________________
એક એક બકરો આપ્યો અને કહ્યું, ‘હું વિદ્યા સાધું છું. તમે ચારે મારા ઉત્તરસાધક થાઓ. ચારે વ્યક્તિઓ આ બોકડાઓનો બલિ યક્ષની સામે આપી બંને આંખો બંધ કરી નતમસ્તકે યક્ષના પગ પાસે ઊભા રહો.’ આ સાંભળી શ્રેષ્ઠીપુત્ર શંખ છોડી બાકીના ત્રણે જણાએ કાપાલિકના કહેવાપ્રમાણે કર્યું. પરંતુ શંખ વિચારે છે, ‘જીવોની હિંસારૂપ પાપથી વિદ્યાસિદ્ધિ કેવી રીતે થાય ? સિદ્ધિ તો ધર્મથી જ થાય.' એમ વિચારી તે બકરાનો બલિ ન આપતા આંખો બંધ કરી યક્ષ પાસે ઊભો રહે છે. માયાવી કાપાલિકે તલવાર વડે બકરાની જેમ ત્રણે મિત્રોના મસ્તક વધેરી નાંખ્યા. પછી શ્રેષ્ઠીપુત્ર શંખનો વધ કરવા તલવાર ખેંચે છે ત્યાં શંખના પુણ્યબળથી યક્ષ પ્રગટ થાય છે અને કાપાલિક ૫૨ ક્રોધિત થાય છે. શંખ ત્યાંથી નીકળી એક ગામમાં જાય છે ત્યાં એની મિત્રતા સુબુદ્ધિ નામે શ્રાવક સાથે થાય છે. શંખે એને પોતાની સર્વ હકીકત કહી. સુબુદ્ધિએ શંખને બકરાને ન મારીને અહિંસાનું પાલન ક૨વા બદ્દલ અને તે દ્વા૨ા ધર્મનું રક્ષણ ક૨વા બદ્દલ અભિનંદન આપ્યા અને શંખને દૃષ્ટિવાદ સૂત્રના સારભૂત પંચ પરમેષ્ઠિ નમસ્કાર મંત્ર શીખવાડ્યો અને નિત્ય એનું સ્મ૨ણ ક૨વાનું કહ્યું.
સુબુદ્ધિ શ્રાવકે સમજાવેલું ધર્મનું રહસ્ય હૃદયમાં સ્થિર કરી શંખ એક સાર્થ સાથે આગળ ચાલ્યો. રાત્રિકાલે કોઈક જગ્યાએ પડાવ નાખ્યો. ત્યાં ભિલ્લ લોકોએ ધાડ પાડી અને શંખ સાથે દસ લોકોને બંદીવાન બનાવી પલ્લીપતિ પાસે લાવ્યા. પલ્લીપતિને એના પુત્રને ભૂતના ઉપદ્રવથી ઉગારવા માટે મંદિરમાં દેવી પાસે અગિયાર પુરુષોનો બલિ ચડાવવો હતો. એટલે અગિયારમાં પુરુષને બાંધીને લાવવા સુધી એણે આ દસ પુરુષોને બંદી બનાવી મંદિરમાં રાખ્યા. તે સમયે શંખ આપત્તિકાલ સમજીને એકાગ્રતાથી પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રનો જાપ કરે છે. અગ્યારમો પુરુષ બંદીવાન તરીકે પ્રાપ્ત થતા પલ્લીપતિ બધા અગિયાર જણનો ચંડિકા દેવીના મંદિરમાં બલિ દેવા તૈયાર થયો. ત્યાં જ પલ્લીના ભીલ લોકોએ આવીને એનો પુત્ર ભૂત વડે મૂર્છિત થઈ ગયો હોવાના ખબર આપ્યા. એટલે અગિયાર પુરુષોને ત્યાંજ મૂકી પલ્લીપતિ પુત્ર પાસે ગયો. ઘણા ઉપાયો કર્યા પરંતુ પુત્ર મૂર્છારહિત ન થયો.
૧૦૨
સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો