________________
અને તે સ્તબ્ધ થઇ ગયો : ગુરુના મનના કોઇ ખૂણામાં ક્રોધનો સાપ ફૂંફાડા મારી રહ્યો, ક્યાંક લોભનો સાગર ઊછળી રહ્યો તો ક્યાંક કામની આગ ભડકે બળી રહી હતી. મારા ગુરુ આવા ? જેને હું પરબ્રહ્મરૂપ માનતો હતો તે ગુરુ આવા ?
બીજા જ દિવસથી તેનો ગુરુ પરનો આદર મંદ થઇ ગયો. ગુરુ, કારણ સમજી ગયા. એક દિવસ તેમણે એ જાદુઇ આરીસો જાત સામે ધરવાનું શિષ્યને કહ્યું. જાત સામે ધરતાં જ શિષ્ય તો આભો જ થઇ ગયો : બાપ રે ! કેટલા બધા દોષોથી હું ભરેલો છું ? આખીયે દુનિયાના દોષો એકઠા કરવામાં આવે તો પણ મારા દોષોના ઢગલા આગળ એ નાના પડે.
એના મુખેથી સરી પડ્યું : મોં સમ કૌન કુટિલ ખલ કામી ? સાચે જ જ્યારે આત્મનિરીક્ષણ દ્વારા પોતાની જાતમાં દોષોનો ઠે૨ દેખાય ત્યારે કોઇની પણ નિંદા કરવાનું મન જ ન થાય. આ જાદુઇ આરીસો (આત્મનિરીક્ષણનો આરીસો) સૌએ વસાવી લેવા જેવો છે.
આપણો નંબર શામાં ?
બીજાને સુખી જોઈને આપણે રાજી થઇએ છીએ કે નારાજ ? આપણી પાસે જે આપણા પરિચિતે નવી જ દુકાન (આપણા જેવી જ) ખોલી હોય અને તેમાં આપણી દુકાનથી વધારે ધરાકી જામે, વધારે ક્રમાી થાય (આપો એક પણ ધરાક તૂટ્યો ન હોય કે કમાણી ઘટી ન હોય ત્યારે આપણે રાજી થઈશું કે નારાજ થઈશું ? જાતને પૂછી લેજો.
બીજાને ગુન્ની કે સુખી જોઈ રાજી થવું ખૂબ જ અઘરું છે. મોટા મહાત્માઓ માટે પણ ક્યારેક એ અઘરું બની જાય છે.
સ્થૂલભદ્રજીની ગુજ્ર-પ્રશંસા સિંહગુફાવાસી મુનિ સહી શક્યા નહોતા કે બાહુ-સુબાહુના સેવાગુણની પ્રશંસા પીઠ-મહાપીઠ મુનિઓ સહી શક્યા નહોતા.
ઉપદેશધારા × ૧૦૬
(૧૧
ધર્માદ્રિ પર્વ વાનમ્ । આટલું કહીને શાસ્ત્રકારોએ દાનનું સ્થાન ખૂબ જ ઉંચે મૂક્યું છે. ધર્મનું પ્રથમ સોપાન દાન છે. માટે જ ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ દાન છે.
ભગવાનશ્રી આદિનાથે તથા ભગવાનશ્રી મહાવીરસ્વામીએ પ્રથમ ભવમાં દાનધર્મથી જ સમ્યક્ત્વ મેળવ્યું હતું.
પ્રકૃતિમાં સર્વત્ર નજર કરો. બધા કંઇક ને કંઇક આપી જ રહ્યા છે. વાદળ જળ, વૃક્ષ ફળ, ગાય દૂધ, ચંદન સુવાસ તથા સૂર્ય પ્રકાશ આપે છે. પૃથ્વી, પાણી આદિથી લઇને પશુ સુધીના તમામ પ્રાણીઓ કંઇક ને કંઇક આપે છે, પણ માણસ શું આપે છે ? બધાની પાસે લેવું ને કોઇને કશું જ આપવું નહિ ?
નદી પાસે ગયો, નિર્મળતા મળી.
પુષ્પ પાસે ગયો, કોમળતા મળી.
દાન
શું એ કહેવાની જરૂર છે ? માનવી પાસે ગયો, નિષ્ફળતા મળી.
પ્રકૃતિના દરેક તત્ત્વો માનવોના કાનમાં કહે છે : આપો... આપો... આપો... આપો... જુઓ, અમે કેવા આપીએ છીએ ?
પ્રકૃતિ કહે છે : ‘આપો’. માણસ એનો જ પડઘો પાડે છે ઃ આપો ! એ આપવા તૈયાર નહિ થાય, માંગવા તૈયાર થશે, પ્રકૃતિનો
સંદેશ સાંભળવાના બદલે જાણે તે તેના ચાળા પાડે છે !
ઉપદેશધારા * ૧૦૭