________________
विपत्ति में जिस हृदय में सज्ज्ञान उत्पन्न न हो वह सूखा वृक्ष है, जो पानी पा कर पनपता नहीं बल्कि सड़ जाता है।
- જેમચંદ્ર (માશ્રમ, પૃ-૨૨ ) દુ:ખો આપણને ગમતા નથી. કોને ગમે દુ:ખો ? પણ આ જ દુ:ખો વીતી ગયા છે ત્યારે કેટલા મધુર લાગે છે ? શિક્ષકની થપ્પડો કયા વિદ્યાર્થીને મીઠી લાગે ? પિતાના કડવા ઠપકાઓ કયા પુત્રને મીઠા લાગતા હશે ? પણ વખત જતાં એ જ થપ્પડો અને ઠપકાઓ મીઠા લાગે છે. ઉપકારી લાગે છે. કેટલાય વિદ્યાર્થીઓ અને પુત્રોના મુખે એવું સાંભળવા મળે છે : “ખરેખર એ વખતે જો અમારા શિક્ષકોએ થપ્પડો ન મારી હોત કે પિતાએ ઠપકો ન આપ્યો હોત તો અમે આજે તૈયાર થઇ શક્યા ન હોત.”
માત્ર શિક્ષક કે પિતા તરફથી મળતા ઠપકાની વાત નથી, જીવનના કોઇપણ ક્ષેત્રમાં આવતા દુઃખો આવા જ હોય છે. આ જગત મોટી નિશાળ છે. આપણે બધા વિદ્યાર્થીઓ છીએ. કુદરતરૂપી શિક્ષક આપણને ઘડવા જ કષ્ટો અને દુ:ખો મોકલે છે, એવી દૃષ્ટિ ખુલ્લી જાય તો દુ:ખ વખતે કેટલી સમાધિ રહે ? પેલી જાણીતી વાર્તામાં આવે છે કે એક મંત્રીની “જે થાય તે સારા માટે આવું બોલવાની આદતથી ગુસ્સે થયેલા રાજાએ તે મંત્રીને જેલમાં નાખ્યો. રાજાની ટચલી આંગળી અકસ્માતુ કપાઇ જતાં, મંત્રીના મુખમાંથી સહસા નીકળી પડ્યું : જે થાય તે સારા માટે. આ સાંભળીને રાજાનો ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો. આ ઘટના બાદ થોડા દિવસે શિકારે ગયેલા રાજાને જંગલમાં ભીલોએ પકડી પાડ્યો. ભીલો રાજાને બલિદાન આપવા માટે દેવી પાસે લઇ ગયા, પણ રાજાનું શરીર અક્ષત (ટચલી આંગળી કપાયેલી હોવાના કારણે) ન હોવાને કારણે રાજા બચી ગયો. આમ આ ઘટનાએ રાજાના પ્રજ્ઞાચક્ષુ ખોલ્યા અને તેને મંત્રીના કથનનો મર્મ સમજાયો. પાછા જઈને રાજાએ મંત્રીને છોડ્યો અને તેને જેલમાં પૂરવા માટે ક્ષમા
માંગી. ત્યારે પણ મંત્રી બોલી ઉઠ્યા “જે થાય તે સારા માટે. જો તમે મને જેલમાં ન નાખ્યો હોત તો હું જંગલમાં તમારી સાથે હોત અને તમારા બદલે મારું બલિદાન અપાઇ ગયું હોત !'
આપણી જિંદગીમાં ઘણી વખત આવું નથી બનતું ? જે દુ:ખો પહેલા કડવા લાગતા હતા, પછીથી તે ઉપકારી નથી લાગ્યા? મીઠા નથી લાગ્યા ?
તમે સમુદ્રમાં નાવડી દ્વારા જઇ રહ્યા છો ત્યારે રસ્તામાં આવતી પથ્થરની ચટ્ટાનો કેવી લાગે ? ભૂલ-ચૂકે પણ જો નાવડી અથડાઈ જાય તો ભૂક્કા નીકળી જાય. માની લો કે નાવ તૂટી ગઇ છે ને તમે સમુદ્રમાં ડુબી રહ્યા છો ને તમારી પાસે જ એ પથ્થરની ચટ્ટાન આવી ગઈ છે ત્યારે એ તમને કેવી લાગે છે ?
વિપત્તિઓનું પણ કંઇક અંશે આવું જ છે, એમ પ્રેમચંદ કહે છે :
नौका पर बैठे हुए जल-विहार करते समय हम जिन चट्टानों को घातक समझते हैं और चाहते हैं कि कोई इन्हें खोदकर, फैंक दे, उन्हीं से नौका टूट जाने पर हम चिमट जाते हैं ।
- પ્રેમચંદ્ર (નોરાન, -૨૬૬ ) જીવનની સાથે દુઃખ એવી રીતે વણાયેલું છે, જડાયેલું છે કે તમે એને અલગ ન કરી શકો. શરીરથી ચામડી શી રીતે અલગ થઇ શકે ? મીઠામાંથી ખારાશ શી રીતે અલગ કરી શકાય ?
દુ:ખમયતા એ સંસારનો સ્વભાવ છે – એ વાત જૈન શાસ્ત્રોમાં તો ઘણીવાર સાંભળી, પણ જ્યારે રશિયાનો કોઇ માણસ આવી વાત કરે ત્યારે આનંદ-આશ્ચર્ય થાય. રશિયન ક્રાંતિકારી સાહિત્યકાર મૈક્સિમ ગોર્ક (ઇ.સ. ૧૮૯૮-૧૯૩૬) કહે છે :
ચામડીથી આપણું શરીર મઢેલું છે તેમ આપત્તિઓથી જીવન મઢેલું છે. આપણા શ્વાસ આપત્તિ છે. આપણા વસ્ત્રો-ઘરેણાઓ આપત્તિ છે. એનું રડવું શું? જગતમાં બધા જ તો કાંઇ આંધળા નથી.
ઉપદેશધારા + ૯૦
ઉપદેશધારા + ૯૧