________________
સંગ્રામસૂર ગુરુના આ ઉપદેશને ગ્રહણ કરીને નિરતિચાર સમ્યક્તયુક્ત નિરપરાધ જીવોના વધની વિરતિનું વ્રત ગ્રહણ કર્યું. | સૂરસેન રાજાએ જાણ્યું કે કુમારે શિકાર છોડી દીધો છે તેથી તેને બોલાવી સન્માનપૂર્વક યુવરાજપદે સ્થાપન કર્યો. એક વાર કુમારનો સાગર નામનો મિત્ર દરિયાઈ મુસાફરી દ્વારા ઘણું ધન ઉપાર્જન કરી કુમારને મળવા આવ્યો. કુમારે એને આવકારી પરદેશમાં કોઈ કૌતુક (આશ્ચર્ય) જોયું હોય તો કહેવા માટે વિનંતિ કરી. ત્યારે એ મિત્રે આ પ્રમાણે કહ્યું, ‘વહાણોમાં બેસીને એ સમુદ્રમાં જતા હતા ત્યારે એક ઊંચા પર્વતના શિખર પર કલ્પવૃક્ષની શાખા પર એક સુશોભિત દેહવાળી, વીણા વગાડતી એવી દિવ્ય તરૂણીને જોઈ. એ તરફ વહાણોને વાળી
ત્યાં પહોંચ્યા તેટલામાં એક યુવતીએ કલ્પવૃક્ષ સાથે સમુદ્રમાં ઝંપલાવ્યું.” આ સાંભળીને સંગ્રામસૂરને એ યુવતીને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ અને મિત્ર સાથે એ વહાણમાં બેસી એ દરિયાઈ માર્ગે ચાલ્યો. અને એજ સ્થાને આવ્યા જ્યાં એ દિવ્ય તરૂણી ક્રિડા કરતી હતી. કામદેવ સરખા રૂપવાળા સંગ્રામસૂરને જોઈને એ તરૂણી મોહ પામી અને પૂર્વની જેમ દરિયામાં પડી. તે તરૂણી તરફ આકર્ષાયેલો સંગ્રામસૂર પણ એની પાછળ તલવાર સાથે દરિયામાં પડ્યો. દરિયાના પાણીમાં જેમ જેમ અંદર જાય છે ત્યાં જલકાન્ત મણિના પ્રભાવથી બનેલો સાત માળ ઊંચો પ્રાસાદ જોયો. ત્યાં સાતમા માળે એણે એ દિવ્ય તરૂણીને જોઈ. બેઉ એકબીજાના દર્શનથી પ્રસન્ન થયા અને બંનેએ પોતપોતાનો પરિચય એકબીજાને આપ્યો. આ તરૂણી એ વિદ્યુ—ભ નામના વિદ્યાધરની મણિમંજરી નામની પુત્રી હતી. પોતાના ભાવિ પતિ વિશે નિમિત્તિયાને પૂછતા દરિયામાં એની પાછળ ઝંપલાવનાર સૂરસેનરાજાનો પુત્ર સંગ્રામસૂર તેનો પતિ થશે એમ કહેલું.
એમનો સ્નેહપૂર્વક વાર્તાલાપ ચાલતો હતો ત્યાં સંગ્રામસૂરના સમ્યત્વગુણની પરીક્ષા કરવા એક દેવ રાક્ષસનું રૂપ લઈને ત્યાં આવે છે અને મણિમંજરીને ગળવા લાગ્યો. સંગ્રામસૂરે એને છોડાવવા માટે રાક્ષસ સાથે યુદ્ધ કરવા માંડ્યું પણ એ રાક્ષસ સામે જીતી ન શક્યો. ત્યારે રાક્ષસે સંગ્રામસૂરને કહ્યું કે જો એ હરિ, હર
K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૧૦૯