________________
અવાજથી ઝબકીને ક્રૌંચ પક્ષીએ મળત્યાગ કર્યો. સૂરજના પ્રકાશમાં સોનાના એ જવલા પ્રકાશિત થતા સોનીને પરિસ્થિતિની જાણ થઈ અને પોતાના હાથે થયેલા ઘોર દુષ્કર્મનો (મુનિને મરણાંત ઉપસર્ગ આપ્યો) અત્યંત પશ્ચાતાપ થયો અને એણે દીક્ષા ગ્રહણ કરી. આવી રીતે મેતાર્ય મુનિએ આવા મરણાંત ઉપસર્ગમાં પણ જે ઉપશમ ભાવ રાખ્યો એ સમ્યક્ત્વનું પ્રથમ લક્ષણ છે.
૨) સંવેગ - ઉત્તમ પ્રકારના દેવ અને મનુષ્યોના સુખોનો ત્યાગ કરી કેવળ મુક્તિના સુખની અભિલાષા કરવી તે સંવેગ છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરેલાએ આત્માનો અનુભવ કર્યો છે, તેના સુખનો થોડો પણ અનુભવ કર્યો છે તેને ઉત્તમ પ્રકારના દેવ અને મનુષ્યોના સુખો તુચ્છ અને અનિત્ય જણાય છે, સંયોગ વિયોગથી ભરપૂર લાગે છે, થોડાજ સમયમાં નાશ પામનારા લાગે છે. જ્યારે પરમ શાંતિમય, નિરૂપાધિક આત્માની અવસ્થા અનુભવવાથી એવા અનંત આનંદમય સ્થિતિમાં અર્થાત્ મોક્ષમાં સ્થિ૨ થવાની પ્રબળ ઈચ્છા પ્રગટ થાય છે. સમ્યક્ત્વના આ લક્ષણને સમજાવવા દવદન્ત મુનિની કથા છે -
હસ્તિશીર્ષ નામના નગરમાં દવદન્ત નામે રાજા હતો. એક વખત દવદન્ત રાજા જરાસંઘ નામના પ્રતિવાસુદેવની સેવા ક૨વા રાજગૃહી નગરી ગયો તે સમયે દવદંત રાજા રાજ્યમાં ન હોવાથી હસ્તિનાપુરથી આવીને પાંડવોએ હસ્તિશીર્ષ નગરને લૂંટ્યું. રાજગૃહીથી પાછા ફરતા જ્યારે દવદંત રાજાને આ સમાચાર મળ્યા ત્યારે ક્રોધિત થઈ પોતાના સૈન્ય સાથે એણે હસ્તિનાપુરને ઘેરો ઘાલ્યો. પરંતુ ઘણા દિવસ સુધી ઘેરો ઘાલવા છતાં પાંડવો લડવા ન આવ્યા તેથી દવદંત રાજા પોતાના નગરમાં પાછો ફર્યો. અને ન્યાય અને નીતિપૂર્વક પોતાના રાજ્યનું પાલન કરે છે. કેટલાક સમય પછી ત્યાં શ્રી નેમિનાથ પ્રભુના શિષ્ય શ્રી ધર્મઘોષસૂરિ પધાર્યા. એમની ધર્મદેશના સાંભળી દવદંત રાજા અત્યંત સંવેગને પામી દીક્ષા ગ્રહણ કરી. ગુરુ પાસે અભ્યાસ કરી તે રાજર્ષિ પરમગીતાર્થ મુનિ બન્યા.
એક વખત વિહાર કરતા દેવદંત મુનિ હસ્તિનાપુર નગરની બહાર પધાર્યા. ત્યાં મેરૂપર્વતની જેમ નિષ્પ્રકંપપણે પ્રતિમાધારી બની કાઉસગ્ગમાં રહ્યા. ત્યાંથી
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન
૯૯