________________
પોતે પણ ન ખાય અને બીજાને પણ ન ખાવા દે, તે મખ્ખીચૂસ, પોતે ખાય, પણ બીજાને ન આપે, તે કંજૂસ. ભેદ સમજાયો ? પોતે ખાય અને બીજાને પણ ખવડાવે, તે દાની. પોતે ભૂખ્યો રહીને પણ બીજાને ખવડાવે, તે ઉદાર,
બીજા કંજુસ કહેવાય, પણ મમ્મણ જેવા (કુટુંબીઓને પણ પૂરું નહિ આપતા) મખ્ખીચૂસ કહેવાય.
જગડુશા, ભામાશા જેવા દાની કહેવાય, પણ પુણિયા શ્રાવક જેવા ઉદાર કહેવાય, જે સ્વયં ઉપવાસ કરીને પણ સાધર્મિક-ભક્તિ કરે. પોતાની જગા રાખીને બીજાને જગા આપનારા દાની કહેવાય, પણ પોતાનો પગ ઊંચો રાખીને સસલાને જગા આપનાર હાથી (મેઘકુમારનો જીવ) ઉદાર કહેવાય.
બીજાને જીવન-દાન આપનાર દાની કહેવાય, પણ બીજાને બચાવવા પોતાના પ્રાણ આપવા તૈયાર થનાર મેઘરથ (શાંતિનાથનો જીવ) જેવા ઉદાર કહેવાય.
મેઘરથની યાદ અપાવે તેવા વર્તમાન કાળમાં પણ જોવા મળે છે. - વઢવાણના શેઠ રતિલાલ જીવણલાલને સમાચાર મળ્યા : નકામા ઘોડાઓની રાજા કતલ કરવાના છે. જીવદયાપ્રેમી રતિલાલભાઇ ત્યાં પહોંચી ગયા. ઘોડાઓને ખાડામાં નાખી ઉપરથી બંદૂક ચલાવવાની હતી. રતિલાલભાઇ ખાડામાં જ કુદ્યા : ઘોડા પહેલા ગોળી મને લાગવી જોઇએ.
પોલીસોએ તેમને બહાર કાઢ્યા તો બીજી વાર ભૂસકો માર્યો, આમ વારંવાર ભૂસકા મારવાથી તેમનો એક હાથ ભાંગી ગયો. પછીથી હાથ કપાવવો પડ્યો. રતિલાલભાઈની ભાવનાને માન આપીને રાજાએ ઘોડાઓ મારવાનો હુકમ રદ કર્યો.
આને ઉદારતા કહેવાય, ઉત્કૃષ્ટ અભયદાન કહેવાય.
અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન - આ પાંચમાં અભયદાન સર્વશ્રેષ્ઠ ગણાય છે.
‘સાને વા સમયથા' .
બીજી રાણીઓએ એક દિવસ સુંદર ભક્તિ કરી છતાં પેલા ચોરને આનંદ ન થયો. જયારે છેલ્લી રાણીએ ભલે બહુ ભક્તિ ન કરી પણ જીવનદાન - અભયદાન અપાવ્યું ત્યારે જ તેને આનંદ થયો. આવા પ્રસંગો દ્વારા સ્વતઃ અભયદાનની મહત્તા પ્રસ્થાપિત થાય છે.
તરતી પેઢીએ આપવું તે દાન કહેવાય, પણ ડૂબતી પેઢીએ આપવું તે ઉદારતા કહેવાય. પાટણના નગીનદાસ શેઠ જ્યારે જયારે વેપારમાં ખોટ જતી ત્યારે ત્યારે ભગવાનના ભંડારમાં વધુ રૂપિયા નાખતા.
કારણમાં કહેતા : પુણ્ય ઘટ્ય માટે ખોટ ગઇ ? આવતી કાલે સાવ પુણ્ય ઘટી જાય ને હું કાંઇ ન કરી શકે એ પહેલા જ વધુને વધુ દાન આપી દઉં !
પોતાની પાસે હોય ને તેમાંથી કંઈક આપવું તે દાન કહેવાય, પણ પોતાની પાસે સાવ થોડુંક હોય છતાંય તેમાંથી કંઇક આપવું અથવા બધું જ આપવું તે ઉદારતા કહેવાય. ભીમા કુંડલીયાએ પોતાના સાત-સાત દ્રમ્ય સત્કાર્યમાં ખર્ચી નાખેલા. સંગમે થાળીમાંની બધી જ ખીર વહોરાવી દીધેલી. આ ઉદારતા કહેવાય.
પોતાના નામે આપવું તે કદાચ દાન કહેવાય, પણ બીજાના નામે પોતાના પૈસા આપવા તે ઉદારતા કહેવાય. ગિરનારના સંઘમાં ચોરવાડમાં શેઠ હઠીસિંહ, મોતીશા શેઠના નામે એક દિવસની સાધર્મિક ભક્તિ કરેલી, (મોતીશા શેઠે પણ હઠીસિંહના નામે વેપાર કરી કમાણી હઠીસિંહને આપવા માંડ્યા ત્યારે હઠીસિંહે કહ્યું : મારા નામે તમે કેમ વેપાર કર્યો ? મોતીશા : મારા નામે તમે કેમ સાધર્મિક ભક્તિ કરેલી ?) મંત્રી હેમડના નામથી પેથડશાએ ત્રણ વર્ષ સુધી ઓંકારપુરમાં દાનશાળા ચલાવેલી. આ ઉદારતા છે !
ઉપદેશધારા * ૧૧૦
ઉપદેશધારા * ૧૧૧