________________
સંપત્તિ-લોભના કારણે ભાઇ-ભાઇ વચ્ચે, બાપ-બેટા વચ્ચે કે પતિપત્ની વચ્ચે જંગ ખેલાઇ જાય છે, તે આપણાથી ક્યાં અજાણ્યું છે ? આ બધું જોવા ક્યાંય ઇતિહાસ વાંચવાની જરૂર નથી. આંખો ખોલો એટલે ચારેબાજુ આવું જ બધું જોવા મળશે. જુઓ દેવી ભાગવતપુરાણમાં એનું વર્ણન :
पितरं मातरं भ्रातृन् गुरून् स्वजनबान्धवान् । हन्ति लोभसमाविष्टो जनो नाऽत्र विचारणा ॥
લોભના આવેશવાળો માણસ પિતા, માતા, ભાઇ, ગુરુ, સ્વજન બંધુઓને પણ હણી નાખે છે. લોભાવેશમાં કોઈ વિચારણા હોતી નથી.”
- દેવી ભાગવતપુરાણ (૩/૧૫/૩૨) મહત્ત્વાકાંક્ષા આટલી ખતરનાક હોવા છતાં લોકો કેમ છોડતા નથી ? માતા-પિતા-ભાઇ વગેરેની શા માટે હત્યા કરતા હશે ? માતાપિતા વગેરે કરતાં પણ મહત્ત્વાકાંક્ષા પરનો પ્રેમ ચડિયાતો હશે ? જયાં સુધી માણસ મહત્ત્વાકાંક્ષીઓને (ખરેખર તો આતતાયી જ કહેવાય) વીર ગણીને પૂજા કરશે, ત્યાં સુધી આવા ‘વીરો’ ઉત્પન્ન થયા જ કરવાના. જેનું સન્માન થાય તે દૂષણ કે ભૂષણ, હંમેશા ફેલાયા જ કરવાનું, વધવાનું જ. મહત્ત્વાકાંક્ષા જ પાપની પ્રતિષ્ઠા છે. પાપની માતા છે, દ્વેષ અને ક્રોધની જન્મદાત્રી છે, એ જ પાપનું કારણ છે.
જુઓ કવિ બલ્લાલના ઉદ્ગારો : ‘તોમ: પ્રતિષ્ઠા પાપણ, પ્રસૂતિન્તમ વ ચ | द्वेषक्रोधादिजनको लोभः पापस्य कारणम् ॥'
‘લોભ પાપની પ્રતિષ્ઠા છે. લોભ પાપની જન્મભૂમિ છે. લોભ દ્વેષ-ક્રોધ વગેરેનો જન્મદાતા છે. લોભ પાપનું કારણ છે.”
- કવિ બલ્લાલ (ભોજપ્રબંધ, ૧)
લોભનો આવેશ બહુ જ ખતરનાક છે. એ આવેશ માણસને સતત ભટકાવતો જ રહે, ધૂમાવતો જ રહે, ઓલા હડકાયા કૂતરાની જેમ. ગલીના કૂતરાનું એડ્રેસ હજુયે મળે પણ હડકાયો કૂતરો ક્યાં શોધવો ? એ તો આમથી તેમ ભટક્યા જ કરવાનો ! અત્યંત લોભીની દશા હડકાયા કૂતરા જેવી જ નથી હોતી ? સામાન્ય માણસને તો હજુ તમે શોધી શકશો, પણ આવા માણસોને તમે મળવા માંગશો તો જવાબ મળશે : આજે જ મુંબઈ ગયા છે. મુંબઇ પૂછશો તો જવાબ મળશે : હમણા જ દિલ્હીની ફ્લાઇટમાં ઉપડી ગયા છે. એમ તપાસ કરતા જશો તો સિંગાપોર, લંડન, ન્યૂયોર્ક વગેરે જવાબ મળતા જ રહેશે. આવા માણસોના માથામાં જાણે ચકરડું ફરતું હોય તેમ લાગ્યા વિના નહિ રહે.
આવા માણસોના માનસનું નિરીક્ષણ જ્યારે ટ્રેન, પ્લેન વગેરેની શોધ નહોતી થઈ ત્યારે વિષ્ણુશર્માએ (કેટલાક કહે છે કે વિષ્ણુશર્મા ચાણક્યનું જ બીજું નામ છે) બહુ જ સારી રીતે કર્યું લાગે છે : તેમણે પંચતંત્રમાં લખેલું જાણવા જેવું છે :
'अतिलोभाभिभूतस्य चक्रं भ्रमति मस्तके ।' | ‘અત્યંત લોભથી ઘેરાયેલા માણસના મગજમાં જાણે ચક્ર ફર્યા જ કરે છે.'
- વિષ્ણુશર્મા (પંચતંત્ર, પ/૨૨) કોઇ પૂછી શકે : તમે લોભ નહિ કરો... લોભ નહિ કરો તેવી સલાહ આપી રહ્યા છો તો શું અમારે પૈસા કમાવા જ નહિ ? મંજીરા વગાડતા બેસી જ રહેવાનું ? “અજગર ન કરે ચાકરી, પંખી ન કરી કામ, દાસ મલુક યોં કહ ગયે, સબ કે દાતા રામ.' આવું કહેનારા મલુકદાસની જેમ અમારે પણ ભજનિયા જ ગાતા રહેવું ?' માણસમાં જો લોભ-વૃત્તિ જ ન હોય તો કોઇ ઉદ્યોગપતિ નહિ થાય, કોઇ દુકાનો નહિ ચલાવે, કોઇ વ્યાપારિક સાહસો નહિ કરે. શું
ઉપદેશધારા કે ૪૬
ઉપદેશધારા + ૪૭