીપાળને નવ પત્નીઓ, નવ દેશનું રાજય, નવમા દેવલોકમાં ગમન વગેરે મળ્યું, તેમ અહીં અગિયાર-અગિયાર મળશે. શૂર શેઠનો જીવ અગિયારમા દેવલોકથી ચ્યવીને આ ભરતક્ષેત્રની શૌરીપુરી નગરીમાં સમુદ્રદત્ત અને પ્રીતિમતિ નામના શેઠ-શેઠાણીને ત્યાં પુત્રરૂપે જન્મ્યો.
એનું નામ “સુવ્રત' રાખવામાં આવ્યું. કારણ કે જયારે એ ગર્ભમાં હતો, ત્યારે એની માતાને વ્રત લેવાની ઇચ્છા થઇ આવી હતી. પૂર્વભવમાં બાળકે જેની તીવ્ર ભાવપૂર્વક આરાધના કરી હોય, તેની અસર માતા પર પણ પડતી હોય છે. આથી જ તીર્થકર આદિ ઉત્તમ પુરુષો જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે માતાને ઉત્તમ મનોરથો ઉત્પન્ન થાય છે, દુષ્ટ જીવ ગર્ભમાં આવે છે, ત્યારે માતાને દુષ્ટ મનોરથો પેદા થાય છે. માતાને કયા પ્રકારની ઇચ્છા થાય છે ? તેની ઉપરથી બાળક કેવું થશે ? તે જાણી શકાય છે. માતાની તે વખતની ઇચ્છાઓ તે બાળકના ભૂતકાળની સૂચના છે અને ભાવિનો સંકેત છે.
પુત્ર-જન્મ થતાંની સાથે જ પિતા સમુદ્રદત્તને ધરતીમાંથી ૧૧ ક્રોડ સોનૈયાનો ખજાનો મળ્યો. સાચે જ પુણ્યશાળીના પગલે-પગલે નિધાન હોય છે. બાળપણમાં અનેક પ્રકારની કળાઓ શીખીને સુવ્રત શિક્ષિત અને સંસ્કારી બન્યો. યૌવન અવસ્થામાં અગિયાર કન્યાઓ સાથે તેના લગ્ન થયાં. એકાદશીની આરાધનાના પ્રભાવે એનો અગિયારના અંક સાથે સંબંધ જોડાતો ગયો.
એક દિવસ શૌરીપુરીમાં ધર્મઘોષ નામના મુનિ ભગવંત પધાર્યા. પરિવાર સહિત સુવ્રત શેઠ ધર્મ-દેશના સાંભળવા તેમની પાસે ગયા. દેશનામાં મુનિ ભગવંતે મૌન એકાદશીનું વર્ણન કર્યું. આ સાંભળતાં જ સુવ્રત શેઠ મૂચ્છિત અવસ્થામાં સરી પડ્યા. તેમને પૂર્વ ભવમાં કરેલી મૌન એકાદશીની આરાધના યાદ આવી ગઈ, જાતિસ્મરણ જ્ઞાન થયું.
જેના અનુરાગ પૂર્વક ગાઢ સંસ્કાર પાડેલા હોય તે જન્માંતરમાં પણ સ્ટેજ નિમિત્ત મળતાં જ જાગૃત થઇ આવે છે. પૂર્વજન્મ નજર સામે દેખાતાં જ ‘હું અગિયારમા દેવલોકે શા માટે ગયો ? અગિયાર કરોડ સોનૈયા શા માટે મળ્યા ? અગિયાર પત્નીઓ શા માટે મળી ? આવા અનેક પ્રશ્નોના તેમને જવાબ મળી ગયા. મૌન એકાદશીની
ઉપદેશધારી * ૧૫૬
ઉપદેશધારા * ૧૫૭