________________
સંસારમાં જેમ દુ:ખ છે તેમ દુ:ખનાશના ઉપાયો પણ છે. ચાલો... ટૂંકમાં જોઇએ : દુઃખ-નાશ માટે કોણ કેવા ઉપાયો બતાવે છે.
સ્થાનાંગ સૂત્રમાં ભગવાન શ્રી મહાવીરદેવ કહે છે : से णं भंते दुक्खे कहं भेइज्जति ? अप्पमाएण. ભગવન્!દુઃખનું ભેદન કઇ રીતે થાય? ‘પ્રમાદનો ત્યાગ કરવાથી.’
- ઠાણંગ, ૭-૨ પાતંજલ યોગ દર્શનમાં પતંજલિ પણ લગભગ આજ વાત કરે છે : विद्यातपोभ्यां क्लेशहानिः
વિદ્યા અને તપથી (અપ્રમાદ વિના વિદ્યા અને તપ થઇ શકતા નથી) દુ:ખનો નાશ થાય છે.
- યોગસૂત્ર
હા... કોઈ-કોઈ લોકો જાણી જોઇને પોતાની આંખ બંધ કરી દે છે. મૂર્ખ માણસ જ પોતાના દુ:ખો પર રડે છે ને બુમો પાડે છે.
- મૈક્સિમ ગોર્કી અહીં દુ:ખની જે પ્રશંસા કરવામાં આવી છે, તે કયા પ્રકારનું દુ:ખ છે ? એ પણ જાણી લેવાની જરૂર છે. પરિસ્થિતિ-જન્ય દુઃખની અહીં વાત છે, મનઃસ્થિતિજન્ય દુ:ખની વાત નથી. કેટલાકની મનઃસ્થિતિ જ એટલા દોષોથી ભરેલી હોય છે કે એ સતત દુ:ખી જ રહ્યા કરે. આવા દુ:ખીઓને બ્રહ્મા પણ સુખી ન બનાવી શકે. પોતાના દોષોથી દુઃખી થાય તેને કોણ સુખી બનાવી શકે ?
હિતોપદેશમાં છ જણને નિત્ય દુ:ખી કહેલા છે : ईर्ष्या, घृर्णी त्वसन्तुष्टः, क्रोधनो नित्यशङ्कितः । परभाग्योपजीवी च, षडेते नित्यदुःखिता ॥
‘ઇર્ષાળુ, ધૃણા કરનાર, અસંતોષી, ક્રોધી, સદા શંકાશીલ, બીજાના ભાગ્યથી જીવનાર - આ છ સદા માટે દુ:ખી રહે છે.”
- હિતોપદેશ (૧/૨૫) એક સ્થળે કહ્યું છે : अनालोच्य व्ययं कर्ता, अनाथः कलहप्रियः । आतुरः सर्वकार्येषु, नरो दुःखैर्नियुज्यते ॥
‘વિચાર કર્યા વિના ખર્ચ કરનાર, અનાથ, ઝઘડાખોર અને બધા કામોમાં ઉતાવળ કરનાર માણસ દુ:ખોથી ઘેરાઇ જાય છે.'
ચીની વિચારક કર્યુશસ કહે છે : માણસ દુઃખી શા માટે છે? સદ્દગુણોને અપનાવતો નથી. દુર્ગુણોને છોડતો નથી અને સાચો માર્ગ બતાવવા છતાં તેના પર ચાલતો નથી.
પોતાના જ દોષોથી દુઃખી થનારા માણસો જો ધારે તો સુખી બની શકે; દેઢ સંકલ્પ અને અપાર પ્રભુ-શ્રદ્ધા સાથે પોતાના દોષ દૂર કરીને.
જયારે રામચરિતમાનસના કર્તા તુલસીદાસ આપણને સમજાય તેવી ભાષામાં દુ:ખનાશનો ઉપાય, દુઃખમાં કઈ રીતે રહેવું વગેરે બતાવે છે :
‘તુની સાથી વિપદ્ વેં, વિ-વિના-વિવેક ! साहस-सुकृत-सत्यव्रत, रामभरोसो एक ॥'
-: પ્રેરણા બિંદુ :પરોઢિયે બહાર ફરવા નીકળેલો છગન અચાનક જ પાણી વગરના કૂવામાં ગબડી પડ્યો. બચાવો... બચાવો...ની બૂમો પાડવા લાગ્યો, પણ એની બૂમો કોણ સાંભળે ? થોડીવાર પછી સદ્ભાગ્યે કે દુર્ભાગ્યે ત્યાંથી પસાર થતા તેરાપંથી શ્રાવકે તેની બૂમો સાંભળી, પણ એણે ચોખ્ખું કહી દીધું : “તને કૂવામાંથી બહાર ન કાઢી શકું. કારણ કે તું પાછો અવિરતિમાં જીવે ને જેટલું પાપ કરે એ મને લાગે. તારા પાપમાં હું શા માટે નિમિત્ત બનું? હું તો ચાલ્યો.”
ઉપદેશધારા * ૯૨
ઉપદેશધારા * ૯૩