________________
સમ્યકત્વના પાંચ લક્ષણો
વિશુદ્ધ તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યકત્વના ઓળખાણના પાંચ લક્ષણો જૈન શાસ્ત્રમાં બતાવ્યા છે. જેના દ્વારા સમ્યત્વ જણાય તે લક્ષણ કહેવાય છે જેમ પર્વતની ખીણમાં રહેલો અને આંખે ન દેખાતો અગ્નિ આકાશમાંના ધુમાડાથી જણાય છે તેમ પ્રાપ્ત થયેલું પરંતુ આંખેથી ન દેખાતું એવું સમ્યકત્વ જે જે ચિહ્નોથી દેખાય તે ચિહ્નોને લક્ષણ' કહેવાય છે. સમ્યકત્વના આવા પાંચ લક્ષણો છે – ૧) ઉપશમ ૨) સંવેગ ૩) નિર્વેદ ૪) અનુકંપા પ) આસ્તિકતા. આ પાંચ લક્ષણો ક્રમશઃ શ્રેષ્ઠ શ્રેષ્ઠ છે પરંતુ તેની પ્રાપ્તિ ઉલટા ક્રમે થાય છે. સમ્યક્દર્શન ગુણને પ્રાપ્ત કરેલા આત્માને આસ્તિષ્પનો લાભ પહેલો થાય અર્થાત્ ૧) આસ્તિક્તા - જિન વચન ઉપર પ્રથમ શ્રદ્ધા થાય પછી જ ૨) અનુકંપા - વાસ્તવિક કરૂણા ઉપજે
ત્યારબાદ ૩) નિર્વેદ - સંસારથી ઉદાસીનતા, વૈરાગ્ય ઉત્પન્ન થાય ૪) સંવેગ - માત્ર મોક્ષનો, મુક્તિનો અભિલાષ પ્રગટ થાય ૫) ઉપશમ - કષાયની મંદતા થઈ આત્માના શુદ્ધ ગુણોનો વિકાસ થાય,
સમભાવ આવે. કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ. જેમ જેમ કષાયની નિવૃત્તિ થતી જાય તેમ તેમ વ્યક્તિનો આત્મવિકાસ થતો જાય. આ આત્માનો આધ્યાત્મિક વિકાસ જૈનદર્શનમાં ગુણસ્થાન દ્વારા બતાવવામાં આવ્યો છે. સંસારી જીવો કષાયયુક્ત વિચારો કરે છે અને તે અનુસાર એમનો જીવનવ્યવહાર પણ કષાયયુક્ત હોય છે. સમ્યગુષ્ટિ પ્રાપ્ત થતા અનંતાનુબંધી કષાયની નિવૃત્તિ થાય છે, વ્યક્તિના વિચારઆચારમાં પરિવર્તન આવે છે અને ઉપરોક્ત પાંચ ગુણો દેખાય છે. ૧) ઉપશમ - ઉપશમ એટલે કષાયની મંદતા, રાગ દ્વેષ રહિત મનોવૃત્તિ. જીવનો આત્મવિકાસ થતા કષાયની મંદતા થતી જાય છે અને એના પ્રતિપક્ષી ક્ષમા, નમ્રતા,
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન