________________
‘શટું પ્રતિ ચિમ્' - એમ આપણા ડાહ્યા માણસો કહી ગયા છે.” જુઓ પેલો ચાણક્ય શું કહે છે...
'नाऽत्यन्त-सरलैर्भाव्यं, गत्वा पश्य वनस्थलीम् । छिद्यन्ते सरलास्तत्र, कुब्जास्तिष्ठन्ति पादपाः ॥'
‘અત્યંત સીધા ન થાવ. મારી આ વાતમાં વિશ્વાસ ન આવતો હોય તો જઇ આવો જંગલમાં. ત્યાં સીધા ઝાડ કપાય છે ને વાંકાચૂકા ઝાડને કોઈ હાથ પણ લગાડતું નથી.'
- ચાણક્યનીતિ (૭/૧૨) જગતને ચાણક્યની આ વાત બહુ જ પસંદ પડી જશે, પણ ચાણક્યની બીજી કેટલીયે વાતો છે, જે જીવનમાં ઉતારવા જેવી છે. તેને લોકો બહુ જ આસાનીથી ભૂલી જશે. આખરે તો શાસ્ત્રમાંથી માણસને જે જો ઇતું હોય છે તે જ મેળવે છે. એ શાસ્ત્ર નથી વાંચતો, પોતાનું મન વાંચે છે.
મુલ્લાજીને દારૂ પીતા જોઇને કોઈકે પૂછયું : આમ કેમ ? તમે નિષિદ્ધનું આચરણ કેમ કરો છો ?
મુલ્લાજીએ કહ્યું : કુરાનમાં લખ્યું છે કે દારૂ પીવાય. ‘હોય નહિ. બતાવો જોઇએ.'
કુરાન કાઢીને મુલ્લાજીએ વંચાવ્યું, જેમાં લખેલું હતું : “દારૂ પીવો તે નરકનો માર્ગ છે.'
‘દારૂ પીવો - એમ લખ્યું છે કે નહિ ?’ મુલ્લાએ કહ્યું. ‘પણ, આગળ શું લખ્યું છે ? તે તો વાંચો.'
‘હું હજી વાંચવામાં અહીં સુધી જ પહોંચ્યો છું.’ મુલ્લાએ ઠંડે કલેજે જવાબ આપ્યો.
'नाऽत्यन्त सरलैर्भाव्यम्'
‘બહુ જ સરળ ન બનો' - એવી ચાણક્યની વાત સ્વીકારી લેવા ઘણા લોકો તૈયાર થઇ જશે, પણ કબીરની પેલી વાત સ્વીકારવા કોણ તૈયાર થશે ?
કબીર કહે છે : તમે પોતે ઠગાવા તૈયાર રહો, પણ બીજા કોઇને ઠગશો નહિ. તમે ઠગાશો તો પણ સુખ છે ને તમે કોઇને ઠગશો તો દુ:ખી જ થશો. બીજાને ઠગવું એટલે પોતાની જાતને જ ઠગવું. આપણને આ દુનિયામાં તે જ મળે છે જે આપણે બીજાને આપીએ છીએ. સુખ આપીએ તો સુખ મળે ને દુઃખ આપીએ તો દુ:ખ મળે, જીવન આપીએ તો જીવન મળે ને મૃત્યુ આપીએ તો મૃત્યુ મળે. આ વિશાળ વિશ્વ એક મોટું ગોળ ગુંબજ છે. અહીં આપણે જે બોલીએ છીએ તેના જ પડઘા પડે છે. સજજન બોલશો તો સજજનના પડઘા પડશે અને ગધેડો બોલશો તો ગધેડાના પડઘા પડશે. સામેથી આવતો પડઘો એ તમારા જ શબ્દો છે; અથડાઇને આવેલા. તમને આજે જે સુખ મળે છે તે તમારું જ આપેલું છે. તમને જે દુ:ખ મળે છે તે પણ તમારું જ કોઇને ક્યારેક આપેલું છે. દુ:ખની વાવણી કરીને તમે સુખ લણી શકો નહિ. કોઇના માર્ગે કાંટા બિછાવીને તમે ફૂલોની આશા રાખી શકો નહિ. બાવળ વાવીને તમે કેરીની આશા રાખી શકો નહિ.
કરેગા સો ભરેગા, બાવા રોટી ખાયેગા.' આમ બોલતા પેલા બાવાજીને મારી નાખવા એક બાઈએ ઝેરી લાડવા ભિક્ષામાં આપ્યા. તે જ દિવસે બહારગામથી આવેલા અતિથીને બાવાજીએ એજ લાડવા ખવડાવ્યા. અતિથી મૃત્યુ પામ્યો. તે અતિથી બીજો કોઇ નહિ, પણ પેલી બાઇનો દિકરો જ હતો.
‘ખાડો ખોદે તે પડે.” એ કહેવત અનેક અનુભવોના નિષ્કર્ષમાંથી નીકળેલી છે. આપણે જયારે બીજાને ઠગીએ છીએ ત્યારે આપણી જાતને જ ઇંગીએ છીએ. કારણ કે બીજો કોઇ છે જ નહિ. બધા આપણા જ રૂપો છે. જીવાસ્તિકાયરૂપે આપણે બધા જીવો એક છીએ. આ સંદર્ભમાં ઠાણાંગસૂત્રનું કથન “ને માથ' (આત્મા એક છે) ઘણું જ રહસ્ય ગંભીર છે.
ઉપદેશધારા * ૩૬
ઉપદેશધારા * ૩૭