________________
નિંદા
બિચારો... છગન ! કૂવામાં જ પડ્યો રહ્યો.
૧૫-૨૦ મિનિટ પછી એક રાજનેતા પસાર થયો, એણે કહ્યું : ‘છગન ! તું કુવામાં એટલે પડી ગયો કે કૂવા પર દિવાલ નહોતી. આવું બિલકુલ ન ચાલે. દિવાલ વગરના કૂવાઓને કારણે બિચારા કેટલા લોકો મરતા હશે ? હું આના માટે આંદોલન ચલાવીશ. સંસદમાં વાત મૂકીશ : ભારતના દરેક કૂવાને દિવાલ હોવી જ જોઇએ.'
‘એ બધું પછી કરજો . પહેલા મને કૂવામાંથી બહાર કાઢો. હું મરી રહ્યો છું.' | ‘તું એક મરી જાય તો શો ફરક પડે છે ? ઉલ્ટ, સંસદમાં કહેવા માટે મને બળ મળશે કે દિવાલ વગરના કૂવાના કારણે અમારા ગામનો છગન મરી ગયો છે. આના કારણે આંદોલનને પણ વેગ મળશે.’
એ બધું પછી... પણ, પહેલા મને કાઢો.' છગનની એકેય વાત સાંભળ્યા વિના રાજનેતાએ ચાલતી પકડી.
થોડીવાર પછી એક ખ્રિસ્તી પાદરી પસાર થયો અને તેણે માંચડાથી છગનને બહાર કાઢ્યો અને કહ્યું : “બહુ સરસ થયું કે તમે કુવામાં પડ્યો. તમે કૂવામાં ન પડ્યા હોત તો મને સેવાનો લાભ ક્યાંથી મળત ? ભગવાન ઇસુએ કહ્યું છે કે સેવા એ તો સ્વર્ગની સીડી છે. હું ઇચ્છું છું કે ફરી-ફરી મને આવો લાભ મળતો રહે.'
...ને પાદરીએ ફરી છગનને ધક્કો માર્યો અને તે કુવામાં પડ્યો... ફરીથી એની સેવાનો લાભ મળે તે માટે.
પછી છગનનું શું થયું ? તેના કોઇ સમાચાર મળ્યા નથી.
દુ:ખ સારા છે, એનો અર્થ એ નથી કે બીજાને આપવા. ‘દુ:ખો સારા છે'ની વાત જાત માટે જ લગાડવાની છે. બીજાના દુ:ખો તો સતત દૂર કરવા જ પ્રયત્ન કરવો. જેમ જેમ આપણે બીજાના દુઃખ દૂર કરતા રહીએ છીએ, તેમ તેમ આપણા દોષો દૂર થતા જાય છે. અજમાવી જોજો ...
એવો કયો રસ છે જેનો ત્યાગ મુશ્કેલ છે ? મોસંબીનો ? સંતરાનો ? કેરીનો ? શેરડીનો ? નહિ... આ બધા રસોનો તો સહેલાઇથી ત્યાગ થઇ શકે, પણ મુશ્કેલ છે, નિંદા-રસનો ત્યાગ ! બીજા બધાનો ત્યાગ કરનારા પણ નિંદા-રસનો ત્યાગ કરી શકતા નથી.
સાહિત્યમાં શુંગારાદિ નવ રસો બતાવેલા છે... પણ એ બધા કરતાં ચડિયાતો રસ છે, નિંદાનો ! બિચારા સાહિત્યકારો ‘નિંદાને રસમાં સ્થાન આપવાનું ભૂલી ગયા લાગે છે ! નિંદાને પણ રસોમાં સ્થાન મળ્યું હોત તો કદાચ રસાધિરાજ શાંતરસ ન હોત, નિંદા-રસ હોત !
- કામ-કાજ સિવાયની આપણી ફાલતુ વાતોમાં મુખ્યતાએ શું હોવાનું ? મોટા ભાગે આપણે કોઇકની આધી-પાછી જ કરતા હોઇએ છીએ, કોઇકની નિંદા જ કરતા હોઇએ છીએ. આપણે બીજાની નિંદા કરતા રહીએ છીએ ને બીજા આપણી નિંદા કરતા રહે છે... આમ આપણે જીવનને ‘સાર્થક' બનાવતા રહીએ છીએ.
મહાભારતકાર વેદવ્યાસ માણસ જાતની નબળી કડી તરફ લાલબત્તી કરતાં કહે છે : ઓ ! માનવ ! મહેરબાની કરીને તું કોઇની પણ નિંદા કરીશ નહિ.
ખેર, નિંદા નહિ કરીએ. તમારી વાત સ્વીકારી. પણ બીજા કોઇ નિંદા કરતા હોય તો શું કરવું? કોઇની નિંદાના શબ્દો આપણા
ઉપદેશધારી + ૯૪
ઉપદેશધારા કે ૯૫