________________
કોઈને પૂજ્ય બુદ્ધિથી દાન ન આપવાની સુલસાની પ્રતિજ્ઞા હોવાથી સુલસાએ એને ભિક્ષા આપી નહીં.
અંબડ ત્યાંથી નિકળી તુલસાની હજુ પરીક્ષા કરવા માટે ગામની પૂર્વ દિશાએ જઈ ચાર મુખવાળું, ચાર ભુજાવાળું એવું બ્રહ્માનું રૂપ વિકવ્યું અને સાવિત્રી સહિત ઉચ્ચ આસને બેસી લોકોને ધર્મોપદેશ આપવા લાગ્યો. ત્યારે સમ્યકત્વમાં દેઢ એવી સુલતાને છોડી સર્વ નગરજનો તે બ્રહ્માને નમસ્કાર કરવા માટે આવ્યા. બીજે દિવસે દક્ષિણ દિશામાં શંખ-ચક્ર-ગદા આદિથી યુક્ત વિષ્ણુ ભગવાનનું રૂપ કરી ધર્મોપદેશ આપ્યો. છતાં સુલતા તે વિષ્ણુને નમસ્કાર કરવા ન ગઈ. હવે અંબડે ત્રીજા દિવસે પશ્ચિમ દિશામાં શંકરનું રૂપ બનાવી પાર્વતી સહિત બેસી ધર્મોપદેશ આપ્યો. ત્યાં પણ તુલસા ન ગઈ. પછી ચોથા દિવસે ઉત્તર દિશામાં સમવસરણ વિકવ્યું અને તીર્થકર બની લોકોને ધર્મોપદેશ આપવા લાગ્યો. પરંતુ જૈન ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધાવાળી એવી સુલતા ત્યાં પણ ન જતા અંબડે એક પુરુષને સુલસા પાસે મોકલાવ્યો. તેણે સુલતાને કહ્યું, ‘અહીં તીર્થંકર પરમાત્મા પધાર્યા છે. એ પચ્ચીસમાં તીર્થકર છે, તો તમે એમને વંદન કરવા કેમ જતા નથી?' પરંતુ સુલસા દઢ શ્રદ્ધાથી બોલી કે મહાવીર સ્વામીને છોડીને બીજા કોઈ તીર્થંકર પરમાત્મા આ પૃથ્વી પર નથી. પચ્ચીસમા તીર્થકર હોય જ નહિ. આ કોઈ પાખંડી કપટ કરીને મુગ્ધ લોકોને છેતરે છે. આ સાંભળી અંબડને ખાત્રી થઈ કે મહાવીર સ્વામીએ સુલતાને જે ધર્મલાભ કહેવડાવ્યા તે યુક્ત જ છે. આટલી માયા કરવા છતાં તે સમ્યકત્વથી ચલિત ના થઈ. પોતાની માયા સંકેલી અંબડ શ્રાવક પોતાનું મૂળ રૂપ ધારણ કરી સુલતાના ઘરે જઈ એની ક્ષમા માગી અને વીર પ્રભુનો સંદેશો આપ્યો. આ સુલસા શ્રાવિકાની જેમ સમ્યકત્વમાં દઢ સ્થિર રહેવું એ સમ્યકત્વનું ચોથું ભૂષણ છે. e) પ્રભાવના - જિન શાસનની પ્રભાવના અર્થાત્ શાસનની ઉન્નતિ થાય એવા કાર્યો કરવા, અનેક પ્રકારના મહોત્સવો દ્વારા, તીર્થયાત્રા, રથયાત્રા આદિ વડે જૈન શાસનની પ્રભાવના કરવી, અન્યધર્મી લોકો પણ જૈનશાસન પામે તેવી ધર્મદેશના કરવી તે પ્રભાવના નામનું સમ્યકત્વનું પાંચમું ભૂષણ છે. અહીં સિંહકુમારનું દૃષ્ટાંત
જ ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૯૫