________________
આપેલું છે કે એમણે રાજા બન્યા પછી કેવી રીતે જિનશાસનની અદ્વિતિય પ્રભાવના કરી જે ઋષભદેવ-પ્રભુના પ્રતિમાના અધિષ્ઠાયક દેવના પ્રતાપે એને રાજ્ય મળ્યું એ ઋષભદેવ પ્રભુની પ્રતિમા સુંદર જિનાલય બંધાવી ત્યાં સ્થાપિત કરી જૈનધર્મની ઘણી પ્રભાવના કરી. સર્વ નગરજનોમાં જૈનધર્મના બીજ રોપ્યા. આ રીતે જૈનશાસનની પ્રભાવના કરવી અને કરાવવી એ સમ્યકત્વનું પાંચમું ભૂષણ છે. આભૂષણોથી જેમ શરીર શોભે તેમ આ પાંચ ગુણોરૂપી આભૂષણોથી સમ્યકત્વવ્રતરૂપી શરીર શોભે છે.
૯૬
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )