________________
સાર્થના આગમનના સમાચાર સાંભળી પુત્રના દર્શનનો ઉત્સુક એવા નાગચંદ્ર શ્રેષ્ઠી દરિયા કિનારે આવ્યા. ત્યાં સાર્થના લોકો પાસેથી દરિયાઈ તોફાનના અને એ આપત્તિમાંથી કેવી રીતે નાગદત્ત દ્વારા બહાર આવ્યા અને નાગદત્તનું મૃત્યુ થયું આ બધા સમાચાર સાંભળી પુત્ર વિયોગથી નાગચંદ્ર શ્રેષ્ઠી મૂછિત થયા. એવામાં આકાશમાર્ગે સુંદર ચમકતી ધ્વજાવાળું એવું સુંદર દેવવિમાન આવ્યું. એમાંથી નાગદત્ત શ્રેષ્ઠી ઉતરી પોતાના પિતાને ભેટ્યો. આ આશ્ચર્યકારક ઘટનાનો વૃત્તાંત નાગદત્તે આ પ્રમાણે કહ્યો, પર્વતના શિખર પર ભોજન ન હોવાથી પ્રતિદિન ઉપવાસ કરતો અને ત્યાંના જિનમંદિરમાં બિરાજમાન ઋષભદેવની પ્રતિમાની એ ભક્તિપૂર્વક પૂજા કરતો. હવે ટૂંક સમયમાં મરણ ચોક્કસ આવવાનું છે એમ જાણતા એ હૃદયથી જિનેશ્વર ભગવંતના કહેલા તત્ત્વનું ચિંતન કરતો. એક દિવસ દેદીપ્યમાન કાંતિવાળો એક વિદ્યાધર પુરુષ એની પાસે આવ્યો. નાગદત્તનું વૃત્તાંત જાણી એના સત્ત્વથી, જિનસેવાથી એ સંતુષ્ટ થતા એણે ગગનગામિની વિદ્યા તથા એની પુત્રી એને આપી – અને એ વિદ્યાના બળથી દેવવિમાનમાં બેસી નાગદત્ત કુસુમપુર આવ્યો. પુત્રનું આ વૃત્તાંત સાંભળી નાગચંદ્ર શ્રેષ્ઠી ઘણો હર્ષ પામ્યો. ત્યારબાદ પિતાની આજ્ઞા લઈ નાગદત્ત ઉપાર્જન કરેલા સ્વદ્રવ્યથી જિનેશ્વર ભગવંતની અત્યંત મનોહર એવી ઉત્તમ પૂજા (અંગરચના) કરી, ધાર્મિક મહોત્સવ કર્યો. સંવિગ્ન મુનિઓને અશન-પાન-વસ્ત્રાદિનું સુપાત્ર દાન કરી સેવા શુશ્રુષા કરી. આવી રીતે પ્રતિદિન જિનશાસનની સેવા કરી અંતે ચારિત્ર ગ્રહણ કરી તેનું સુંદર પાલન કરી દેવલોકમાં ગયા. નાગચંદ્ર શ્રેષ્ઠીએ જે સમ્યક્ પ્રકારે તીર્થસેવના કરી સમ્યકત્વનું બીજું ભૂષણ છે. c) ભક્તિ - જિનેશ્વર પરમાત્મા તથા સાધુ સાધ્વી આદિ ગુરુજનોની બહુમાનપૂર્વક, સેવા-ભક્તિ કરવી. જિનેશ્વર ભગવંતની નિસહી ત્રિક, પ્રદક્ષિણા ત્રિક, પ્રણામ ત્રિક, પૂજા ત્રિક, અવસ્થા ત્રિક, ત્રણ દિશામાં જોવાનું વર્જન, ત્રણ વાર ભૂમિનું પ્રમાર્જન, વર્ણાદિ ત્રિક, મુદ્રા ત્રિક, પ્રણિધાન ત્રિક આ દસ ત્રિકથી યુક્ત વંદના, પૂજન કરવું. તથા વસ્ત્ર, પાત્ર, આહાર, ઔષધાદિ આપવા વડે
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન