________________
દ્વૈતવાદીએ ‘સોડહં'ની આગળ “દા’ લગાડીને ‘દાસોડહં'નો જાપ કરવા કહ્યું.
અદ્વૈતવાદી પણ ગાંજયા જાય તેમ ન હતા. એમણે ફરી ‘સ’ લગાડી આપ્યો અને ‘સદાસોડહં'નો જાપ કરવા કહ્યું.
દ્વૈતવાદી પણ ક્યાં ઓછા હતા ? એમણે ફરી ‘દા’ ઉમેર્યો અને ‘દાસદાસોડહં'નો જાપ કરી આપ્યો. ‘દાસદાસોડહં’ એટલે “હે પ્રભુ હું તારા દાસનો પણ દાસ છું.'
સાચે જ પ્રભુના ચરણે પ્રથમ ‘દાસોડહં' કહીને જે મસ્તક ઝૂકાવી દે છે, તે ધીરે-ધીરે ‘દાસોડહં'માંથી ‘સોડહં'ની ભૂમિકાએ પહોંચી જાય છે.
(૧૪)
ક્ષણિક ગાંડપણ આવે ત્યારે...
પાંચ ભ્રમણાઓ જગતના માણસો પાંચ ભ્રમણાથી પીડાઈ રહ્યા છે : (૧) પૈસા વધશે તેમ સુખ વધશે. (ર) પરિવાર વધશે તેમ પ્રેમ વધશે. (૩) પુસ્તકો વધશે તેમ જ્ઞાન વધશે. (૪) દવાઓ વધુ ખાઇશું તો આરોગ્ય જળવાઈ રહેશે. (૫) ખોરાક જેમ વધુ ખાઈશું તેમ વધુ શક્તિ મળશે. ખરેખર આમ નથી, સાચી વાત આમ છે... (૧) પૈસાથી નહિ, પણ માત્ર સદુપયોગથી અથવા સંતોષથી સુખ
વધશે. (૨) પરિવારથી નહિ, સ્વાર્થત્યાગથી પ્રેમ વધશે. (૩) પુસ્તકોથી નહિ, તેમાંનું જ્ઞાન જીવનમાં ઉતારવાથી જ્ઞાની
બનારશે. દવાઓથી નહિ, કુદરતી નિયમોના પાલનથી આરોગ્ય
જળવાઈ રહેશે. (પ) વધુ ખાવાથી નહિ, જેટલું પચશે તેટલાથી જ શક્તિ મળશે.
ગાંડાઓને જોઇને આપણે ઘણીવાર માની બેસીએ છીએ : અમે ડાહ્યા છીએ. આપણે જ આપણી જાતને સર્ટીફિકેટ આપી દઇએ છીએ, ડહાપણનું !
ભલે, કોઇ પોતાને “ડાહ્યો’ માને એમાં કોઇને વાંધો ન હોઇ શકે. દરેક ગાંડા માણસો પોતાને ‘ડાહ્યા” જ માને છે ને ?
ડાહ્યા અને ગાંડામાં ફરક કેટલો ? તેઓ સદા માટે પાગલ છે, જયારે આપણે ક્ષણવાર પાગલ થઇ જતા હોઇએ છીએ.
જયારે આપણે ક્રોધના ભયંકર આવેશમાં હોઇએ છીએ ત્યારે કેવા હોઇએ છીએ ? ડાહ્યા કે ગાંડા? કોઇ ક્રોધથી ગાંડાતુર માણસને જોઇ લેજો અથવા તમારી ભૂતકાલીન ક્રોધાવિષ્ટ ક્ષણો યાદ કરી લેજો . તમને ક્રોધાંધમાં અને ગાંડામાં કોઇ જ ફરક નહિ લાગે.
ગાંડો જેમ આવે તેમ બકે છે, જે વસ્તુ હાથમાં આવે તે ફેંકે છે, વિચિત્ર પ્રકારના ચેનચાળા કરે છે, ન કરવાનું કરી બેસે છે, નાનામોટાનો વિવેક ખોઇ બેસે છે. ક્રોધી માણસ પણ આવું જ નથી કરતો ? ક્રોધાંધમાં અને ગાંડામાં ફરક શું છે ? માત્ર સમયનો ફરક છે !
વિનોબાજી ઘણી વાર કહેતા : “મને ક્યારેક ક્રોધ કરતા જુઓ તો સમજી લેજો કે વિનોબા એટલી ક્ષણ મરી ગયો હતો, ગાંડો બની ગયો હતો.'
ઉપદેશધારા ૪ ૧૩૪
ઉપદેશધારા + ૧૩૫