________________
શું ? આવું કહેનારો માણસ જાણે એમ કહેવા માંગે છે : હું તો સત્યવાદી હરિશ્ચંદ્ર છું !
- જ્ઞાનીઓ કહે છે કે જે સાચું છે, તે બધું કહેવાનું નથી, પણ આપણે જે બોલીએ તે સાચું હોવું જોઇએ. તમારી સાચી વાત પણ સામાને પીડાદાયક લાગે તો કહેવી ન જોઇએ. આથી જ શાસ્ત્રમાં ચોરને ચોર, આંધળાને આંધળો, કાણાને કાણો કે હીજડાને હીજડો કહેવાની ના પાડવામાં આવી છે. કોઈ ગુજરાતી કવિએ કહ્યું છે :
કાણાને કાણો કહીએ તો કડવા લાગે વેણ; ધીરે રહીને પૂછીએ, ભાઈ ! શીદ ગુમાવ્યા નેણ ?
સાચી વાત પણ જયારે કડવી બની જાય ત્યારે ખરેખર તે સાચી રહેતી જ નથી, ખોટી જ બની જાય છે. એનાથી બોલનારને પણ નુકશાન જ થાય છે. કાણાને કાણો કહીને બોલાવીએ, તો એ આપણું કામ કરી આપશે ? અરે ! કદાચ કરી આપવાનો હશે તોય નહિ કરે.
અરે ! બાઈ બાડી, છાસ દેજે જાડી' એક બેને બૂમ પાડીને કહ્યું. તરત જ પેલીએ જવાબ વાળ્યો : જેવી તાણી વાણી, એવું નાખ્યું પાણી.
એક દિયરે કહ્યું : કાણી ભાભી પાણી લાઓ ! ત્યારે પેલીએ રીસમાં કહ્યું : કુત્તે કો દંગી, લેકિન તુઝે નહિ.
ચાલાક દિયરે થોડીવાર પછી વાણીમાં મીઠાશ લાવીને કહ્યું : રાણી ભાભી ! પાણી લાઓ. પેલીએ રાજીરેડ થઇને કહ્યું : અબ તો પાની હી નહીં, શરબત પીલાઉંગી.
આ છે વાણીની મીઠાશનો પ્રભાવ ! આપણા શબ્દો માત્ર સાચા હોય તેટલું જ બસ નથી, મીઠા પણ હોવા જોઇએ, સામાને કાનમાં વાગે એવા તો ન જ જોઇએ. એટલે જ શિષ્ટ પુરુષો આંધળાને આંધળો નહિ, પણ સૂરદાસ કે પ્રજ્ઞાચક્ષુ કહે છે. જાટને ચૌધરી, હજામને નાઇ તેમજ ઢેઢને હરિજન કહે છે.
શબ્દોને પણ યથાયોગ્ય વાપરવાની બહુ મોટી કળા છે. ગમે ત્યાં ગમે તે શબ્દ ન વપરાય, સમાનાર્થક શબ્દ પણ ન વપરાય, ‘જિન તેરે ચરણ કી શરણ ગ્રહું’ એના સ્થાને ‘જિન તેરે પગ કી શરણ ગ્રહું” બોલાય ? ચરણ અને પગ એક જ અર્થને કહેનારા છે, છતાં ન વપરાય, કુંભ સ્થાપનાની જગ્યાએ ઘડાસ્થાપના ન કહેવાય, કુંભ અને ઘડો બંને પર્યાયવાચી શબ્દો છે છતાંય ! અરે, ભગવાનનું નામ પણ ગમે ત્યાં, ગમે ત્યારે નથી લેવાતું. કોઇને ત્યાં લગ્ન ચાલતા હોય ને તેમ ત્યાં બોલો : રામ-નામ સત્ત હૈ, રામ-નામ સત્ત હૈ તો શું થશે ? તમારે ઊભી પૂંછડીએ ભાગવું પડશે. કહ્યું છે કે,
સમય વિના શોભે નહિ, પરમાત્માનું નામ, વિવાહ-ટાણે ગણપતિ ને મરવા ટાણે રામ, સાચે જ શબ્દોનો સમ્યગુ પ્રયોગ કરવો એ ઘણી મોટી કળા છે.
सम्यग् ज्ञातः एकः शब्दः स्वर्गलोके कामधुग् भवति सारी રીતે જાણેલો એક જ શબ્દ પરલોકમાં ઇચ્છિત-પ્રદ બને છે, એમ હિન્દુશાસ્ત્રોમાં કહેલું છે.
સમસ્ત પ્રાણીસૃષ્ટિમાં માણસ જ માત્ર એવો છે, જેને શબ્દો મળ્યા છે. બીજા બધા પાસે વાણી છે, ધ્વનિ છે, પણ શબ્દો અને વાક્યો તો એક માત્ર માણસને જ મળ્યા છે. ગાય, ઘોડો, ગધેડો, કાગડો કે કોયલ એક જ રીતે બોલ્યા કરે છે, પણ માણસ ધારે તો કોયલ જેવું પણ બોલી શકે અને કાગડા જેવું પણ બોલી શકે. વાક્યો અને પેરેગ્રાફો મુજબ વિભાગવાર બોલવું માત્ર માણસની મોનોપોલી છે. માણસ પાસે શબ્દો છે, એમાંથી તે ગાળ પણ પેદા કરી શકે અને ગીત પણ પેદા કરી શકે. શું કરવું તે એના હાથની વાત છે. ગાળોમાં, કડવાશમાં વાપરીને શબ્દોનો દુરૂપયોગ શા માટે કરવો ? ગીતમાં, મીઠાશમાં વાપરીને શબ્દોનો સદુપયોગ શા માટે ન કરવો ?
ઉપદેશધારા * ૧૫૨
ઉપદેશધારા * ૧૫૩