________________
લોભ
અનુભવીઓના મોઢે ઘણીવાર સાંભળ્યું હશે : પાપનો બાપ લોભ છે. ચાલો... આપણે પણ અનુભવીઓના સહારે આ પાપના બાપનો પરિચય કરીએ.
એક વાતનું આશ્ચર્ય હંમેશા થયા કરે છે : ક્રોધ કરનારને આપણે કષાયી (કસાઇ નહિ) કહીએ છીએ, પણ લોભ કરનારને કદી કષાયી નથી કહેતા. આવું શા માટે ? શું લોભ કષાય નથી ? ક્રોધ પ્રથમ છે તો લોભ અંતિમ કષાય છે. પર્યુષણના દિવસોમાં પણ આપણે ક્રોધ-નાશ પર જેટલો જોર આપીએ છીએ તેટલો લોભનાશ પર નથી આપતા. આનું કારણ શું ? શું ક્રોધ જેટલું નુકશાન કરે છે તેટલું નુકશાન લોભ નથી કરતો ? નહિ. એવું તો નથી. શઠંભવસૂરિજીએ દસવૈકાલિકમાં સાફ-સાફ લખ્યું છે : ક્રોધ તો માત્ર પ્રેમનો નાશ કરે, માન તો માત્ર વિનયનો નાશ કરે, માયા માત્ર મિત્રોનો નાશ કરે, પણ લોભ તો સર્વ-નાશ કરે. (નોટો સર્વાવUTTI ) લોભને આવો ખતરનાક કહેલો હોવા છતાં પર્યુષણમાં એનું નામ ન આવે એ કેવું ?
વિચારતાં એવું લાગે છે કે ક્રોધનો નાશ જેટલો સહેલો છે, તેટલો લોભ-નાશ સહેલો નથી. કારણ કે ક્રોધ પ્રગટ દેખાય છે, લોભ નથી દેખાતો. જે દેખાતો હોય તેને દૂર કરવો સહેલું છે,
પણ ન દેખાય તેને કાઢવો શી રીતે ? પગમાં લાગેલો કાંટો, દેખાતો હોય તો તરત જ તમે કાઢી શકશો પણ દેખાય જ નહિ એટલો ઉડે ગયો હોય તો કાઢવો શી રીતે ? ક્રોધ એ ઉપર દેખાતો કાંટો છે જ્યારે લોભ એ ઉંડે ખૂંપી ગયેલો કાંટો છે.
‘બેટા ! તું પણ ચાણક્ય ને ચંદ્રગુપ્ત જેવો મૂર્ખ છે.” એવું વાક્ય સાંભળીને સ્તબ્ધ બનેલા ચાણક્ય ઝૂંપડીમાં આવીને પેલું વાક્ય કહેનાર વૃદ્ધાને આવું કહેવાનો મર્મ પૂછ્યો. માજીએ કહ્યું : ‘પેલા ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૂરખ છે. કારણ કે સીધો રાજધાની પર હુમલો કરે છે. પહેલા ગામડાઓ જીતવા જોઇએ અને ગામડાઓ જીતીને પછી જ રાજધાની પર હુમલો કરવો જોઇએ ને ? આ મારો દીકરો પણ એવો જ મૂરખ છે. ગરમ-ગરમ ખીચડીમાં વચ્ચે જ હાથ નાંખે છે. પહેલા આજુબાજુની ઠંડી ખીચડી ખાવી જોઇએ ને ?' કહેવાય છે કે વૃદ્ધાની આ વાત સાંભળીને ચાણક્ય આસપાસના નાના નાના ગામડાઓ અને અન્ય વિસ્તારો જીતી લીધા પછી રાજધાની પર ચડાઈ કરી અને નંદવંશનો વિચ્છેદ કરી પાટલીપુત્ર પર મૌર્ય વંશની સ્થાપના કરી. લોભ પણ વચ્ચે રહેલી ગરમ ખીચડી જેવો જ છે. પહેલા એને ન પકડાય, આસપાસ રહેલી ઠંડી ખીચડી જેવા ક્રોધથી શરૂઆત કરાય, લોભ વચ્ચે રહેલી રાજધાની છે, જયારે ક્રોધ-માનાદિ આસપાસના ગામડાઓ છે. લોભ વચ્ચેનું કેન્દ્રબિંદુ છે. એની આસપાસ માયાનું આવરણ છે. એના ફરતે ક્રમશઃ માન અને માયાનું આવરણ છે ને છેલ્લે ક્રોધનું આવરણ છે. પહેલા ક્રોધનું આવરણ હટાવવું પડશે. પછી ક્રમશઃ માન-માયાદિના આવરણો હટાવ્યા પછી લોભ પર હુમલો કરવાનો છે. ક્ષેપક શ્રેણિમાં પણ નવમે ગુણઠાણે ક્રમશઃ ક્રોધ, માન, માયા જાય છે. ઠેઠ છેલ્લા દસમા ગુણઠાણે લોભ જાય છે. આથી ખ્યાલ આવે છે કે લોભ કેટલો ખતરનાક છે !
ઉપદેશધારા * ૪૨
ઉપદેશધારા + ૪૩