________________
રાજાએ નગરમાં ઘોષણા કરી કે રાજાના અલંકારો ચોરાયા છે, જેને પણ મળ્યા હોય તે રાજાને આપી જાય તો તેને કંઈ પણ શિક્ષા કરવામાં ન આવશે. પરંતુ પછીથી તપાસ કરતા જો મળશે તો તેને દંડ આપવામાં આવશે. કોઈએ પણ રાજાના અલંકારો ન આપ્યા એટલે રાજસેવકો તપાસ કરતા કરતા વિજયના ઘરે આવે છે અને વિજયના અલંકારની પેટીમાં એ અલંકાર એમને મળતા એને પકડીને રાજા સમક્ષ લાવે છે. ગુનો પુરવાર થવાથી રાજા તેને ફાંસીની સજા ફરમાવે છે. ફાંસીની સજા સાંભળીને હતાશ થયેલો વિજય મિત્ર બનીને આવેલા યક્ષને (રાજસેવક) રાજાને વિનંતિ કરી પોતાને છોડાવવાનું કહે છે. યક્ષે રાજાને વિજયને છોડી મૂકવાની વિનંતી કરતા રાજા વિજયને કહે છે, “દુઃખી માણસોને મારીએ તો એ જીવો સદ્ગતિમાં જાય એમ તું જ કહે છે તો હવે મરીને તું પણ સદ્ગતિ પામીશ.' ત્યારે વિજય કહે છે, “મૃત્યુ પામીને સદ્ગતિ મેળવવા કરતા જીવ જીવવાને જ ઈચ્છે છે. કારણ કે જીવતો નર ભદ્રા પામે. માટે મને જીવતદાન આપો.' આ સાંભળી રાજા કહે છે કે જો તેલથી સંપૂર્ણ ભરેલું પાત્ર બંને હાથમાં લઈને એક બિંદુ પણ નીચે ન પડે એવી રીતે આખા નગરમાં ફરી મારી પાસે લાવે તો એ વિજયને જીવિતદાન આપે. જીવવાની ઈચ્છાથી વિજયે રાજાની આ શરત સ્વીકારી.
હવે રાજાએ નગરના માર્ગો પર બંને બાજુએ મનોહર વણા-વેણુ, મૃદંગાદિ વાજિંત્રો વગાડવાનું તેમજ રૂપવાન તેમજ મનોહર સ્ત્રીઓને નૃત્ય કરવાનું કહે છે. પંચંદ્રિયના વિષયોને આકર્ષે તેવા ભોગના વિષયો રસ્તાની બંને બાજુ ગોઠવે છે. વિજય તૈલપાત્ર લઈને રાજમાર્ગ પર નીકળે છે અને તેલનું એક પણ બિંદુ જમીન પર ન પડે એવી રીતે સાવધાનીપૂર્વક નગરમાં ફરીને રાજા પાસે આવી તેલનું પાત્ર આપે છે. ત્યારે રાજા એને પૂછે છે કે માર્ગમાં બંને બાજુ મનોહર સંગીત, નૃત્ય તેમજ ભોગોના અન્ય વિષયો હોવા છતાં વીજળી જેવા એના ચંચળ મન અને ઈદ્રિયોને તે કેવી રીતે રોકી શક્યો? ત્યારે વિજય રાજાને કહે છે કે મરણના ભયથી મન અને ઈદ્રિયોને રોકી શકાય છે કારણ કે આ જગતમાં “જીવન' સૌથી
હું ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૧૦૫