________________
સમ્યગ્ગદર્શન એટલે સાચી દૃષ્ટિ, વસ્તુનો યથાર્થ બોધ થવાથી તેના પ્રત્યેની પરમ રૂચિ, જે પદાર્થ જેવો છે, જ્ઞાનીઓએ જેવો કહ્યો છે તે પદાર્થ તેવો જ છે એવી અચલ શ્રદ્ધા તે સમત્વ છે. “અધ્યાત્મસાર' આ ગ્રંથમાં ઉપાધ્યાય યશોવિજયનું સમ્યકત્વનું મહત્ત્વ બતાવતા લખે છે –
कनीनिकेव नेत्रस्य कुसमस्येव सौरभम् ।
सम्यक्त्वमुच्यते सारः सर्वेषां धर्मकर्माणां ।।१२.५।। અર્થ એમ નેત્રનો સાર કીકી છે અને પુષ્પનો સાર સૌરભ છે તેમ સર્વ ધર્મકાર્યનો સાર સમ્યકત્વ કહેવાય છે.
અહીં ઉપાધ્યાય યશોવિજયજી સમ્યકત્વની મહત્તા બે ઉપમા આપીને બતાવે છે. સર્વ ધર્મક્રિયામાં સમ્યકત્વ જ સારરૂપે છે. નેત્રમાં કીકી અને પુષ્પમાં સુગંધ જેમ સારરૂપ છે તેમ સર્વ ધાર્મિક ક્રિયાઓમાં સમ્યકત્વ અર્થાત્ સમ્યગ્દર્શન સારરૂપ છે. સમ્યગુદર્શન સહિતની ધર્મક્રિયાઓ એ મોક્ષમાર્ગ છે.
શ્રીમદ્ રાજચંદ્ર સમ્યગ્દર્શનનું મહત્ત્વ બતાવતા લખે છે –
સમ્યગુદર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ ચારિત્રમાં સમ્યગુદર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વીતરાગોએ કહી છે. જો કે સમ્યગૂ જ્ઞાનથી જ સમ્યગદર્શનની પણ ઓળખાણ થાય છે, તો પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન, સંસાર એટલે દુઃખના હેતુરૂપ હોવાથી સમ્યગદર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે.
જેમ જેમ સમ્યગ્દર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્યગુ ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે અને ક્રમે કરીને સમ્યગુ ચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે; જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે; અને ક્રમ કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે; આત્મ નિજપદમાં લીન થઈ સર્વ કર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે.'
પૃ. ૫૭૭, વચનામૃત.
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન