________________
(૧૫
મૌન એકાદશી
મૌન એકાદશી, કલ્યાણકો, મૌન અને મૌન એકાદશીના અનોખા આરાધક સુવ્રત-શ્રેષ્ઠી : આ બધા વિષયો પરના મનનમંથનથી ભરપૂર પ્રકાશ પાથર્યા બાદ છેલ્લાં ત્રીજા લેખાંકમાં સુવ્રત શ્રેષ્ઠીના જીવન પર વેધક પ્રકાશ પાથરતી લેખમાળાનો પ્રથમ હપ્તો
આ અંકે રજૂ થઇ રહ્યો છે. અધ્યાત્મયોગી પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજના સમુદાયવર્તી પૂ. લેખક-ચિંતક મુનિવરોની આવી ચિંતન-પ્રસાદી અવારનવાર ‘કલ્યાણ’ને મળતી જ રહે છે, એની આ અવસરે પુણ્ય-સ્મૃતિ થયા વિના નથી રહેતી. મૌનના વિષયમાં ખૂબ જ ઊંડું મંથન-મનન રજૂ કરતી આ લેખમાળા વાચકો માટે જરૂર બોધપ્રદ બની રહેશે, એવો વિશ્વાસ છે.
- સંપા૦ (કલ્યાણ વર્ષ-૫૫, અંક-૯, ડિસેમ્બર-૧૯૯૮) (૧)
‘ભગવન્ ! આપની દેશના મને ખૂબ ગમી. આપના એકેક શબ્દે મારામાં મોક્ષ માટેની તીવ્ર ઇચ્છા પેદા કરી દીધી છે. મન ચાહે છે એક મોટી છલાંગ લગાડવા ! એવી છલાંગ કે જે સંસારસાગરને કૂદી જાય. પ્રભુ ! હું જાણું છું કે, સંસારસાગર તરવો હોય તો દીક્ષાની નાવમાં જ બેસવું પડશે. પણ દયાળુ ! દિલમાં ઉપદેશધારા * ૧૪૦
દીક્ષા માટે એટલો ઉલ્લાસ જાગતો નથી. આરંભ અને પરિગ્રહમાં ડૂબેલો છું. દીક્ષા લેવા જેવી છે, એ વાત હું સો ટકા માનું છું, પણ સાથે-સાથે હું દીક્ષા લઇ શકું તેમ નથી, એની પણ સો ટકા ખાતરી છે, કે વિશ્વવત્સલ વિભુ ! મારા આત્માનો ઉદ્ધાર થાય, એવી કોઇ આરાધના મને આપ ન બતાવી શકો ? આપ નહિ બતાવો તો કોણ બતાવશે ? ભગવન્ ! કૃપા કરો અને મારે લાયક કોઇ આરાધના બતાવો.’
બાવીશમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન દ્વારિકા નગરીમાં પધારેલા છે. કૃષ્ણ મહારાજા સપરિવાર પ્રભુને વંદન કરવા માટે ગયા છે. ભગવાનની દેશના સાંભળીને મુક્તિની આરાધના માટે ઉત્સુક બનેલા શ્રીકૃષ્ણ ભગવાનને પુનઃ પૂછે છે : ભગવન્ ! મારા માટે કોઇ મુક્તિનો ઉપાય બતાવો. કોઇ એવો શ્રેષ્ઠ દિવસ બતાવો, જ્યારે આરાધનામાં તન્મય બની જાઉં.
પરમ કરુણાસાગર ભગવાનશ્રી નેમિનાથે કહ્યું : ‘રાજન્ ! વર્ષમાં એવો શ્રેષ્ઠ દિવસ છે : મૌન એકાદશી ! માગસર સુદ અગિયારસનો આ દિવસ શ્રેષ્ઠ એટલા માટે છે કે, આ દિવસે તીર્થંકરોના ૧૫૦ કલ્યાણકો આવે છે.
શ્રી નેમિનાથ પ્રભુએ શ્રીકૃષ્ણ મહારાજાના માધ્યમથી આપણને બધાને પણ આ દિવસનો મહિમા બતાવ્યો. આ દિવસે ૧૫૦ કલ્યાણકો એકીસાથે આવે છે, એટલે સહેજે આ દિવસ પવિત્ર બની જાય છે. શ્રેષ્ઠ દ્રવ્ય અને શ્રેષ્ઠ ક્ષેત્રની જેમ શ્રેષ્ઠ કાળનો પણ પ્રભાવ હોય છે. દા.ત. તીર્થંકર પરમાત્માના અસ્થિ ઉત્તમ દ્રવ્ય છે. એના પ્રભાવથી દેવલોકમાં ૧૨ વર્ષ સુધી ઝગડા વગેરે થતા નથી. તીર્થંકર પરમાત્માની કલ્યાણકભૂમિ, સિદ્ધાચલ વગેરે તીર્થો આદિ ઉત્તમ ક્ષેત્ર છે. ત્યાં જતાં જ મન પરમ પ્રસન્નતાની અનુભૂતિ કરે છે, એટલા માટે જ તીર્થોનો આટલો મહિમા છે.
ઉપદેશધારા * ૧૪૧