________________
દારૂ
છે . જુગાર, માંસ, દારૂ, વેશ્યા, પરસ્ત્રીગમન, શિકાર, ચોરી - આ સાત મહાવ્યસનો ગણાયા છે. સાતેયમાંથી એકાદની પણ આદત પડી જાય તો એમાંથી છૂટવું મુશ્કેલ બની જાય છે. ઘણીવાર તો એવું જોવા મળે છે કે માણસ ઇચ્છે તો પણ છોડી શકતો નથી. એ પોતે જ આદતનો ગુલામ બની જાય છે. આનાથી વધુ કરુણતા બીજી કોઇ નથી. આપણા પુત્રો, પત્ની કે નોકરો જયારે આપણા કહ્યામાં ન રહે ત્યારે કેવું દુઃખ થાય છે ? પણ, ચાલો... ઠીક છે. પુત્રો, પત્ની વગેરે તો પારકા છે, પણ મને તો માણસનું પોતાનું છે ને ? પોતાનું મન પોતાને આધીન ન રહેતું હોય ત્યારે માણસને કેટલું દુઃખ થવું જોઇએ ? આશ્ચર્યની વાત એ છે કે પુત્ર વગેરે પોતાના તાબામાં ન રહે ત્યારે દુ:ખી બનનારો માણસ પોતાનું જ મન તાબામાં નથી રહેતું ત્યારે દુ:ખી બનતો નથી. વ્યસનની ગુલામી તેને ખટકતી નથી. જેને ગુલામી ખટકે નહિ તે કદી તેનાથી મુક્ત થઇ શકે નહિ. જે બેડીઓને જ ઘરેણા સમજી લે તે બેડીઓમાંથી મુક્ત થવા પ્રયત્ન તો નહિ કરે, પણ એને જ વધુ મજબૂત બનાવવા પ્રયત્ન કરશે. બેડીઓને જ વધુ મજબૂત બનાવતો માણસ જો મૂર્ખ ગણાય તો વ્યસનોની ચુંગાલમાં વધુને વધુ ફસાતો માણસ મૂર્ખ જ ને ?
સાતેય વ્યસનોમાં આજના યુગમાં સૌથી વધુ વ્યાપક વ્યસન કયું ? શિકાર માટે જંગલો કે પશુઓ નથી. કદાચ હોય તો શિકાર ખેલનારા રાજા કે ક્ષત્રિયો આજે લગભગ રહ્યા નથી. કમ સે કમ શહેરોમાં આ દૂષણ નથી. વેશ્યા કે પરસ્ત્રીગમન જાહેરમાં થઇ શકતા નથી. ઘરમાં કદાચ ખબર પડી જાય તો ઘરવાળી જ ધોકો લઇને ઢીબી નાંખે તેનો માણસને ડર છે. ચોરી પણ જાહેરમાં થઇ શકતી નથી, કારણ પકડાઇ જવાનો મોટો ડર છે. માંસ પણ જાહેરમાં ખાઈ શકાતું નથી. ધર્મી કુટુંબોમાં તો બિલકુલ નહિ. જુગારમાં હારી જવાનો ડર છે કે પકડાઇ જવાનો પણ થોડો ડર છે. હવે એક જ વ્યસન બચ્યું : મદિરા પાન, શરાબ, દારૂ.
આજ-કાલ તો દારૂ પીવો ફેશન બની ગઇ છે. આ જ રીતે જો આ ફેશન બે-અટક વધતી ચાલી તો ૨૦-૨૫ વર્ષ પછી કદાચ એવો પણ સમય આવી જાય કે ઘેરઘેર દારૂ ચાની જેમ પીવાતો હોય ને એમાં કોઇને છોછ પણ ન લાગતો હોય ! દારૂ જયારે સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લે ત્યારે તેના પ્રચારને રોકવો મુશ્કેલ બની જાય. આજે એવું જ બની રહ્યું હોય તેમ દેખાય છે. બધા જ દારૂ પીતા હોય તો કોઇને એમ ન લાગે કે આમાં કોઇ પાપ છે !
આજે પણ ઘણા માણસો એવા છે, જેમને દારૂમાં કોઇ પાપ જણાતું નથી. કોઇને માર્યા વિના માંસ ન મળે, માટે માંસમાં પાપ છે, કોઇ હારે નહિ ત્યાં સુધી આપણે જીતીએ નહિ માટે જુગારમાં પાપ છે. વેશ્યા-પરસ્ત્રીગમન તો ઉઘાડા પાપ છે. ચોરી જેને ત્યાં થઇ હોય તેના પર શું વીતે છે તે બધા જાણે છે તે પ્રત્યક્ષ પાપ છે. શિકાર એટલે તો પ્રત્યક્ષ હિંસારૂપ પાપ છે. બીજા છયે વ્યસનોમાં પાપ છે, પણ દારૂમાં શાનું પાપ ? દારૂ પીને અમે કોઇને હાનિ પહોંચાડીએ છીએ ? પૈસા અગર ખર્ચાતા હોય તોય અમારા ને ? આવું આજકાલના ઘણા પીનારાઓ વિચારતા હોય છે. ખરેખર તો
ઉપદેશધારા કે ૫૪
ઉપદેશધારા + ૫૫