________________
માણસ ખાસ કરીને કોની નિંદા કરે ? મોટા માણસની. જે મોટા માણસની પ્રસિદ્ધિ મોટી, નિંદા પણ એટલી જ મોટી રહેવાની ! મોટા માણસના દોષો જલ્દી નજરમાં આવી જતા હોય છે. માણસની વૃત્તિ પણ કંઇક એવી હોય છે : જુઓ, આવડા મોટા માણસોમાં પણ આટલા બધા દોષો હોય તો અમારી તો વાત જ શી ? અથવા અમે એમના કરતાં ઘણા સારા છીએ. પણ કાલિદાસ કહે છે : આ વૃત્તિ સારી નથી. મહાપુરુષની નિંદા કરવાની વાત તો જવા દો, નિંદા સંભળાય પણ નહિ. તમે કહેશો : સાંભળવામાં શો વાંધો ? આપણે થોડા બોલીએ છીએ ? પેલો બોલે છે તે આપણે સાંભળનારા હતા માટે જ ને ? તમે સાંભળનારા ન હોત તો તે બોલત? જંગલમાં જઇને તો કોઇ બોલે જ નહિ ને ? સાંભળનારો માણસ હંમેશા બોલનારને પ્રોત્સાહિત કરતો હોય છે. તમે જો પેલાની વાત ધ્યાનપૂર્વક સાંભળો જ નહિ તો તેને બોલવાનું મન થશે ? તમે સાંભળવા આતુર છો માટે જ પેલો બોલે છે. તમને કોઇના દોષ સાંભળવામાં રસ છે માટે જ તમે ધ્યાનથી સાંભળી રહ્યા છો. આપણું મન બહુ ચાલાક છે. એ આપણને સમજાવે છે : આમાં શાનું પાપ ? આપણે ક્યાં કોઈની નિંદા કરી છે ? પેલો બોલે એમાં આપણે શું કરીએ ? પાપ કરવું પણ ખરું અને છતાં પાપથી મુક્ત પણ રહેવું - એવો ભ્રમ હંમેશા મન કરાવતું રહે છે.
મહાકવિઓમાં ગણના પામેલા પેલા કાલિદાસ કહે છે :
'न केवलं यो महतोऽपभाषते, श्रृणोति तस्मादपि यः स પાપમાડ્યું ’ ‘મહાપુરુષોની નિંદા કરનારો જ નહિ, સાંભળનારો પણ પાપી છે.”
- કાલિદાસ (કુમારસંભવ, પ૮િ૩) માણસ આખરે નિંદા કરે છે શા માટે ? કયું એવું પ્રયોજન છે જે તેને નિંદા કરવા પ્રેરે છે. જે ગુણોમાં, જ્ઞાનમાં, શક્તિમાં કે બીજી
બાબતમાં આગળ વધેલો છે તે બીજાની નિંદા શા માટે કરે ? એ તો સ્વનિર્માણમાં જ એટલો ડૂબેલો હોય કે નિંદા કરવાનો એની પાસે સમય જ ન હોય. સામાન્યતયા શક્તિશાળી, ઉદારચરિત માણસ બીજાની નિંદા ન કરે, નિંદા અશક્તિની નિશાની છે. નિંદા અંદરની ઇર્ષાના બહાર નીકળતા તણખા છે, નિંદા નીચતાનું ચિહ્ન છે. નિંદા એક પ્રકારની બીજાની વૈચારિક હિંસા છે. જેને તમે બીજી રીતે હટાવી નથી શકતા એની તમે નિંદા કરવા લાગી જાવ છો; નિંદા કરીને તમે એમ માનવા લાગી જાવ છો : મેં એને હટાવી દીધો, ઊડાવી દીધો.
ચાણક્ય કહે છે : दह्यमानाः सुतीवेण, नीचाः परयशोऽग्निना । अशक्तास्तत्पदं गन्तुं ततो निंदां प्रकुर्वते ॥
‘નીચ માણસો બીજાના કીર્તિરૂપી અગ્નિથી બળી ઊઠે છે, તેના સ્થાને પહોંચી શકતા નથી, આથી નિંદા કરવાનું શરૂ કરી દે છે.'
- ચાણક્યનીતિ બીજાને પોતાના હાથમાં રાખવા માણસ કેટલાય ઉપાયો અજમાવે છે, સામ-દામ-દંડ-ભેદ આદિ પણ અજમાવે છે. પણ કોઈ ક્યાં સુધી હાથમાં રહે ? સામ આદિથી પણ ન થાય તો માણસ બીજાને વશ કરવા વશીકરણ મંત્રોનો પ્રયોગ કરે, કામણ-ટુમણ આદિના પ્રયોગો કરે... ન જાણે માણસ કેટલુંય કરે છે... બીજા પર પોતાનું આધિપત્ય જમાવવા
પણ ચાણક્ય કહે છે : ભલા માણસ ! તું સામ આદિની માથાકૂટમાં શા માટે પડે છે ? વશીકરણ, કામણ-ટુમણ કે મંત્રોની કડાકૂટની શી જરૂર છે ? આખી દુનિયાને હાથમાં લેવી હોય તો તારા હાથની વાત છે. ચાહે કેવા પણ સંયોગો હોય કે કેવી પણ ઘટના હોય, પણ બીજાની નિંદા કરવાનું તું ટાળી દે. નિંદા કરવાનું બંધ કર, નિંદા સાંભળવાનું બંધ કર, નિંદકોની ટોળીમાં જવાનું
ઉપદેશધારી * ૯૮
ઉપદેશધારા * ૯૯