________________
સરલતા અને સંતોષ આ ગુણોનો વિકાસ થતો જાય છે. સમ્યગુદૃષ્ટિ પ્રાપ્ત થયેલ વ્યક્તિ પોતાનો અપરાધ કરનારનું કાયાથી કે વચનથી અહિત ન કરે પણ મનથી પણ તેનું અહિત ન વિચારે. એ ક્રોધનો ગુલામ ન બનતા ક્રોધ એના કાબૂમાં હોય છે. એને કર્મના સ્વરૂપનું જ્ઞાન હોય છે અને કર્મનો વિપાક કેવો અશુભ હોય છે એ પણ જાણતો હોય છે એટલે પોતાના અપરાધી પ્રત્યે પણ ક્ષમાશીલ રહી શકે છે. અનિષ્ટ સંજોગોમાં પણ સમત્વભાવ રાખી શકે છે. મેતારક મુનિના કથાનકમાં આ ઉપશમ ભાવ જોવા મળે છે.
મેતાર્ય મુનિ દીક્ષા ગ્રહણ કરી, સુંદર રીતે ચારિત્રનું પાલન કરતા ગુરુ પાસેથી નવ પૂર્વનો અભ્યાસ કરે છે. વિહાર કરતા કરતા મેતાર્ય મુનિ રાજગૃહી નગરીમાં આવે છે. અહીં શ્રેણિક રાજા જિનેશ્વર પરમાત્માની ભક્તિ દરરોજ સોનાના જવથી સ્વસ્તિક કરીને કરે છે. એના માટે સોની પાસે પ્રતિદિન ૧૦૮ સોનાના જવ ઘડાવે છે. મેતારક મુનિ વિહાર કરતા જ્યારે રાજગૃહી પધારે છે ત્યારે ગોચરી માટે આ સુવર્ણકારને ત્યાં આવે છે. ત્યારે સુવર્ણકાર જવ ઘડી રહ્યો હતો, મુનિને જોઈ આહાર માટે નિમંત્રણ આપી જવલાને ત્યાં ખુલ્લા મૂકી અંદર ઘરમાં ગયો. ત્યારે તેના આંગણમાં ઝાડ પર બેસેલો ક્રૌંચ પક્ષી આ કંઈક ભક્ષ્ય પદાર્થ છે એમ સમજી તે જવ ગળી ગયો. સોની જ્યારે મુનિને આહાર દાન કરી પાછો વળે છે ત્યારે તે જવ ન દેખવાથી મુનિને પૂછ્યું. મુનિએ વિચાર્યું કે જો ક્રૌંચ પક્ષી જવલા ગળી ગયો છે એમ સોનીને કહેશે તો સોની પક્ષીને મારીને એના ઉદરમાંથી જવલા કાઢશે. એમ વિચારી મુનિ મૌન રહ્યા. મૌન રહેવાથી સોનીને આ મુનિએ જ જવલા લીધા હશે એમ શંકા થઈ તેથી ક્રોધિત થઈ એણે મેતાર્ય મુનિના મસ્તકને પાણીમાં ભીની કરેલી વાઘર વડે જોરથી બાંધ્યું. સૂર્યના તાપથી એ સૂકાતા મુનિને અત્યંત અત્યંત વેદના થઈ. પરંતુ મેતાર્ય મુનિ ઉપશમભાવમાં લીન રહ્યા. પોતાના પૂર્વબદ્ધ કર્મોનો ઉદય સમજી સમતાપૂર્વક ઉપસર્ગ સહન કર્યો. શુકલધ્યાનમાં લીન થઈ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામ્યા અને તેજ સમયે આયુષ્ય પૂર્ણ થતા મોક્ષે ગયા.
ત્યારે સોનીના આંગણમાં કોઈ સ્ત્રી આવીને લાકડાનો ભારો નાખ્યો. એના
૯૮
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )