________________
આપણને કોઇ આપે તે ગમે કે આપણે કોઇને આપીએ તે ગમે ? ‘આપ’, ‘નથી', ‘લો’ અને ‘નથી જ જો ઇતું' આ ચાર પ્રકારના વાક્યો છે. આમાં કયું વાક્ય આપણને વધુ ગમે ?
તમે જ્યારે કોઈને કહો છો : “આપો’, તે જ વખતે તમારી ગરિમા ઘટી જાય છે, તમારામાંથી બધું જ તેજ અને બધી જ શોભા રવાના થઇ જાય છે.
देहीति वचनं श्रुत्वा, देहस्थाः पञ्च देवताः । નનિ તક્ષUવ , ધા-શ્રી-હી- ર્તિ-ન્તિ: ||
‘આપો' આટલું સાંભળતાં જ દેહમાં રહેલા પાંચ દેવતા ધી, શ્રી, હી, કીર્તિ અને કાંતિ તે જ ક્ષણે રવાના થઇ જાય છે.
તમે ક્યારેક આવું અનુભવ્યું પણ હશે. આથી જ જેમણે અનુભવ્યું તેમણે કહ્યું : માંગવા કરતાં મરવું સારું !
‘આપો’ વાક્ય તમે ઊંચે હો તો પણ તમને નીચે લાવે છે. ‘લો’ વાક્ય તમે નીચે હો તો પણ તમને ઊંચે લઇ જાય છે. જુઓ, લેનારો સાગર નીચે છે, આપનારો વાદળ ઊંચે છે. ‘આપો', અધમ વાક્ય છે.
‘નથી’. ‘તમે માંગ્યું, પણ મારે આપવું નથી.’ આ અધમાધમ વાક્ય છે.
‘લો’ વાક્યોમાં રાજા જેવું આ વાક્ય છે. ‘નથી જ જોઇતું.’ આ, વાક્યોમાં ચક્રવર્તી છે.
કોઇ તમને આપતું હોય છતાં તમે પુણીયા શ્રાવકની જેમ કહી દો : “મારે કશું જ જોઇતું નથી' તો તમે ચક્રવર્તીથી પણ સ્વયમેવ મહાન બની જાવ છો. આ નિઃસ્પૃહતાના કારણે જ ચક્રવર્તી કરતાં પણ મુનિ મહાન છે.
આપણે એટલી બધી સ્પૃહાથી ભરેલા છીએ કે જેનો કોઈ હિસાબ નથી. આમ ખ્યાલ ન આવે, પણ કોઈ પ્રસંગે ખ્યાલ આવે.
સોમાંથી હજાર, હજારમાંથી લાખ, લાખમાંથી ક્રોડો ઇચ્છતું મન જો ઇએ ત્યારે એની સ્પૃહાનો ખ્યાલ આવે. આવશ્યકતા તો અહીં દરેકની પૂરી થઇ શકે તેમ છે, પણ ઇચ્છા એકની પણ પૂરી ન થાય. ઇચ્છાઓની ઊંચાઇ પાસે હિમાલય નાનો છે. એની ઊંડાઇ પાસે સાગર છીછરો છે એની વિશાળતા પાસે આકાશ પણ નાનો છે. આકાશની જેમ ઇચ્છાઓનો કોઇ અંત નથી. આ ઇચ્છાઓ જીવને શીખવે છે : બધું જ આ તારા માટે છે. તું બધું જ મેળવી લે.
ઇચ્છાઓની તરતમતાથી માણસો ચાર પ્રકારના છે. જેમ જેમ સ્વાર્થભરી ઇચ્છાઓ ઘટતી જાય છે, તેમ તેમ માણસની ઉત્તમતા વધતી જાય છે.
જુઓ, અધમ કહેશે : મેરા સો મેરા, તેરા ભી મેરા. બધું હડપ્પ કરવાની ઇચ્છા. (કૃષ્ણ-નીલ લેગ્યા) મધ્યમ કહેશે : મેરા સો મેરા, તેરા સો તેરા. બીજાનું હડપવાની ઇચ્છા ઘટી. (કાપોત લેશ્યા) ઉત્તમ કહેશે : તેરા સો તેરા, મેરા ભી તેરા, સ્વાર્થ ભાવના ગઇ, પરાર્થ શરૂ. (તજો-પદ્મ-લેશ્યા)
ઉત્તમોત્તમ કહેશે : ના કુછ તેરા, ના કુછ મેરા, જગ કા સબ યહ ઝૂઠ ઝમેલા.
વાસ્તવિક ધર્મ, નિઃસ્પૃહતાની પરાકાષ્ઠા. (શુક્લ લેગ્યા)
સ્વ પ્રત્યેનો તીવ્ર રાગ ઘટે, તેમ સ્વાર્થ ભાવના ઘટે. સ્વાર્થ ભાવના ઘટતી જાય તેમ તેમ માણસ વધુને વધુ ઉદાર થતો જાય. મમ્મીચૂસથી કંજૂસ સારો. કંજૂસથી દાની અને દાનીથી ઉદાર સારો ગણાય.
મખ્ખીચૂસ અને કંજૂસમાં શો ફરક? બંને એક જેવા જ નહિ? દાની અને ઉદારમાં શો ભેદ ? બંને સરખા જ નથી લાગતા? નહિ, ફરક છે. જરા સમજીએ.
ઉપદેશધારા * ૧૦૮
ઉપદેશધારા + ૧૦૯