________________
નમસ્કાર
(૧૩
નમસ્કારભાવ : સમગ્ર શાસ્ત્રોનો સાર
ચારેય ગતિમાં માણસને માન વધુ હોય છે. નરકમાં ક્રોધ, દેવગતિમાં લોભ, તિર્યંચગતિમાં માયા અને માનવ ગતિમાં માનનીઅહંકારની અધિકતા હોય છે.
અહંકારના કારણે જ માણસ સાધના કરી શકતો નથી. આથી જ અહંકારને પાપનું મૂળ કહેલું છે, ‘દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન' એમ તુલસીએ સાચું જ ગાયું છે.
અહંકાર જેમ પાપોનો રાજા છે, તેમ નમસ્કાર ગુણોનો રાજા છે. આથી જ નમસ્કારભાવનો, વિનયનો આટલો મહિમા શાસ્ત્રોમાં ગવાયો છે.
નવકારમાં આથી જ ‘નમો'નું સ્થાન અરિહંતથી પણ પહેલા છે. નમો એટલે નમ્રતા ! નમો એટલે સાધના ! અરિહંત એટલે સિદ્ધિ ! સિદ્ધિ પ્રાપ્ત કરતા પહેલા સાધના તો જોઇએ જ.
નમોને રાધા કહીશું તો અરિહંત કૃષ્ણ છે. નમોને સીતા કહીશું તો અરિહંત રામ છે. નમોને શક્તિ કહીશું તો અરિહંત શિવ છે. યાદ રહે કે કૃષ્ણરાધા કોઇ નથી કહેતું સૌ રાધાકૃષ્ણ જ કહે
ઉપદેશધારા * ૧૨૮
છે, રામ મોટા હોવા છતાં સીતારામ કહેવાય છે. સીતા રામથી આગળ છે. ગૌરી શંકરથી આગળ છે.
રામ મહાન હોવા છતાંય તેની પાસે જવાનો માર્ગ સીતાથી શરૂ થાય છે. તેમ અરિહંતનો માર્ગ નમોથી શરૂ થાય છે. નમો પ્રારંભ છે, અરિહંત પૂર્ણાહૂતિ છે. નમો તળેટી છે, અરિહંત શિખર છે. શિખર ગમે તેટલું ભવ્ય હોવા છતાં પ્રારંભ તો તળેટીથી જ કરવો પડે. નમો માર્ગ છે, અરિહંત મંઝિલ છે. નમો પાંખ છે, અરિહંત આકાશ છે. નમો આંખ છે, અરિહંત સૂર્ય છે. સૂર્ય મહાન હોવા છતાં તેને જોવા માટે આંખ જ ન હોય તો સૂર્યનો કોઇ અર્થ નથી. આથી જ આંધળા માણસે સૌ પ્રથમ આંખની શોધ કરવી જોઇએ. આંખ મળતા જ સૂર્ય આપોઆપ મળી જશે. ક્યાં જશે સૂર્ય
સૂર્ય તો સામે જ છે પણ તેને જોવા આપણી પાસે આંખ નથી. આકાશ તો સામે જ છે પણ તેમાં વિચરવા આપણી પાસે પાંખ નથી. અરિહંત તો સામે જ છે પણ તે પામવા આપણી પાસે ‘નમો’ નથી.
ભવચક્રમાં અરિહંતની પ્રાપ્તિ દુર્લભ નથી પણ ‘નમો’ની પ્રાપ્તિ દુર્લભ છે. આપણને અનંતકાળમાં અનંતીવાર અરિહંત પરમાત્મા મળ્યા હશે પણ ‘નમો' ન હોવાના કારણે આપણને કશો જ ફાયદો થયો નહિ.
જ્યારે-જ્યારે ‘મહાવીર' મળ્યા હશે ત્યારે આપણે ક્યારેક
ગોશાળા થઇને ગયા હોઇશું ને તેજોલેશ્યા છોડી હશે. ક્યારેક
ગોવાળ બનીને કાનમાં ખીલા ઠોક્યા હશે. ક્યારેક સંગમ બનીને કાળચક્ર મૂક્યું હશે. ક્યારેક સુદંષ્ટ્ર બનીને ભગવાનને ડૂબાડવાના પ્રયત્નો કર્યા હશે. ને ક્યારેક ચંડકૌશિક બનીને ડંખને માર્યા હશે.
ભગવાનને ઓળખવા માટે, મેળવવા માટે ગૌતમની આંખ જોઇએ, ગોશાળાની નહિ. ગૌતમસ્વામી સ્વયં પણ જ્યાં સુધી ઉપદેશધારા * ૧૨૯