________________
આવ્યું. પેટી ખૂલતાં જ બધાની આંખો પહોળી થઇ ગઇ. પેટીમાં મડદાના કપાયેલા ટૂકડા પડ્યા હતા. ભયંકર દુર્ગધ આવી રહી હતી. ‘ના... ના... આ પેટી મારી નથી.' શેઠજી બોલી ઉઠ્યા. “હં... હવે આ પેટી તમારી નથી, કેમ ? પહેલા તો તમારી હતી, હવે કેમ નહિ ? શેઠજી ! એમ તમે કોઇનું ખૂન કરીને છટકી નહીં શકો. કાયદો પોતાનું કામ અવશ્ય કરશે.' પોલીસ ગર્જી રહ્યો હતો. શેઠજીનું હવે શું થયું ? તે વાચકોની કલ્પના પર છોડી દેવામાં આવે છે.
-: પ્રેરણા બિંદુ :‘કો'કનું પડે ને મને જડે' આ સુત્ર સદા રટનારા એક શેઠ રેલ્વેના પ્લેટફોર્મના બાંકડા પર બેઠેલા. આમ તેમ હાલતા એમના પગે કોઇ ચીજ અથડાઇ. નીચે નજર કરી તો પેટી હતી. આજુબાજુ નજર કરી તો કોઇ નહોતું. શેઠજીની દાઢ ડળકી. આ પેટી હડપ કરી લઊં ! પેટી ઉપાડીને શેઠજી આમ તેમ જોતા જ્યાં ગાડીમાં ચડવા ગયા ત્યાં જ એક પોલીસે પડકાર્યો : “શેઠજી, આ પેટી કોની છે ?’ ‘પેટી મારી છે.' શેઠજીએ ધ્રૂજતા અવાજે કહ્યું. શેઠજીના કાંપતા અવાજથી વધુ શંકાશીલ બનીને પોલીસે કહ્યું : “શું છે આ પેટીમાં ?'
| ‘કપડા-લત્તા, નાસ્તો ને થોડુક પરચુરણ છે. બીજુ શું હોય ?' શેઠજીએ ગપગોળો ગબડાવ્યો. મનમાં એમ કે આવી ભારેખમ પેટી કાંઇ જવા દેવાય ? અંદર સોના જેવું જ કોઇ કિંમતી સામાન હોવું જોઇએ, થોડું-ઘણું જ બોલવાથી આવડો મોટો દલ્લો મળી જતો હોય તો શો વાંધો છે ? આમેય જુઠું બોલ્યા વિના ધંધો ક્યાં કરી શકાય તેમ છે ? એકવાર જૂઠું બોલી લઇએ... પછી પેટીનો માલ મળે એટલે લીલા-ઘેર ! ‘અચ્છા... એમ વાત છે ? ખોલો પેટીને. પોલીસે હુકમ કર્યો. શેઠે ચાવી શોધવાનો અભિનય કર્યો ને કહ્યું “ચાવી ખોવાઇ ગઇ લાગે છે અથવા ક્યાંક મૂકાઇ ગઇ હોય તેવું લાગે છે.' હજુ સાચું બોલી જાવ. સાચું બોલશો તો થોડી જ સજા મળશે. બોલો... આ પેટી તમારી છે ?' પોલીસે સમજાવવા પ્રયત્ન કર્યો.
પણ આ લોભી જીવડો સમજે તેમ હતો જ નહિ. થઇ-થઇને આખરે શું થવાનું ? બે દા'ડાની જેલ જ ને ? જઇ આવશે. ૨૦૦પ00નો દંડ ભરી દઇશું, પણ આટલા ડરથી કાંઇ આવી પેટી છોડી દેવાય ? લોભનો સાગર શેઠના હૃદયમાં વાંભ-વાંભ ઉછળી રહ્યો હતો. આખરે પોલીસ તેને પોલીસ-સ્ટેશને પકડી ગયો. ત્યાં પણ શેઠજીએ ગપગોળા હાંક્ય રાખ્યા. છેવટે પેટીનું તાળું ખોલવામાં
મેં કદી એ વિચાર્યું નથી : હું બોલીશ તે સાંભળનારને ગમશે કે નહિ ? હું તો તેને જેની જરૂર હોય તે જ આપું. ભલે તેને ગમે કે ન ગમે. ખરો વૈદ તે જ કહેવાય જે દર્દીને હિતકારી હોય તેવી જ દવા આપે, ભલે તે કડવી કેમ ન હોય ?
- કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં.૩૨૯),
તા. ૨૧-૧૧-૨000, કે.વ. ૧૧
સમકિત વિના બધું શૂન્ય છે, એમ મને સતત લાગ્યું છે. આથી જ મેં ભગવાનને પકડ્યા છે, ભગવાનના સાધુ અને ભગવાનનો ધર્મ પકડ્યો છે. એના વિના સમ્યગુદર્શન નહિ મળે એવી મને સતત પ્રતીતિ થતી રહી છે અને શાસ્ત્રથી એવી પુષ્ટિ થઈ રહી છે.
- કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં. ૨૩૫)
તા. ૩૦-૧૦-૨000, કી. સુ. ૩
અમારા પૂ. રત્નાકર વિ. ક્યારેક દોષિત ઉકાળો લેવો પડે તો રડતા. એ ઉકાળો લેવા અમારે એમને મનાવવા પડતા. અત્યારે તો છ-છ મહિના જોગ કરનારા જોગ પૂરા થતાં જ નવકારશીમાં બેસી જતા જે વા મળે છે.
- કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં. ૨૨૫),
તા. ૨૮-10-2000, કા. સુ. ૨
ઉપદેશધારા કે પર
ઉપદેશધારા કે પડે