________________
અને વિષ્ણુ આદિ ભગવાનની મૂર્તિને ભક્તિથી પ્રણામ કરે અથવા ચરક, પરિવ્રાજક જેવા ધર્મગુરુઓના ચરણમાં નમન કરે અથવા તે રાક્ષસની જ પ્રતિમા બનાવી તેની પૂજા કરે અથવા એની સુધા શમાવવા બીજી કોઈ રૂછ-પુષ્ટ એવી દાસી આપે તો એ તેની પત્નીને (મણિમંજરી) મુક્ત કરે. પરંતુ કુમાર આમાંથી કોઈ પણ વાત માટે સહમત થયો નહિ. એણે કહ્યું, “મારા પ્રાણ જાય તો પણ જિનેશ્વર પરમાત્મા, સુસાધુ અને સાધર્મિકને છોડીને અન્ય દેવાદિને નમસ્કાર કરતો નથી. તથા નરકગતિનું પ્રધાન કારણ એવો જીવવધ પણ કરતો નથી.' ત્યારે રાક્ષસે કહ્યું ‘અહીં જિનેશ્વરની પ્રતિભાવાળું મંદિર છે ત્યાં તું નમન-વંદન કર.” હર્ષિત થયેલો કુમાર અરિહંત પ્રભુની પ્રતિમા પાસે જાય છે ત્યાં બૌદ્ધ મતાવલંબી સાધુઓ તેમની વિધિ પ્રમાણે અરિહંત પ્રભુની પ્રતિમાની પૂજા કરતા જોયા. આવા મિથ્યાદષ્ટિ વડે ગૃહીત જિનપ્રતિમાને નમન-વંદન કરવાથી સમ્યત્વની હાનિ થશે એમ સમજી એના માટે પણ ના પાડી. જ્યારે કુમાર કોઈ પણ રીતે સમ્યકત્વથી ચલિત ન થયો ત્યારે રાક્ષસે પોતાનું મૂળ દૈવિક રૂપે પ્રગટ કર્યું અને સંગ્રામસૂરને ગ્રહણ કરેલા નિયમને ન ત્યજવા બદ્દલ અને પોતાના સમ્યત્વવ્રતને અખંડ રાખવા બદ્દલ ધન્યવાદ આપ્યા. સંગ્રામસૂર રાજાએ મણિમંજરી સાથે વિવાહ કરીને ન્યાયનીતિપૂર્વક રાજ્યનું પાલન કર્યું. અમારીઘોષણા તથા અનેક જિનમંદિરો બંધાવી નિરતિચારપૂર્વક સમ્યત્વયુક્ત શ્રાવકધર્મનું પાલન કરી આયુષ્ય પૂર્ણ કરી પાંચમા દેવલોકે ગયો. ત્યાંથી અવીને મોક્ષે જશે. ૩, ૪) દાન, અનુપ્રદાન - ગૌરવ અને બહુમાનપૂર્વક, ધર્મબુદ્ધિથી ઈતર ધર્મના સાધુ આદિને આહાર, વસ્ત્ર, પાત્ર આદિ આપવા તે દાન અને વારંવાર આપવા તે અનુપ્રદાન. આ બે કાર્યો ન કરવા અર્થાત્ મિથ્યાદષ્ટિ કુપાત્રને સુપાત્રની બુદ્ધિથી દાન ન આપવું. બાકી અનુકંપાપૂર્વક ભોજન, વસ્ત્રાદિ આપવાનો નિષેધ નથી. અર્થાત્ બહુમાનની લાગણી સિવાય માગનારના દુઃખના નિવારણ માટે ગમે તેવો યાચક હોય કે ગમે તે ધર્મ પાળનાર ભિક્ષુક આવે તો તેને ભોજન, વસ્ત્રાદિ શક્તિ અનુસાર આપવા.
૧૧)
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )