________________
નાશ થાય છે. (સ્મૃતિ ભૂતકાળવિષયક હોય છે ને બુદ્ધિ વર્તમાનવિષયક હોય છે.) (૯) સજજનોથી દૂર થવું પડે છે. (૧૦) વાણીમાં કઠોરતા આવે છે. (૧૧) નીચ માણસોની સેવા કરવી પડે છે. (૧૨) કુળની હીનતા થાય છે. (૧૩) બળનો નાશ થાય છે. (૧૪-૧૫-૧૬) ધર્મ-કામ-અર્થ આ ત્રણેયને હાનિ પહોંચે છે.
દારૂ પેટમાં જતાં જ માણસ બુદ્ધિ અને સ્મૃતિશક્તિ ગુમાવતો જાય છે. એક ધનાઢ્ય પણ પીવાની આદતવાળા માણસે અમને કહેલું : મહારાજ ! મને પહેલા છ હજાર ટેલીફોન નંબરો યાદ હતા. ટેલિફોન કરતી વખતે ડાયરી ખોલવાની જરૂર જ ન પડે, પણ જયારથી પીવાની આદત પડી ત્યારથી એ શક્તિનો હ્રાસ થવા માંડ્યો. આજે તો હાલત એવી છે કે મહત્ત્વની વાત પણ ભૂલાઇ જાય છે.
અમે કહ્યું : પ્રથમ કર્મગ્રંથમાં જડ કર્મની અસર ચેતન પર શી રીતે થઇ શકે ? એ સમજાવવા દારૂ અને બ્રાહ્મીના ઉદાહરણો આપ્યા છે. બંને જડ છે. છતાં એકથી બુદ્ધિનો નાશ અને બીજાથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે, એ વાત તમારા ઉદાહરણથી એકદમ સાચી ઠરે છે. આ ભાઇને જોઇને અમને પેલી પંક્તિ યાદ આવી ગઇ : મધુપનાતિબંશ ના નાતે તુ’ મદ્યપાનથી ખરેખર માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઇ જાય છે. પૌવત્ય વિદ્વાનોએ જ નહિ, મઘ-પાનને પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ વખોડી કાઢયું છે. ટામસ બેકને પણ કહ્યું છે :
'When the wine is in, the wit is out.' ‘દારૂ અંદર જાય છે ત્યારે ડહાપણ બહાર નીકળી આવે છે.”
- ટામસ બેકન (કૈટેચિસ, ૩૬૫) મદિરાપાનથી માત્ર બુદ્ધિ જ નહિ, બીજું પણ ઘણું-ઘણું નષ્ટ થઇ જાય છે. કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી તો મદ્યપાનને
અગ્નિનો તણખો કહે છે. અગ્નિનો તણખો પડતાં જેમ ઘાસ સળગી ઉઠે તેમ દારૂ પેટમાં જતાં જ બધા ગુણો સાફ થઈ જાય છે.
'विवेकः संयमो ज्ञानं, सत्यं शौचं दया क्षमा । मद्यात् प्रलीयते सर्व, तृण्या वह्निकणादिव ॥'
વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા અને ક્ષમા દારૂથી આ બધું સાફ થઈ જાય છે; અગ્નિના તણખાથી જેમ ઘાસ સાફ થઇ જાય.
- યોગશાસ્ત્ર (૩/૧૬) પણ, કોને જોઇએ છે વિવેક વગેરે ગુણો ? આજે તો માણસને જોઇએ છે સત્તા અને સંપત્તિ. બસ, એ સલામત રહેવા જોઇએ, પરંતુ મદ્યપાનથી સત્તા અને સંપત્તિ પણ ચાલ્યા જાય છે. તપાસો ઇતિહાસને... તમને આવા અનેક ઉદાહરણો મળી આવશે. દ્વારકાનો નાશ દારૂના દૈત્ય કરેલો તે કોનાથી અજાણ્યું છે ? ભારત પર ૧૫૦૦ વર્ષ સુધી રાજય કરનાર મુસ્લિમ બાદશાહોમાં સૌથી લાંબો કાળ મોગલ-સલ્તનતનો છે. એના વિકાસમાં દારૂ-ત્યાગ અને એના વિનાશમાં દારૂએ ભાગ ભજવ્યો છે એ બહુ ઓછા લોકો જાણે છે.
મોગલોનો ઇતિહાસ તો કદાચ થોડોક જૂનો છે, પણ પાકિસ્તાનમાં ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનો ઇતિહાસ તો તાજો જ છે. એ દારૂના શોખીન હતા. કહેવાય છે કે એમણે લશ્કરી વડા જનરલ ઝિયાને પદભ્રષ્ટ કરવાની યોજના વિચારેલી, પણ એક વખત વધુ પડતો દારૂ પીધો અને દારૂના નશામાં મનની ગુપ્ત યોજના પ્રગટ કરી દીધી. બસ... પતી ગયું. સવાર થતાં જ ઝિયાએ પાકિસ્તાન પર લશ્કરી શાસન ઠોકી દીધું અને ભુટ્ટોને કેદ કરી છેવટે ફાંસી આપી.
દારૂથી થયેલ ખાનાખરાબીથી ઇતિહાસના અનેક પૃષ્ઠો કલંકિત થયેલા છે. આપણે જરા એ કલંકિત પૃષ્ઠો પર નજર નાખીએ :
ઉપદેશધારા કે ૫૮
ઉપદેશધારા * ૫૯