________________
દારૂ, તમાકુ વગેરે નશાખોરીની જડ છે. અનેકાનેક નશાકારી ચીજમાં વપરાતો આ તમાકુ ક્યારથી શરૂ થયો ? શું ભારતમાં પહેલેથી જ હતો ? રામાયણ અને મહાભારતના કાળમાં પણ હતો ? દારૂની વાત તો આવે છે, પણ તમાકુની વાત જોવા મળતી નથી. તમાકુ હમણાં છેલ્લા પાંચસો વર્ષથી વિશ્વમાં ફેલાયો છે. એનો ઇતિહાસ જાણવા જેવો છે.
જયારે અમેરિકા અંધારામાં ડૂબેલું હતું. ભારતમાં મોગલ સલ્તનતના મંડાણ થવાની તૈયારી હતી, ત્યારે યુરોપના સાહસિક અમેરિકા-શોધક કોલંબસે (ઇ.સ. ૧૪૯૨, વિ.સં. ૧૫૪૮) ક્યુબા નામનો ટાપુ શોધી કાઢયો. કોલંબસે જોયું કે ત્યાંના જંગલી મનુષ્યો પાંદડાઓને મોંઢામાં લપેટીને ધૂમાડા કાઢે છે. કોલંબસને ખૂબ જ નવાઇ લાગી. નવાઇભરી વસ્તુથી તે પ્રભાવિત થયો. કેટલાક પાંદડા અને છોડ તે યુરોપમાં લાવ્યો. લોકોને ધૂમાડા કાઢવાનું પસંદ પડ્યું. એનાથી નશો પણ મળતો હતો અને ટાઇમપાસ પણ થતો હતો. જોતજોતામાં તે બધે ફેલાઇ ગયું. ઇ.સ. ૧૪૯૪ (વિ.સં. ૧૫૫૦)માં તેણે બીજીવાર અમેરિકાની યાત્રા કરી ત્યારે તેણે ત્યાંના લોકોને તમાકુ સૂંઘતા જોયા. આથી યુરોપની સ્ત્રીઓ પણ તમાકુ સુંઘવા લાગી.
ઇસ. ૧૫૦૩ (વિ.સં. ૧૫૫૯)માં સ્પેનીશ લોકો “પેરાગુઆ’ પર વિજય મેળવવા ગયા. ત્યાંના સિપાઇઓ તમાકુ ખાતા હતા અને શત્રુની આંખમાં તમાકુનો રસ ઘૂંકતા હતા. ત્યારથી યુરોપમાં તમાકુ ખાવાનો રિવાજ શરૂ થયો. ધીરે-ધીરે આ ત્રણેય આદતો | (તમાકુ સુંઘવાની, પીવાની અને ખાવાની) આખી દુનિયામાં ફેલાઇ ગઇ. આથી જ રામાયણ, મહાભારત આદિ પ્રાચીન ગ્રંથોમાં તમાકુનું નામ ક્યાંય આવતું નથી. અરે... અમરસિંહના અમરકોશમાં, ધનપાલની ધનંજયનામમાલામાં કે હેમચંદ્રસૂરિજીની અભિધાનચિંતામણિનામમાલામાં પણ ક્યાંય ‘તમાકુ' શબ્દ આવતો
નથી. મુસલમાનો હુક્કો પીતા હતા તેવું વર્ણન શિવરાજવિજય કાવ્યમાં મળી આવે છે.
શરૂઆતમાં તો માણસ શોખથી, કુતુહલથી કે દેખાદેખીથી બીડી કે સિગરેટો શરૂ કરી દે છે, પણ પછીનું કાર્ય એના હાથમાં નથી રહેતું. પહેલા માણસ બીડી સિગારેટ કે બીજું કંઇ પણ પીએ છે, પણ પછી તે વસ્તુઓ માણસને પીએ છે. અઢી ઇંચની બીડી છ ફૂટના માણસને પોતાની ટચલી આંગળીએ નચાવે છે.
સિગરેટ આદિની આદતથી માણસ એટલો બધો મજબુર થઇ જાય છે કે પોતાની આદત સંતોષવા ગમે તે કરવા તૈયાર થઇ જાય છે. પહેલા વિશ્વયુદ્ધ (ઈ.સ. ૧૯૧૬) પછી ફ્રાંસની ઘટનાઓ આંખો ઉઘાડી નાખે તેવી છે. ફ્રાન્સની સ્ત્રીઓ સિગરેટની એટલી વ્યસની બની ગઈ હતી કે એક સિગરેટ ખાતર પોતાનું સતીત્વ સુદ્ધા આપી દેવા તૈયાર થઇ જતી.
એક વખત હુબલીથી કુંભોજગિરિ છ'રી પાલક સંઘમાં સોલાપુર ખાતે (મહારાષ્ટ્રનું નહિ, કર્ણાટકનું સોલાપુર) અમારો ખેતરોમાં પડાવ હતો. ખેતરો લીલાછમ હતા, પણ ક્યાંય વાડ નહિ, પાકથી લીલાછમ પણ વાડ વગરના ખેતરો જોઇને કોઇને પણ આશ્ચર્ય થાય. પૂછવામાં આવ્યું : “આ ખેતરોને વાડ કેમ નથી ?'
‘મહારાજ ! આ ખેતરોને વાડની જરૂર નથી. કારણ કે આ તમાકુના ખેતરો છે. તમાકુના છોડને માણસ સિવાય કોઇ ખાતું નથી. ગાય-ભેંસ તો નહિ, પણ ગધેડા પણ ન ખાય.”
આ સાંભળતાં જ મન ચકરાવે ચડી ગયું : ગધેડા પણ જે ન ખાય, એ માણસ ખાય ? પશુ જેટલી પણ વિવેક-શક્તિ માણસ પાસે નહિ ? હદ થઇ ગઇ ! “અરે ! તું તો ગધેડા જેવો છે, ઢોર જેવો છે' એવું બોલનારો માણસ પશુઓનું અપમાન કરતો હોય તેમ નથી લાગતું ?
ઉપદેશધારા * ૭૬
ઉપદેશધારા + ૭૭