________________
મોટર પર મને પ્યાર છે” એવું કહો છો? ચાલો આ ફરકને આપણે પ્રખર હિન્દી સાહિત્યકાર રામચંદ્ર શુક્લની કલમે જોઇએ :
'साधारणतः मन की ललक यदि वस्तु के प्रति होती है तो लोभ और किसी प्राणी या मनष्य के प्रति होती है तो प्रीति દત્તાતી હૈ !'
- રામચંદ્ર શુક્લ (ચિંતામણિ ભાગ-૧, લોભ ઔર પ્રીતિ) મસાણનો ખાડો, પેટનો ખાડો, સમુદ્રનો ખાડો અને લોભનો ખાડો – આ બધા ખાડાઓ એવા છે કે જે કદી ભરાતા નથી. તેમાંય લોભનો ખાડો તો એવો છે કે જેમ નાખો તેમ વધુને વધુ ઊંડો થતો જ જાય. માટે જ ‘લોભને થોભ નથી' એમ માણસો કહે છે.
લોભનો ખાડો પૂરાતો નથી. કારણ કે ઇચ્છાઓ અનંત છે. ઇચ્છાઓ પૂર્ણ કરવા જેમ પ્રયત્ન કરો તેમ વધતી જાય. આકાશ જેવી અનંત છે ઇચ્છાઓ. 'इच्छा हु आगास समा अणंतया'
- ઉત્તરાધ્યયન ઇચ્છાઓનું સ્વરૂપ પણ સમજવા જેવું છે. તમારી જયાં એક ઇચ્છા પૂરી થાય ત્યાં જ તેથી વિરોધી ઇચ્છા જાગશે. તમે તમારા મનનું બરાબર નિરીક્ષણ કરજો . પોતાની પાસે જે હશે તેનાથી તે કદી સંતુષ્ટ નહિ હોય. જે નહીં હોય તેના માટે એ સતત ઝંખ્યા કરશે. મનનો સ્વભાવ છે અભાવને જોવાનો. ૩૧ દાંત હશે ત્યાં જીભ નહિ જાય, પણ એક દાંત પડી ગયો છે ત્યાં જ જીભ વારંવાર જવાની ! જીભ જેવો જ સ્વભાવ છે મનનો ! હોય તેને નહિ જોવાનું અને નહિ હોય તે તરફ જ જોવાનું ! ઘરમાં કેટલું પડ્યું છે, તેનું ભાન ભાગ્યે જ કોઇને હશે, જ્યારે શું ખૂટે છે ? તેનો ખ્યાલ ડગલે ને પગલે ડંખતો હશે !
મનનો આ સ્વભાવ બરાબર સમજી લેવા જેવો છે. કોઇ પણ વસ્તુ કે વ્યક્તિ મળતાં તરત જ તેમાંથી રસ ઉડી જાય છે ને મન બીજું કાંઇક ચાહવા લાગી જાય છે. રવિન્દ્રનાથ ટાગોરે માનવ મનની આ ખાસિયતને પ્રતિકાત્મક રૂપે ગૂંથી છે : આકાશમાં વાદળ અને પક્ષી બને છે. પક્ષી વિચારે છે : આ વાદળ કેટલા ભાગ્યશાળી છે ! આકાશમાં સદા તરતા જ રહેવાનું ! મારે તો આકાશમાં ઉડવા પાંખોને હલાવવી પડે, પણ આ બંદાને તો કાંઇ જ નહિ કરવાનું. કેટલો આનંદ છે વાદળને ! જ્યારે વાદળ વિચારે છે કે આપણે તે કાંઇ જીવન છે ! સાવ જ પરાધીન જીવન ! પરાધીનને સુખ કેવું? પવન ધક્કા મારે ત્યાં જવાનું ! ઇચ્છા મુજબ ક્યાંય જઈ શકાય નહિ. પેલા પંખી કેવા ભાગ્યશાળી છે ! ઇચ્છા પડે ત્યાં જાય. કાશ ! હું પણ પંખી હોત !
The bird wishes it were a cloud, The cloud wishes it were a bird!
- રવિન્દ્રનાથ ટાગોર (રૂં બર્ડસ, ૩૫) પંખી અને વાદળ તો આવું નથી વિચારતા, પણ માણસો જરૂર આવું વિચારે છે. મારા ઘર કરતાં પેલાનું ઘર વધુ સારું છે. મારી નોકરી કરતાં પેલાની નોકરી સારી છે. આવા વિચારો કયો માણસ નહીં કરતો હોય ? આવું વિચારીને કોણ દુ:ખી નહિ થતું હોય ?
ઇચ્છા હોય ત્યાં દુ:ખ હોવાનું જ ! આંસુ હોવાના જ ! ઇચ્છા અને આંસુ બંને જોડિયા છે. એક સાથે જન્મે છે. Twin sisters are longing and tears.'
- વાસવાની (ધ લાઇફ બ્યુટીફુલ, ૧૧૧) આવી ઇચ્છાઓમાંથી મુક્ત થવાનો પ્રારંભ એજ સુખના માર્ગ તરફનું પ્રથમ કદમ છે.
ઉપદેશધારા કે ૫૦
ઉપદેશધારા + ૫૧