________________
મન તો ભૂત જેવું છે. ભૂતને કામ ન આપો તો માલિકને ખાઇ જાય. પેલા વાણિયાએ ભૂતને સતત કામ આપવા સીડી પર ચડઉતર કરવાનું કહેતા એ કેવો વશમાં થઇ ગયેલો ?
મનને પણ સતત કામ જોઇએ. મન સાવ જ નવરું હોય ત્યારે એને કહો : “નમો અરિહંતાણં' જપે. એના કૂદકા પોતાની મેળે શાંત થતા જશે.
जपतो नास्ति पातकम् । जपात् सिद्धिः जपात् सिद्धिः, जपात् सिद्धि न संशयः ।।
જાપ કરનારની પાસે પાપ ટકી શકે નહિ, જાપથી સફળતા મળશે જ મળશે એમાં જરા પણ શંકા ન રાખો.
નવકારમાં બે “ચ” બે પ્રકારના દેશ અને સર્વ) ચારિત્રને બતાવે છે. બે ‘ગ બે ગુરુ (ગુરુ અને પરમ ગુરુ-ભગવાન)ને જણાવે છે.
ત્રણ ‘લ’ નવકાર ત્રણેય લોકમાં વ્યાપ્ત છે એમ સૂચવે છે. નવ ‘મ' નવ મંગલ (પંચ પરમેષ્ઠી અને ચાર શરણ) દર્શાવે છે. આઠ ‘સ” આઠ સિદ્ધિના સૂચક છે. એક ‘ત’ જણાવે છે કે તારનારો એકમાત્ર નવકાર છે.
બે ‘ક’ બે ઘાતી-અઘાતી કર્મનો નાશ કરનાર નવકાર જ છે એમ જણાવે છે.
એક ‘ઢ' કહે છે કે જે નવકાર નથી ગણતો તે ઢોર જેવો છે. વર્ણમાલામાં એક ‘ઢ' જ એવો છે કે જેમાં હજુ સુધી કોઇ જ પ્રકારનો ફેરફાર નથી થયો. માટે જ આપણે જડ માણસને “ઢ” કહીએ છીએ. નવકાર નહિ ગણનારો ‘ઢ' જેવો છે, ઢોર જેવો છે.
નવકાર ઢોરને માણસ અને માણસને દેવ અને દેવને દેવાધિદેવ બનાવનાર તત્ત્વ છે.
-: બોધ બિંદુ :માળાનો પ્રભાવ
લીલી માળાથી રોગ મટે, લાલ માળાથી લક્ષ્મી મળે, શત્રુ દૂર થાય, પીળી માળાથી યશ મળે, પરિવાર વધે.
નવ લાખ નવકાર દરરોજ ૧ બાધી માળાથી ૯ લાખ જાપ પચીસ વર્ષે થાય. દરરોજ ૩ બાધી માળાથી ૯ લાખ જાપ નવ વર્ષે થાય. દરરોજ ૫ બાધી માળાથી ૯ લાખ જાપ પાંચ વર્ષે થાય. દરરોજ ૧૦ બાધી માળાથી ૯ લાખ જાપ અઢી વર્ષે થાય. દરરોજ ૨૫ બાધી માળાથી ૯ લાખ જાપ એક વર્ષે થાય. પંચ પરમેષ્ઠીના ધ્યાનથી
અરિહંતના ધ્યાનથી અહંનું મૃત્યુ, સિદ્ધોના ધ્યાનથી શબ્દનું મૃત્યુ, આચાર્યના ધ્યાનથી મોહનું મૃત્યુ, ઉપાધ્યાયના ધ્યાનથી અવિદ્યાનું મૃત્યુ, સાધુના ધ્યાનથી અવિરતિનું મૃત્યુ.
આ વાક્ય અજમાવી જુઓ... તમારી જિંદગી બદલાઇ જશે.
આજે હું પ્રસન્ન રહીશ. કોઇની તાકાત નથી કે મારી પ્રસન્નતા ખંડિત કરી શકે. મારી પ્રસન્નતાનો હું જ માલિક છું.
-: આરોગ્ય બિંદુ :છોડવા જોઇએ શૂળવાળાએ દ્વિદળને, કોઢીયાએ મિષ્ટાન્ન (માંસ)ને, તાવવાળાએ ઘીને, અતિસારવાળાએ નવા ધાનને, નેત્રરોગીએ મૈથુનને છોડવા જોઇએ.
-: દીઘયુષ્યનું રહસ્ય :ઓછું ખાવું, પ્રતિદિન ન ખાવું, એકાંતર ઉપવાસ કરવા.
હૃદયના ધબકારાથી નહિ, પણ હૃદયને વિશ્રામ આપવાથી જીવાય છે.
ઉપદેશધારા * ૧૨૬
ઉપદેશધારા * ૧૨૭