________________
ઉત્પન્ન થવાથી અને પૂર્વભવની ધર્મ-આરાધનાના સંસ્કાર હોવાથી તે બાળકને દીક્ષા લેવાની અભિલાષા થઈ. પરંતુ માતાને તેના પર અત્યંત મોહ હોવાથી માતાને દુઃખ આપવું તેને ઉચિત ન લાગ્યું. એટલે માતાનો તેના પરનો મોહ ઘટાડવા બાળકે એક સરખું રડવાનું ચાલુ કર્યું. જેથી એની માતા ખાઈ શકતી નથી, નિદ્રા લઈ શકતી નથી કે શાંતિથી ઘરકામ કરી શકતી નથી. આવી રીતે છ માસ પસાર થયા. માતા પુત્ર પ્રત્યે અત્યંત ઉદ્વેગવાળી થઈ.
તે સમયે આચાર્ય શ્રી સિંહગિરી પોતાના શિષ્ય ધનગિરી મુનિ સાથે ત્યાં પધાર્યા. ગુરુની આજ્ઞા લઈ ગોચરી માટે જતા મુનિ ધનગિરી સુનંદાને ઘેર આવ્યા. પુત્રથી કંટાળેલી સુનંદાએ મુનિને કહ્યું, ‘આ તમારા પુત્રને તમે લઈ જાઓ. તેનું પાલન કરવા હવે હું સમર્થ નથી.' અને મુનિની ના હોવા છતાં સુનંદાનો અત્યંત આગ્રહ હોવાથી કેટલાક લોકોના સાક્ષીએ મુનિ ધનગિરીએ એ બાળકને ગ્રહણ કર્યો. અને બાળક પણ હવે ભાવિમાં હું સર્વસંગપરિત્યાગ રૂપી દીક્ષા ગ્રહણ કરી શકીશ એમ વિચારી રડતો બંધ થઈ ગયો. ગુરુજીએ આ બાળક ભવિષ્યમાં મહાન જ્ઞાની થશે એમ સમજીને બાળક નાનો હોવાથી તેના પાલન-પોષણ માટે સાધ્વીજીના ઉપાશ્રય રાખ્યો. ત્યાં આવતી બહેનો એની સાર-સંભાળ રાખી શકે. બાલ્યવયથી જ તે વજ જેમ અતિશય ભારવાળો હોવાથી તેનું નામ વજ રાખ્યું. ઉપાશ્રયમાં સાધ્વીજીઓ જે જે આગમો ભણે છે એ સાંભળીને કુશાગ્ર બુદ્ધિવાળો તે અગિયાર અંગનો જાણકાર બન્યો. વજકુમાર જ્યારે આઠ વર્ષના થયા ત્યારે યોગ્ય જાણી ગુરુએ દીક્ષા આપી. હવે એ ગુરુ સાથે વિહાર કરવા લાગ્યા.
એક વખત તેમના પૂર્વભવના મિત્રો એવા તિર્લફ્રંભદેવોએ તેમના ચારિત્રની વિવિધ રીતે પરીક્ષા કરી. વજસ્વામીનું શુદ્ધ ચારિત્રપાલન જોઈને ખુશ થયેલા દેવોએ એમને બહુરૂપ કરવાની વિદ્યા અને બીજી માનુષોત્તર પર્વત સુધી જઈ શકાય તેવી આકાશગામિની વિદ્યા આપી. સાધ્વીઓના સ્વાધ્યાયથી તેઓ અગિયાર અંગના જાણકાર બન્યા હતા પરંતુ પદાનુસારિણી લબ્ધિથી તેઓ વધારે શ્રુતજ્ઞાન પામ્યા. સાધુઓની સાથે પૂર્વગત શ્રુતને સાંભળવા માત્રથી અભ્યાસ કરીને બહુશ્રુત થયા
હું ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન
૩